ચાલો કંઈક એવું કરીએ;

અંધકારમાં ઉજાસ કરીએ

અભિમાનને નેવે મૂકી દરેકને માન દઈએ,

નફરતો ભેગી કરવા કરતાં સૌને ગમતાં થઈએ,

અજ્ઞાન છે ત્યાં જ્ઞાન વહેતું કરીએ,

કોઈનું કામ બગાડવા કરતાં સૌને મદદ કરતા થઈએ,

અવગુણોને ગણવા કરતા ગુણો પહેલા જોઈએ,

સુખમાં છકી ન જઈએ ને દુઃખમાં હિંમત રાખીએ,

ઈર્ષ્યા મૂકીને સૌને પ્રેમથી મળીએ,

વેરી થવા કરતાં મિત્ર બની જીવીએ,

માન ન આપીએ તો કઈં નહીં; કોઈનું અપમાન તો ના જ કરીએ,

ચાલ “અંદાઝ” સરળ પારદર્શી જીવન જીવી લઈએ….