વૈશાખની સવાર હતી, સવારના નવ વાગ્યાનો તડકો પણ કોણ જાણે. આજ તીખો હતો. આમ તો રસ્તે પસાર થતી હું રોજ એને જોતી, પોતાના કામમાં તરબોળ રહેતો તોય સ્મિત તો કરતો મારી સામે, પણ આજે એનું સ્મિત કયાંક મિલો  દૂર ખોવાઇ ગયેલુ મને લાગ્યું. હા, આજ રાજના ચહેરા પર સ્મિતનો અભાવ મને થોડો ખચક્યો છે. આમ તો હું ભરપૂર નાસ્તો કરી નીકળી હતી ઘરેથી પણ એના સ્મિતના અભાવે મને તયાં રોકી રાખી. હું એની પાસે ગઇ અને બે આલુ પરોઠા પેક કરવાનું કહ્યું.

દસ વર્ષનો માસુમ છોકરો જેનુ નામ રાજ. બદામી આંખો જાણે એવી ચમકે એની કે પ્રકાશની પણ જરુર પડે, કપડાં એના જાણે ઘણાં દિવસથી ધોયેલા હોય એવા મેલાં બટર અને તેલથી ભરપુર અને લોટ ચોટ્યો હોય એવા થોડા ઘણાં સફેદ.

મારા મનમાં વિચારોનું મનોમંથન ચાલતું હતું. સવાલો પુષ્કળ હતા મારી પાસે, કેમની પુછુ સમજાતું હતું. મારે પુછવુ હતું કેઆટલી ગરમીમાં તે ચંપલ કેમ નથી પહેર્યા.” મારે પુછવું હતું કે, “તારુ રોજનું સ્મિત કરવું મારો દિવસ સારો બનાવે છે કયાં આજ ખોવાઈ ગયું છે?” કયાં ખોવાઈ ગયું છે મને કહે હું જરૂર થી પાછી લાવવા માં મદદ કરીશ”.

હજારો સવાલોમાં અટવાયેલી હું દસેક મિનિટ પછી થોડી હિંમત ભેગી કરી પુછ્યું, “ રાજ, આજ તું હસ્યો નહીં  મારી સામે કેમ?”

રાજ હસ્યો પણ થોડું એની ફિક્કી સ્માઈલ જાણે ઓળખતી હોઊ ને! જી, હા રોજની અને  આજની સ્માઈલમાં કંઈક ફરક હતો અને મારે ફરકનું કારણ પુછવું હતું.

સાડા નવ વાગ્યા થવા આવ્યા હતા, મારે ઓનલાઈન કલાસ ભરવાનો હતો તો પણ મેં ટાઈમની પરવા કયૉ વગર એને કહ્યુંરાજ આજ પાસૅલ ના કરીશ, હું અહીંયા ખાઈ લઈશ, એને આલુ પરાઠામાં ભરપૂર બટર નાખતા જવાબ આપ્યો, “હા, દીદી બસ બે મિનિટ હું ખુરશી ગોઠવુ છું, આલુ પરાઠા હવે રેડી થવામાં છે”, મેં સ્મિત કરીને કહ્યું અરે, કાંઈ વાંધો નથી તું આરામથી બનાવ હું તો અહીં ઊભા ઊભા પણ ખાઈ લઈશ. આલુ પરાઠાને તવા પરથી ડીશમાં લઇ મને આપ્યું. ખુરશી આપીને મારી બાજુમાં ઊભો રહ્યો અને કહ્યુંદીદી કંઈ વધારે જોઈએ તો કહેજો.” અને હવે હું મારા સવાલોને રોકી શક્તી હતી, તો પૂછી લીધું એને ફરી મેંરાજ આજ કેમ તારા ચહેરા પર સ્મિત નથી? કંઈ થયું હોય તો કહેજે, એણે જરાય ખચકાયા વગર મને કીધું, “આજ મેં મારા બે મિત્રો રમેશ અને જીગરનેસવારથી નથી જોયા તો હું જરા એમને યાદ કરતો હતો

હા, એના બે મિત્રો રમેશ અને જીગર જે રસ્તેથી પસાર થતાં હતાં. જીગર પાચમા ધોરણમાં ભણે છે પણ કોરોનાના કાળા કહેર બાળકોને ઓનલાઇન ભણવા મજબૂર કયૉ છે. તો જીગર એની મમ્મી સાથે રોજ  એક ઓફિસમાં સાફસફાઈ કરવા જતો હતો. જીગરને પણ કામ કરવું ગમે તો રોજ મમ્મી સાથે સવારે રસ્તેથી પસાર થતો અને રાજને મળતો અને સ્માઈલ કરતો.

હું હજુ પણ આલુ પરાઠા ખાતી હતી અને હજુ વિચારમાં હતી. એણે કહ્યુંહું જરા મારા મિત્રોને યાદ કરતો હતો, એના ચેહરાના હાવભાવથી મેં અંદાજ લગાવ્યો કે એના મિત્રોને કેટલું યાદ કરતો હશે.

રમેશ તો વહેલી સવારે આઠ વાગ્યે  એના ટયુશન જવા નીકળે. છઠ્ઠામાં ભણતો રમેશ બે ચોપડી હાથમાં ખેલતો કૂદતો અહીંથી પસાર થતો ને રાજને મળતો અને એની સાથે વાત કરતો હતો. રમેશની એવી તે નાની નાની આંખો જાણે નોર્થ ઈસ્ટથી આવ્યો હોય! રમેશ એની એક ચોપડી રાજને આપતો અને એક ટયુશન સાથે લઈ જતો. આવી હસવાખેલવાની ઉંમર માં રાજ આલુ પરાઠાની લારી ચલાવે છે, ચોપડી વાચતો ને ખુશ રહેતો પોતાની દુનિયામાં.

મારા આલુ પરાઠા હવે પુરા થવા આવ્યા હતા. અને મેં એને ફરી સવાલ કર્યોરાજ રોજ તું કેમ આવે છે આટલી વહેલી સવારે?? એને મારી આંખો માં જોયા વગર જવાબ આપ્યો,”પપ્પાનું કોરોનામાં અવસાન થયું છે, મમ્મી બિમાર છે તો હું આવું છું, એની આંખોમાં ઝળહળીયા જોઈને મેં મારી પાણીની બોટલ ખોલીને એને પાણી આપ્યું. મારી આંખોમાં પણ પાણી આવી ગયું હતું. અને હું મારા માસ્કથી લુછવાનો પયત્ન કરતી હતી, એને પાણી પીધું મનેથેન્ક્સકહ્યું ને હું મારી બોટલ લઈ ચાલતી થઈ.