ગુજરાતી સાહિત્યનાં ઇતિહાસ વિશે આપણે આગળના અંકમાં જોયું હવે,એ સાહિત્યનાં ઇતિહાસમાં થોડાં ઊંડા ઉતરીએ અને આપણાં આ લોકલાડીલા સાહિત્યને વધુ દ્રઢતાથી ચિત્તમાં ઉતારીએ.

   આપણાં આ સમૃદ્ધ સાહિત્યમાં મુખ્ય ત્રણ યુગ આવ્યાં અને આ યુગો યુગોથી ચાલતાં આ સાહિત્યએ આજે સાતમાં  આકાશને આંબી લીધું છે. આ મુખ્ય ત્રણ યુગમાં પ્રાચીનયુગ, મધ્યકાલીનયુગ અને અર્વાચીનયુગનો સમાવેશ થાય છે.

          સાહિત્ય આપણાં જીવનમાં એક આગવું મહત્વ ધરાવે છે. આ સાહિત્ય પ્રાચીનથી લઈને અર્વાચીન સુધી એનાં આત્મબળ સાથે વિકસતું રહ્યું છે. સાથે સાથે આપતું ગયું છે કેટકેલાય મહાન સાહિત્યકારો જે પુરેપુરા આની અંદર ઉતરી ગયાં છે, અને આ મહાન સાહિત્યકારોએ એમનાં મીઠાં સાહિત્યરસને ઘૂંટડે ને ઘૂંટડે પી રહ્યાં છે અને લોકોમાં પ્રસારિત કરતાં રહ્યાં છે.

        ગુજરાતી સાહિત્યનો સોનેરી સુરજ ઉગ્યો હતો, આ સાહિત્યનાં પ્રાચીનયુગથી અને શરૂ થઈ હતી એક મહાગાથા જે આજ સુધી ચાલી રહી છે. આ સાહિત્યમાં પણ એક પ્રકાર હતો, જેને પ્રાગ-નરસિંહ યુગ કેહવાય છે, એટકે કે નરસિંહ મહેતાનાં સમયની પેહલાનો યુગ.

       આ પ્રાચીન યુગની શરૂઆત થઈ હતી ઇ.સ.૧૦૦૦ ની આસપાસથી. ગુજરાતી ભાષાનાં સર્જક અને પિતા કહેવાતા શ્રી હેમચંદ્રાચાર્યસૂરિ એક જૈન સાધુ અને વિદ્વાન હતા. હેમચંદ્રાચાર્યસુરિ એ પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના વ્યાકરણના શરુઆતના નિષ્ણાતોમાંના પણ એક હતા. કેહવાય છે કે, અણહિલવાડ પાટણના ચાલુક્ય વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના કાળમાં તેમણે ગુજરાતી ભાષાના પાયાના સિદ્ધાંતો ગણાતા વ્યાકરણના નિયમોનું સર્જન કર્યું અને આ નિયમોએ સંસ્કૃત અને અર્ધમાગધીના વિકૃત સ્વરુપમાંથી ગુજરાતી ભાષાના અપ્રભંશ વ્યાકરણનો પાયો રચ્યો હતો અને શરૂઆત કરી હતી એક સુમેળ સાહિત્યનાં સફરની.

      આ સાથે હેમચંદ્રાચાર્યએ પદ્ય માટે કાવ્યાનુશાસન, પ્રાકૃત અને અપભ્રંશ વ્યાકરણ માટે ‘સિદ્ધહૈમ શબ્દાનુશાસન’ અને ‘સ્થાનિક ઉદ્ભવ’ ધરાવતા શબ્દો માટે દેશીનામમાલા નામના પુસ્તકો લખ્યાં. જે ગુજરાતી સાહિત્યજગતનાં પેહલાં વહેલાં પુસ્તકો હતાં. કેહવાય છે કે ગુજરાતી સાહિત્યમાં શરુઆતનું સર્જન જૈન લેખકો દ્વારા કરવામાં આવ્યું હતું અને હેમચંદ્રાચાર્ય તેમાંના એક લેખક હતાં. આ સાથે બીજા ઘણા મહાન અને વિદ્વાન જૈન લેખકોએ સાહિત્યસર્જનમાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો હતો. આ સાહિત્યકારો મુખ્યત્વે ત્રણ ભાગમાં સાહિત્યનું સર્જન કરતાં, જેમાં રાસ, ફાગુ અને વિલાસ જેવા સાહિત્યનો સમાવેશ થાય છે.આ ત્રણેય સાહિત્યનો સમાવેશ મુખ્યત્વે લાંબા પદ્યલેખો સ્વરૂપોમાં જ લખાતાં.જેમાં શૌર્ય, શૃંગાર અને કુદરત જેવાં વિષયો મુખ્ય કેન્દ્રમાં રેહતા. 

      આ સાહિત્યોમાં રાસ લેખોનો વધુ ભાર સાહિત્યકારો પર રહેતો , જેને લીધે આ પ્રાચીન યુગનાં પ્રાગ-નરસિંહ યુગમાં પણ વધુ એક યુગ તરીકે રાસ યુગ તરીકે ઉભરી આવ્યું.

       રાસ યુગમાનું સાહિત્ય, ફાગુ સાહિત્ય અને વિલાસ સાહિત્ય વિશે આપણે વધુ જાણીશું, આવતાં અંકમાં…!

ત્યાં સુધી…Stay Tuned, Jai Hind….