65 કિ.ગ્રા. એશિયન ફ્રીસ્ટાઈલ રેસલિંગ ફાઇનલમાં જાપાનની મિયા ઈમાઈને 9-1 થી હરાવીને નવજોત કૌર ચેમ્પિયન બની હતી. Image result for navjot kaur winning gold medal

 

            નવજોત ટુનામેંટના ગ્રુપ સ્ટેજના પ્રથમ મેચમાં જાપાનની પહેલવાન ઈમાઈ સામે હારી ગઈ હતી. આ ભારતનો રેસલિંગ ચેમ્પિયનશિપમાં પ્રથમ ગોલ્ડ મેડલ છે. બીજી તરફ રિયો ઓલમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલીક, બજરંગ પુનિયા અને વિનોદકુમારે બ્રોન્ઝ મેડલ જીત્યું હતું.

           આ સાથે ભારત 1 ગોલ્ડ, 1 સિલ્વર, અને 6 બ્રોનઝ મેડલ સહીત ચેમ્પીયનશીપમાં કુલ 6 મેડલ થઇ ગયા છે. 65 કિ.ગ્રા. ના ફાઈનલ મુકાબલામાં ઈમાઈએ શરુઆતમાં આક્રમક રમત બતાવી હતી, જોકે નવજોતે શાનદાર ડિફેન્સ કરી અંક બનાવવા દીધા ન હતા, પછી નવજોતે કાઊનટર અટેક કરી 2-0 થી લીડ બનાવી હતી.

         પ્રથમ રાઉન્ડ પૂરો થવામાં 20 સેક્ન્ડ બાકી હતી ત્યારે ઈમાઈએ નવજોતનો પગ પકડી લીધો હતો, નવજોતે ફરી ડિફેન્સ રણનીતિ બનાવી અને 3 અંક બનાવી દીધા હતા. પ્રથમ રાઉન્ડ પૂરો થવા સુધીમાં 5-0 થી સ્કોર ભારતના પક્ષમાં હતો. બીજા રાઉન્ડની શરુઆતમાં ઈમાઈએ નવજોત પર દમણ બનાવી એક અંક મેળવ્યો હતો.

        નવજોત કૌરે કાઉન્ટર અટેક કરી 4 અંક મેળવ્યા હતા. મેચ પૂરી થવાની તૈયારી હતી ત્યારે જાપાનની પહેલવાનને ફરી નવજોતે પગ પકડી લીધો હતો , જોકે નવજોતે કાઉન્ટર અટેક કરી 4 અંક મેળવ્યા હતા અને મેચ 9-1 થી જીતી લીધી હતી.

      આ પહેલા નવજોતે 2013 માં એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ ઉપરાંત તે કોમનવેલ્થ ગેમ્સ 2014 ની બ્રોન્ઝ મેડલ વિજેતા પણ છે.

 

 

–  by Rohan Katakiya

[email protected]