ગુજરાતી સિનેમાની વાત કરીએ તો ગુજરાતી સિનેમા કેટલાક એવા કલાકારો રહ્યા છે, જેમને ખુબ જ પ્રખ્યાત કામો કર્યા છે. નરેશ કનોડિયા, સ્નેહલતા, અસરાની વગેરે કલાકારો એ ખુબ જ સારી ફિલ્મો કરી છે. ગુજરાતી સિનેમા છેલ્લા થોડાક વર્ષો પેહલા પોતાના જ દર્શકોને મનોરંજન આપવામાં નિષ્ફળ રેહવા લાગ્યું હતું. લોકોને ગુજરાતી સિનેમા પ્રત્યે લગાવ પણ ઓછો થવા લાગ્યો હતો.

     પરંતુ છેલ્લા થોડા વર્ષોથી ગુજરાત માં અર્બન ગુજરાતી સિનેમાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ ફિલ્મોમાં ગુજરાતના નાના-મોટા શહેરો જોવા મળે છે. આ ફિલ્મોની સ્ટોરી એવી હોય છે. જે આપણા પોતાના જીવન સાથે મળતી આવે છે. આજે આપણે આજ પ્રખ્યાત અર્બન ગુજરાતી સિનેમામાં એક ચમકતું નામ છે પ્રતીક ગાંધી.

પ્રતિક ગાંધીનો જન્મ સુરત ગુજરાત માં ૨૯ એપ્રિલ, ૧૯૮૦ ના રોજ થયો હતો. તેમના માતા-પિતા બંને શિક્ષકો હતા. પ્રતિક ગાંધીનો અભ્યાસ સુરતમાં પ્રવૃત્તિ વિદ્યાલય ખાતે થયો હતો. શાળાના સમયથી જ તેઓ નાટ્યકળામાં સક્રિય હતા. તેઓ શાળાના ઘણા નાટકોમાં ભાગ પણ લેતા હતા. તેમણે કૉલેજમાં આવીને એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો. એન્જિનિયરિંગમાં સ્નાતક થયા પછી તેઓ મુંબઈ ગયા. ત્યાં મુંબઈમાં તેમણે એક બહુરાષ્ટ્રીય કંપનીમાં નોકરી પણ શરૂ કરી હતી. નોકરી તો એન્જિનિયરિંગની કરતા હતા. પણ એમનું મન હજુ પણ અભિનય નાટકોમાં જ અટવાયેલું રેહતું હતું. ત્યારે તેમણે નોકરી કરવાની સાથે સાથે દિગ્દર્શક મનોજ શાહના નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું. 

      તેમની અંગત જીવનની વાત કરીએ તો તેમને ૨૦૦૯માં ટેલીવિઝન અને નાટક કલાકાર ભામિની ઓઝા સાથે લગ્ન કર્યા. વર્ષ ૨૦૧૪માં તેમને ત્યાં દીકરીનો જન્મ થયો હતો. તેમનો એક ભાઈ પણ છે જેનું નામ પુનિત ગાંધી છે.  

હવે વાત કરીએ એમની કારકિર્દીની. તેમની નોકરીની વાત કરીએ તો તેઓએ સતારાથી નેશનલ પ્રોડકટીવોટી કાઉન્સિલમાં કામ કર્યું અને મુંબઈમાં મલ્ટીનેશનલ કાઉન્સિલમાં પણ કામ કર્યું હતું. તેમણે ઘણા નાટકોમાં કામ કરેલું છે. ૨૦૦૫માં તેઓએ આ પાર કે પેલી પાર નામના ગુજરાતી નાટકમાં કામ કર્યું. આ નાટકમાં તેમને રવિકાન્ત દીવાન નામના માણસનું કિરદાર નિભાવ્યું હતું. તેમના આ નાટકમાં સારું કામ જોઈને તેમને બીજા ઘણા નાટકો મળ્યા હતા. તેના બીજા નાટકો જેમકે….

  • જુજાવે રૂપ (૨૦૦૭)
  • અપૂર્વ અવસર (૨૦૦૭)
  • સાત તરી એકવીસ
  • છ ચોક ચોવીસ
  • હું ચંદ્રકાંત બક્ષી

તેમનું નાટક અમે બધા સાથે તો દુનિયા લઈએ માથે (૨૦૧૩)માં આવ્યું હતું. આ એક જ નાટકમાં તેમણે ૭ જુદા જુદા પાત્રો ભજવ્યાં હતા. આ ઉપરાંત ૨૦૧૫માં તેમણે મોહનનો મસાલો નામના નાટકમાં મહાત્મા ગાંધીનું પાત્ર ભજવ્યું હતું. આ નાટકમાં તેમને એક જ દિવસમાં અંગ્રેજી, હિન્દી, ગુજરાતીમાં તેમનું પાત્ર ભજવ્યું હતું. તેથી તેમનું નામ લિમકા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયું હતું.

એમનું નાટકોમાં કામ જોઈને એમને ગુજરાતી સિનેમામાં કામ મળવા લાગ્યું. બે યાર નામના મૂવીના નિર્દેશક અભિષેક જૈનને તેમનો અભિનય ગમી ગયો હતો અને તેમને એ ફિલ્મમાં કામ મળ્યું હતું. તેમને રોંગ સાઇડ રજૂ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. આ ફિલ્મને નેશનલ એવોર્ડ ફોર બેસ્ટ ફિલ્મ પણ મળ્યો હતો. વર્ષ ૨૦૨૦ પ્રતિક ગાંધી માટે સોનેરી વર્ષ સાબિત થયું હતું. આ વર્ષમાં તેમને ફિલ્મો ઉપરાંત એક વેબ સિરીઝમાં મુખ્ય ભૂમિકા ભજવી. તે સિરીઝ લગભગ આપણે બધાએ જોયેલી છે, સ્કેમ ૧૯૯૨. આ સિરીઝમાં તેમનું કામ ખુબ જ વખાણ પાત્ર રહ્યું હતું. તેમાં એમણે ભારતના બિગ બુલ હર્ષદ મેહતાની ભૂમિકા ભજવી લોકોના દિલ જીતી લીધા હતા. હાલમાં જ વર્ષ ૨૦૨૧માં તેમની હજી એક ગુજરાતી વેબ સિરીઝ બારે પડી જેનું નામ હતું વિઠ્ઠલ તિડી.

તેમની આ જીવન ઝાંખીમાંથી એક વસ્તુ શીખવા મળે કે માણસને જે વસ્તુમાં રસ હોઈ એ વસ્તુમાં તે માણસ દિલથી કામ કરે છે.