મનુભાઈ રાજારામ પંચોળી. નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, ઇતિહાસકાર અને કેળવણીકાર દર્શકનો જન્મ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચશિયા ગામે ૧૫ ઓક્ટોબર, ૧૯૧૪ના દિવસે થયો હતો. ‘દર્શક’ એ મનુભાઈ પંચોળીનું ઉપનામ છે. તેમનું વતન હતું વઢવાણ

 

તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ તીથવાલુણસર ગામમાં તથા માધ્યમિક શિક્ષણ વાંકાનેર નગરમાં લીધું હતું. તેમણે દરમ્યાન નવમા ધોરણમાં અભ્યાસ કરતી વખતે .. ૧૯૩૦ના ‘મીઠાના કાયદાનીલડતમાં ભાગ લેવા ગાંધીજીથી પ્રેરાઇને પોતાનો અભ્યાસ પડતો મૂક્યો હતો. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઈને અભ્યાસત્યાગ કર્યા પછી તેઓ આઝાદી મળી ત્યાં સુધી સ્વાતંત્ર્યલડતમાં સક્રિય રહ્યા હતા અને તેથી એમને જેલવાસ પણ થયો હતો

 

દર્શક ઇતિહાસ અને સંસ્કૃતિના ઊંડા અભ્યાસી હતા. નાનાભાઈ ભટ્ટના સંપર્કથી શિક્ષણક્ષેત્રે પ્રવેશી આંબળા ગ્રામદક્ષિણામૂર્તિ અને લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરાના મૅનેજિંગ ટ્રસ્ટી તથા નિયામકપદે રહીને તેમણે રાષ્ટ્રીય કેળવણીક્ષેત્રે ઉત્તમ સેવા કરી. તેમણે જીવનભર આત્મસાત્ત કરીને જીવનનો નિચોડ સાહિત્યમાં આપ્યો

 

મનુભાઈ પંચોળીનો સર્વોત્તમ આવિષ્કાર એમની નવલકથાઓમાં જોવા મળે છે. ગાંધીપ્રબોધિત માનવતાવાદી અભિગમથી પ્રેરાયેલી એમની સર્જકચેતના નવલકથાઓમાં વિશેષભાવ રૂપથી અભિવ્યક્તિ પામી છે. પોતાની સુપ્રસિદ્ધ નવલકથાઝેર તો પીધા જાણી જાણીદ્વારા ભાવકના હૃદયને હરી લીધાં છે. ૧૯૮૭માં નવલકથાને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર મળ્યો હતો

 

તેમનાં જીવનકાર્ય અને સંસ્કૃતિચિંતનનો નિચોડ તેમાં જોવા મળે છે. ગાંધીયુગના સમર્થ નવલ્કથોમાંની તે એક છે. ‘બંદીઘર‘, ‘દીપનિર્વાણ‘, ‘બંધન અને મુક્તિ‘, ‘કુરુક્ષેત્રવગેરે તેમની અન્ય પ્રસિદ્ધ નવલકથાઓ પણ અત્યંત નોંધપાત્ર છે. દર્શકની નવલકથાસોક્રેટીસમહત્વકાંક્ષી ઐતિહાસિક નવલકથા હોવાની સાથે ઘટનાપ્રધાન, ભાવનાવાદી અને ચિંતનપ્રેરક નવલકથા છે. ભારતમાંની વર્તમાન લોકશાહીની થતી વિડંબનાએ લેખકને, સોક્રેટીસને આપણી વચ્ચે હરતોફરતો કરવા પ્રેર્યા છે

 

મારી વાચનકથા‘, ‘મંદારમાલા‘, ‘ભેદની ભીંત્યુંને ભાંગવી, વગેરે ગ્રંથો દ્વારા વિવેચનસાહિત્યમાં પણ તેમનું આગવું પ્રદાન રહ્યું છે. ઉપરાંતસદ્દભિઃ સંગ:’ માં લોકભારતીની ઘડતરરૂપ કૃતિ તેમના દ્વારા સુંદર રીતે આલેખવામાં આવી છે.  ‘જલિયાંવાલા‘, ‘પરિત્રાણ‘, ‘અંતિમ અધ્યાય‘, વગેરે જેવાં નાટકો પણ તેમણે આપ્યાં છે. ‘જલિયાંવાલાએમની પ્રથમ નાટ્યકૃતિ છે. ‘ત્રિવેણી તીર્થજેવી રચનામાં મહાપુરુષોનાં જીવનચિત્રો મનુભાઈ પંચોળી દ્વારા આલેખયાં છે. તેમના ઇતિહાસ અને નિબંધસંગ્રહોમાંઇરિહાસકથાઓ‘, ‘આપણો વૈભવ અને વારસો‘, મહાભારતનો મર્મ‘, ‘રામાયણનો મર્મ‘, ‘અમૃતવલ્લીજેવા સંગ્રહોનો સમાવેશ થાય છે. એકવીસ દ્રશ્યોમાં વહેંચાયેલા નાટકઅઢારસો સત્તાવનમાં અહિંસક માનવીય અભિગમ અને ગાંધીયુગના ભાવનાવાદનું ગૌરવ થયું છે

 

મૂર્તિદેવી એવોર્ડ‘, ‘કાકાસાહેબ ગાડગીલ સન્માન‘, ‘.મા.મુનશી સુવર્ણચંદ્રક‘, ‘પદ્મભૂષણનો ખિતાબ, વગેરે દ્વારા તેમની બહુવિધ સર્જકપ્રતિભાને સન્માનિત કરવામાં આવી છે. ઉપરાંત ૧૯૬૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક તથા ૧૯૭૫માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર  પણ મનુભાઈ પંચોળીને મળ્યો હતો. તેઓએ ૧૯૮૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પદવી સંભાળી હતી

 

એમનું ગદ્ય રસાળ, ભાવવાહી અને કાવ્યત્વના સ્પર્શવાળું મનને સ્પર્શી જાય એવું છે. પાત્રોનાં સ્વરૂપ, શીલ, સૌંદર્યનાં વર્ણનો એવી રીતે વર્ણવે છે જાણે લાગે આપણી સમક્ષ દ્રશ્યો સર્જાય રહ્યા હોય. પ્રસંગ, સ્થળ અને પ્રકૃતિનાં રમણીય અને કલ્પનાસમૃદ્ધ વિવિધ વર્ણનો પ્રતીતિકર અને મનોહર હોય છે. પ્રકૃતિદ્રશ્ય કે પ્રણયનાં કોમળમધુર સંવેદનોના નિરૂપણમાં એમનું ગદ્ય પ્રસન્નસૌંદર્યનો અનુભવ કરાવે છે. એમનું ભાષાસામર્થ્ય અને રસાન્વિત શૈલી એમની નવલકથાઓને સફળ બનાવતાં મહત્વનાં પરિબળો છે. ગુજરાતી સાહિત્યના ગદ્ય ક્ષેત્રે તેમનું યોગદાન ઘણું મહત્વનું રહ્યું છે

મનુભાઈ પંચોળીએ ૨૯ ઓગસ્ટ, ૨૦૦૧ ના દિવસે ગુજરાતના ભાવનગર રાજ્યના સણોસરા તાલુકામાં જીવનના અંતિમ શ્વાસ લીધા હતા.