ફિલ્મ: બ્લેકમેલ 

જોનર : બ્લેક કોમેડી 

નિર્દેશક: અભિનય દેવ 

નિર્માતા: ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, અભિનય દેવ, અપૂર્બ સેનગુપ્તા 

લેખક : પરવેઝ શેખ 

કલાકારો : ઈરફાન ખાન, કીર્તિ કુલ્હારી, દિવ્યા દત્તા, ઓમી વૈદ્ય ,અરુણોદય સિંહ 

સંગીત: અમિત ત્રિવેદી 

રિલીઝ ડેટ: 6 એપ્રિલ, 2018

બજેટ: 14.96 કરોડ (આશરે)

કમાણી: 10.66 કરોડ (આશરે)

સ્ટાર:  2.5 

સ્ટોરીલાઈન :

              દેવ કૌશલ (ઈરફાન ખાન) એક એડ એજન્સીમાં કામ કરે છે અને ઓફીસમાં વ્યસ્ત રહેવાના કારણે તે દરરોજ રાત્રે ઘરે મોડો જાય છે. એક રાત્રે તે તેની પત્નીને સરપ્રાઈઝ આપવા માટે ઘરે જલ્દી પહોચે છે ત્યાં તે તેની પત્ની રીના કૌશલ(કીર્તિ કુલ્હારી) અને રીનાનો મિત્ર રણજીત અરોરા(અરુણોદય સિંહ)ને રૂમમાં એકસાથે સુતેલા જોવે છે અને ત્યારપછી દેવ તેની પત્ની અને રણજીતને બ્લેકમેલ કરવાનું શરૂ કરે છે. બ્લેકમેલની રમત દરમિયાન સ્ટોરીમાં ઘણાં ટર્ન અને ટ્વીસ્ટ આવે છે, ટર્ન અને ટ્વીસ્ટ સાથે અંતમાં ઈરફાન ખાન સફળ થાય કે નહિ માટે ફિલ્મ જોવી આવશ્યક છે. સ્ટોરીનું લેખન સારું છે પરંતુ તેની સ્ક્રીન પર કરેલી રજૂઆત ખૂબ નબળી છે. બીજા અંતરાલમાં સ્ટોરી અત્યંત ધીમી લાગે છે, તેનું એક કારણ ફિલ્મની લંબાઈ પણ છે કેમકે ફિલ્મ 2 કલાક અને 20 મિનીટની છે જે સ્ટોરીને ધ્યાનમાં રાખતા લાંબી છે.

નિર્દેશન અને અભિનય:

           ફિલ્મના નિર્દેશક અભિનય દેવે અગાઉ  ‘દિલ્હી બેલી’ , ‘ફોર્સ-2’ જેવી ફિલ્મો તથા ‘24’, ‘24 સિઝન 2’ જેવા ટેલીવિઝન શો નિર્દેશિત કર્યા છે. ફિલ્મમાં અભિનય દેવનું નિર્દેશન એકદમ પરફેકટ છે પરંતુ ફિલ્મની સ્ટોરી નબળી હોવાના કારણે તેની અસર નિર્દેશનમાં જોવા મળે છે. જેપતિ, પત્ની ઔર વોની સ્ટોરીને સિમ્પલ રીતે રજુ કરાઈ શકાતી હતી તેની જગ્યાએ ફિલ્મની લંબાઈ વધારીને તેને દર્શકો માટે થોડી કંટાળાજનક બનાવી દેવામાં આવી છે

        કલાકારોના અભિનયની વાત કરીએ તો ફિલ્મના મુખ્ય અભિનેતા ઈરફાન ખાને દેવ કૌશલનું પાત્ર તેના કુદરતી અભિનય સાથે ખૂબ સરસ રીતે નિભાવ્યું છે. ઉપરાંત ફિલ્મની મુખ્ય અભિનેત્રી કીર્તિ કુલ્હારીએ રીના કૌશલનું પાત્ર કમાલ રીતે નિભાવ્યું છે. ફિલ્મના અન્ય સહકલાકારો દિવ્યા દત્તા (ડોલી વર્મારણજીતની પત્નીના પાત્રમાં), ઓમી વૈદ્ય (દેવના બોસના પાત્રમાં), અરુણોદય સિંહ (રણજીતરીનાના મિત્રના પાત્રમાં) તથા અનુજા સાઠે(પ્રભાના પાત્રમાંનો ઉતમ અભિનય ફિલ્મને મનોરંજક બનાવે છે

સંગીત અને સંવાદો:

           ફિલ્મમાં સંગીત અમિત ત્રિવેદીએ આપ્યું છે.ફિલ્મના આલ્બમમાં કુલ 6 ગીતો છે, એમાના 2 ગીતોમાં સંગીત બાદશાહ (હેપી હેપી) તથા ગુરુ રંધાવા (પટોલા) આપ્યું છે. એક પણ ગીત હિટ સાબિત થયું નથી પરંતુ બધા ગીતો ફિલ્મમાં સ્ટોરીને જકડી રાખવાનું કામ કરે છે એટલે સ્ટોરીના હિસાબથી ગીતો બરોબર બંધ બેસે છે.

           ફિલ્મમાં સંવાદો પ્રદ્યુમન સિંહ મલ્લએ આપ્યા છે. સંવાદો એટલા અસરકારક નથી કેમકે ફિલ્મમાં સંવાદોની જગ્યા ગીતોએ લઇ લીધી છે. સ્ટોરીને મજબુત બનાવીને સંવાદોને પણ રસપ્રદ તેમજ અસરકારક બનાવી શકાયા હોત.બ્લેક કોમેડીના જોનર મુજબ સંવાદો બરોબર છે.

ફિલ્મમાં હકારાત્મક મુદ્દાઓ

(1) ઈરફાન ખાનનો અભિનય 

(2) ફિલ્મનું લેખન 

(3) સિનેમેટોગ્રાફી (જય ઓઝા)

ફિલ્મમાં નકારાત્મક મુદ્દાઓ:

(1) નિર્દેશન 

(2) એડીટીંગ 

(3) સ્લો સ્ટોરીલાઈન (બીજા અંતરાલમાં)

(4) સંગીત 

સારાંશ:

        ‘બ્લેકમેલફિલ્મમાં થ્રિલર, કોમેડી, એક્શન તથા ડ્રામા બધું છે જે દર્શકોને મનોરંજન પૂરું પાડે છે. ઈરફાન ખાનના પ્રસંશકો માટે ફિલ્મ એક વાર તો જોવા લાયક છે. બેશકપણે ફિલ્મની સ્ટોરીની રજૂઆત કરવામાં નિર્દેશક થાપ ખાઈ ગયા છે પરંતુ એક અલગ જોનર( બ્લેક કોમેડી) સાથેની ફિલ્મ જો વિકેન્ડ ફ્રી હોય તો બેસ્ટ વિકલ્પ છે.

 

By Vrunda Buch

[email protected]