બાળપણના એ દિવસોને ચાલને ફરી યાદ કરીએ,

લખેલા કાગળની હોડી બનાવી રમતા આપણે,

આજ એ દિવસોને  ચાલને ફરી યાદ કરીએ!

 

“ફરિયાદ” નહીં, ફરી યાદ કરવા કહું છું,

જયાં નહોતા જાણતાં ઈન્ટરનેટ વિશે આપણે, 

બાળપણના એ દિવસોને ચાલને, ફરી યાદ કરીએ!

 

કેફેમાં કોલ્ડ કોફી પીતાં આજ આપણે,

ચાલને, મીઠી આંબલીનો સ્વાદ ફરી યાદ કરીએ!

 

રૂમમાં બેઠા પબજી રમતાં આજ આપણે,

ચાલને, એ ગલીઓમાં રમાતી ક્રિકેટની મજા ફરી યાદ કરીએ!

 

બારીથી વરસાદ પડતો જોતાં  આજ આપણે,

ચાલને, પાણીમાં એ નાના પગના છબછબિયાં ફરી યાદ કરીએ!

 

 વીકએન્ડની રાહ જોતાં આજ આપણે,

 ચાલને, આખું અઠવાડિયું મજા કરતાં એ સ્કુલમાં ફરી યાદ કરીએ!

 

નેટફ્લિક્સના જમાનામાં

ચાલને, કાર્ટુન નેટવર્ક શો ફરી યાદ કરી!

 

બર્થડે પર સ્ટોરી મુકતાં આજ આપણે,

ચાલને એ બર્થડે કાર્ડ આપવાની પ્રથા ફરી ચાલુ કરીએ!

 

સેલ્ફી લેવાના જમાનામાં આજ આપણે,

ચાલને, પેલો બાળપણનો ફોટો આલ્બમ ફરી જોઇએ!

 

ચાલને દોસ્ત એ મીઠી યાદોને વાગોળીએ,

“ફરિયાદ” ના કરતો ટાઈમ નથી,

ચાલને દોસ્ત એ બાળપણ ફરી યાદ કરીએ!