સ્ત્રીને શક્તિ કહેવાય છે,

સ્ત્રીને સંસ્કાર આપનારી ગણાવાય છે,

સ્ત્રીને પરિવારનો સ્તંભ કહેવાય છે,

તો પછી સ્ત્રીને માસિક વખતે અછૂત કેમ ગણાય છે?

 

માસિક વાસ્તવિકતા છે,

માસિક સ્ત્રીની જરૂરિયાત છે,

માસિક સ્ત્રી માટે વરદાન છે,

માસિક એના સ્ત્રી હોવાનું પ્રમાણ છે.

 

કેમ જૂની પરંપરાની શૈલી હજુ પણ પહેરાય છે?

કેમ આજે પણ સ્ત્રીને માસિક વખતે મંદિર જતા રોકાય છે?

કેમ એનો અન્નપૂર્ણાનો હક માસિક વખતે છિનવાય છે?

કેમ એને એક ઓરડીમાં બંધ રખાય છે?

 

સ્ત્રીને માસિક વખતે જરૂર છે પરિવારની,

સ્ત્રીને માસિક વખતે જરૂર છે ખાનપાનની,

સ્ત્રીને માસિક વખતે જરૂર છે વહાલની,

સ્ત્રીને માસિક વખતે જરૂર છે પેડ્સની.

 

ભગવાનથી મળેલી ભેટમાં ભગવાનને કેમ મળવું?

પરિવારના પુરુષોની સામે કેમ માસિકની વાત છુપાવું?

જેલમાં પડેલા કેદીની જેમ કેમ માસિક વખતે વર્તવું?

કાપડનો ઉપયોગ કરી કેમ બિમારીનો શિકાર બનવું?

 

માસિક અભિષાપ નથી,

માસિક કોઈ બિમારી નથી,

માસિકમાં કંઈ અછૂત નથી,

માસિક કંઈ છુપાવા જેવું નથી.

 

પોતાની વિચારધારાને હવે આગળ વધારો,

કાપડનો નહીં હવે પેડ્સનો ઉપયોગ કરો,

માસિકને અભિષાપ કરતા વરદાનની જેમ અપનાવો,

માસિકને લઈને ખોટી પરંપરાઓને ટાળો.