ગુજરાતી ફિલ્મ જગતનો એક એવો સમય હતો જયારે માણસો ફિલ્મની ટીકીટ લેવા માટે પડાપડી કરતા હતા. સમયમાં કેટલાય અભિનેતાઓ આવ્યા પણ મહાનાયક તો અમુકબની શક્યા જેમકે નરેશ કનોડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, અસરાની વગેરે વગેરે. પણ આપણને ખબર છે કે એક ફિલ્મને સફળ બનાવવા માટે તેમાં એક અભિનેતા અને એક અભિનેત્રી બંનેની જરૂર પડે છે. અભિનેતાઓની જેમ અભિનેત્રીઓ પણ ફિલ્મની શોભા વધારવામાં સરખો ભાગ ભજવે છે. તો આજે આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક એવા મહનાયિકા, “સ્નેહલતાની વાત કરીશું. જેમણે ખાલી ગુજરાતી જ નહીં રંતુ હિન્દી અને મરાઠી ફિલ્મ જગતમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

તેમનો જન્મ મુંબઈ મહારાષ્ટ્રના એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. તેમના પિતાને પહેલેથી મરાઠી રંગભૂમિમાં ખુબ રુચિ હતી. તેઓ મરાઠી રંગભૂમિના બહુ મોટા ચાહક હતા. તેમની ચાહનાને લીધે સ્નેહલતાને બાળપણથી ફિલ્મ જગતમાં કારકિર્દી બનાવવાની પ્રેરણા મળતી હતી

હતી તેમના બાળપણની વાત હવે વાત કરીએ તેમની કારકિર્દી વિશે. આપણને સહુને ખબર છે કે મુંબઈફિલ્મ જગત માટે બહુ લાભદાયક શહેર છે. સ્નેહલતાએ તેમની કારકિર્દીની શરૂઆત મરાઠી ફિલ્મ જગતથી કરી હતી. તેમણે, “આજ જાલે મુક્ત મીનામની મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. મરાઠી ફિલ્મ કર્યા બાદ તેમણે ઘણી બધી હિન્દી ફિલ્મોમાં પણ  નાનાંમોટાં રોલ કરેલા છે. હિન્દી ફિલ્મ જેમ કે,

 • જોગી (૧૯૭૦)
 • જય હનુમાન (૧૯૭૩)
 • અર્ચના (૧૯૭૪)
 • નાટક (૧૯૭૫)

હિન્દી ફિલ્મોમાં કર્યા બાદ તેઓ ગુજરાત આવી ગયા હતા.

         વાત કરીએ તેમના ગુજરાતી ફિલ્મ જગતની કારકિર્દી વિશે તો ગુજરાતી ફિલ્મ જગતમાં ૭૦ ના દાયકામાં ઉપેન્દ્ર ત્રિવેદી અને ૮૦ ના દાયકામાં  નરેશ કનોડિયા સાથે તેમની જોડી એવી જામી કે ૧૦માંથી ફિલ્મો તો એકદમ હીટ હતી. ૭૦ ના દાયકામાં સ્નેહલતા અને ઉપેન્દ્ર ત્રિવેદીની કેમેસ્ટ્રી એવી જામતી કે તેમના નામ સાંભળીને લોકો થીએટર માં ઉત્સાહિત થઈ જતાં. તેમની જોડીના પ્રખ્યાત થયેલા ફિલ્મો જેમકે,

 • રાનવઘણ
 • રાજા ભરથરી
 • હરિશ્ચંદ્ર તારામતી
 • શીતલને કાંઠે
 • વીર મંગડાવાળો
 • હલામણ જેઠવો
 • ધરતીના અમી
 • હોથલ પદમણી
 • ભાદર તારા વહેતા પાણી

     ૮૦ના દાયકામાં ગુજરાતી ફિલ્મ જગતના મહાનાયક નરેશ કનોડિયા સાથે પણ તેમણે ઘણી ફિલ્મો કરી. જોડી ની પ્રચલિત ફિલ્મો જેમકે,

 • ઢોલા મારું
 • ઢોલી
 • તોડલે બેઠો મોર
 • મોતી વેરાણા ચોકમાં 
 • હીરાને કાંઠે

 

       છેલ્લા ઘણા બધા વર્ષોથી સ્નેહલતા ગુજરાતી ફિલ્મ જગતમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેમની વર્તમાનની વાત કરીએ તો હાલ તેઓ મુંબઈ પેડર રોડ ખાતે તેમના પરિવાર સાથે રહે છે. તેઓ હવે જાહેર જીવનમાંથી સાવ ગાયબ થઈ ગયા છે. એક સમયે કેમેરાની સામે રહેનારી આપણી અભિનેત્રી હવે કેમેરાની  સામે આવવા પણ રાજી નથી. તેઓના રે રોલ માટે નિર્દેશકોને ફોન કરવાની સખત મનાઈ છે. તેઓ તેમના પરિવારને પણ જાહેર જીવનથી દૂર રાખવાનું   પસંદ કરે છે. તેમની દીકરી ઇન્દિરા એક ડોક્ટર છે

     થોડા સમય પહેલા વઢવાણ ખાતે તેમના ફૅમિલી ફ્રેન્ડના ઘરે પ્રસંગમાં તેઓ મહેમાન તરીકે આવ્યા હતા. ત્યાં તેમની સાથે તેમના દીકરી ઇન્દિરા પણ તી. એક સમયના એકદમ પ્રચલિત અભિનેત્રી હવે ઓળખાઈ નહિ એવા થઈ ગયા છે. તો કોઈના હાથમાં નથી ઉમર તેનું કામ કરતી હોય છે

        ખરેખર તેમની  આજે ગૂગલ પર પણ તેમના વિશે બહુ ઓછી માહિતીઓ મળે છે. સ્નેહલતાજીના જીવનમાંથી આજકાલના બધા આવનારા અભિનેતાઓએ ફિલ્મ જગતનું એક કડવું સત્ય સ્વીકારવું જોઈએ જે છે કે આપણે ગમે એટલી મેહનત કરીએ ગમે એટલી યશકિર્તી મેળવીએ પણ છેવટે તો લોકો આપણને ભૂલી વાના છે.