ગુજરાતી ફિલ્મ જગત માં ૭૦ અને ૮૦ નો દાયકો સુવર્ણ દાયકો  કેહવાય છે. દાયકામાં ગુજરાતી ફિલ્મ જગત દર્શકોને ઘણા બધા સારા અભિનેતાઓ અને અભિનેત્રીઓ આપ્યા. ત્યારે લોકો ગુજરાતી ફિલ્મો જોવા માટે પડા પડી કરતા. ગુજરાતી ફિલ્મ જગતના સમય ના મહાનાયક હતા નરેશભાઈ કનોડિયા. એમને લોકો ને તેમના પ્રભાવશાળી અભિનય થી બહુજ સારી ફિલ્મો આપી હતી. દાયકામાં  ખાલી નરેશ કનોડિયા નહી પણ બીજા ઘણા સારા અભિનેતાઓ હતા.

 

ગુજરાતી ફિલ્મ જગત ના બધા સારા અભિનેતાઓ માં એક હતા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી. એમને આજે પણ ગુજરાતી ફિલ્મ જગત, “અભિનય સમ્રાટના નામથી ઓળખે છે. તો ચાલો આજે આપણે જાણીએ આપણા અભિનય સમ્રાટ ના ગુજરાતી ફિલ્મ જગતમાં યોગદાન વિશે.

 

ઉપેન્દ્ર જેઠાલાલ ત્રિવેદીનો જન્મ ૧૪ જુલાઈ, ૧૯૩૬ ના રોજ ઇન્દોર, મધ્ય પ્રદેશ માં થયો હતો. તેમનો પરિવાર મૂળ ઈડર નજીક કુકડિયા ગામ નો છે. ઉપેન્દ્ર ત્રિવેદી ને ભાઈ બહેનો હતા ભાઈ અને બહેન. તેમના મોટા ભાઈ ભાલાચંદ્ર એક શિક્ષણશાસ્ત્રી હતા અને નાના ભાઈ અરવિંદ ત્રિવેદી એક જાણીતા અભનેતા હતા જેમણે રામાયણ માં રાવણ નું પાત્ર ભજવ્યું હતું. ઉપેન્દ્ર ત્રિવેદીએ પોતાનો અભ્યાસ ઉજ્જૈન થી પૂર્ણ કર્યો હતો અને તે પોતાના મોટા ભાઈ સાથે મુંબઈ માં રહેતા હતાં. મુંબઈ માં તે કુલી અને મજૂર તરીકે છત્રી બનાવવાના કારખાના માં કામ કરતા હતાં. ત્યારબાદ તેમણે પોતાનું સ્નાતક બોમ્બે યુનિવર્સિટી માં આર્ટ્સ વિભાગ માં પૂર્ણ કર્યું હતું.

 

ઉપેન્દ્ર જેઠાલાલ ત્રિવેદી ભારતીય ગુજરાતી સિનેમા ના પ્રખ્યાત અભિનેતા, નિર્દેશક અને નિર્માતા હતાં. ઉપેન્દ્ર ત્રિવેદીએ તેમના કૉલેજ સમયમાં મુંબઈ માં ઘણા નાટકોમાં કામ કર્યું હતું. તેમના ફિલ્મ ઉદ્યોગની શરૂઆત ૧૯૭૦માં થઇ હતી અને તેમને ૪૦ વર્ષ થી પણ વધારે ફિલ્મ ઉદ્યોગમાં રાજ કર્યું હતું. તેમને શરૂઆતમાં પૈસા કમાવા અને કૉલેજ ની ફી ભરવા ગુજરાતી ફિલ્મો માં સહાયક ભૂમિકા ભજવી હતી. ગુજરાતી સિનેમા માં અભિનેતા તરીકે તેમની પ્રથમ ફિલ્મ ૧૯૭૧ માંજેસલ તોરલહતી જેમાં તેમને જાડેજા નું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મ નું નિર્દેશન રવીન્દ્ર દવે દ્વારા કરવામાં આવ્યું હતું. અભિનય સમ્રાટ તેમનું ખૂબ પ્રખ્યાત ગુજરાતી નાટક હતું જેમાં તેમને પાત્રો ભજવ્યા હતા અને ત્યારથી તેમને અભિનય સમ્રાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે ગુજરાતી સિનેમા ને ઘણી સફળ ફિલ્મો આપી છે જેમ કે મહેંદી રંગ લાગ્યો, વીર રામવાલો, જોગીદાસ ખુમાણ, જંગલ મે મંગલ, રાણકદેવી, જય રણછોડ, ચૂંદડી નો રંગ વગેરે.

 

તેમણે ઘણા ગુજરાતી ફિલ્મો નું નિર્દેશન પણ કરેલું છે. તેમની નિર્દેશક ફિલ્મમાનવી ની ભવાઈ નેશનલ એવોર્ડ જીત્યો હતો. તેમણે નિર્દેશક અને નિર્માતા તરીકે ફિલ્મઝેર તો પીધાં જાણી જાણીમાં પણ કામ કર્યું છે. તેમણે પ્રથમ વાર ૧૯૯૯ માં નરેશ કનોડિયા સાથે ફિલ્મમાં બાપ ને ભૂલશો નહિમાં જોડી જમાવી હતી.

 

ઉપેન્દ્ર ત્રિવેદી રાજકીય રીતે પણ ઘણા સક્રિય હતાં. તે ૧૯૮૦ માં રાજકારણમાં જોડાયા હતા. તે ૧૯૮૫ અને ૧૯૯૦માં ચૂંટણી જીત્યા હતા અને ૧૯૯૮માં ગુજરાત વિધાન સભામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. તેમણે નાયક અધ્યક્ષ તરીકે ૩૧૨૦૦૦ થી ૧૯૨૦૦૨ સુધી સેવા આપી હતી. તેમણે ૧૯૮૯માંપદ્મ શ્રીઅનેપંડિત ઓમકાનાથ ઠાકુરએવોર્ડ થી સમ્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમણેઉપેન્દ્ર ત્રિવેદી : આત્મકથનનામ ની આત્મકથા લખી હતી. તેમનું અવસાન ૨૦૧૫ ના રોજ શ્વસન ધરપકડના કારણે મુંબઈ માં થયું હતું.

તો હતું આપણા અભિનય સમ્રાટ નું યોગદાન. યોગદાન ને આજે પણ ગુજરાત ના લોકો બહુ પ્રભાવશાળી માને છે. એમના યોગદાન પરથી આજકાલ ના નવા અભિનેતાઓ ને અભિનેત્રીઓ ને એક વસ્તુ શીખવા મળે છે. આજકાલ લોકો ને એવું છે કે તેમને ફિલ્મો માં સીધો પ્રવેશ મળી જશે. પણ ફિલ્મ જગત માં આજે સ્ટેજ નો અનુભવ સૌથી વધારે ગણાય છે. નાટકો અભિનય નું મૂળ ગણાય છે બસ વાત આજકાલ ના યુવાનોએ ધ્યાન માં રાખવી જોઈએ.