આપણું મન એટલું ચંચળ છે કે આપણે ગમે ત્યાં હોઇએ પણ, ફક્ત એક વિચારથી ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે. વર્તમાન સ્થિતિમાં ફરવા જવું તો અનુકૂળ નથી, રંતુ આ શ્રેણી સાથે હું મારા પ્રવાસની વાતોને વાગોળી તમારા મનને જરૂર પ્રવાસ પર લઈ જઈશ. આમ તો મને પર્વત કરતા દરિયો વધારે ગમે છે, પરંતુ જો વાત આપણા દેશમાં ફરવાની કરવી હોય તો પર્વત જ પહેલા આવે. તો તૈયાર થઈ જાવ સિક્કિમની સફર માણવા ને પેકિંગમાં ગરમ કપડાં મૂકી દીધા છે ને ?

મારા પરિવારમાં અમને કોઈને પણ ટૂર એન્ડ ટ્રાવેલ્સમા જવું નથી ગમતું. કારણ ફક્ત એક જ છે, એમાં આપણે આપણી રીતે ફરી નથી શકતા. ટૂર વાળા કે ત્યાં જ રોકાણ કરવું પડે ને પાછું આપણને કોઈ સ્થળ ગમ્યું હોય ત્યાં રોકાવાનું થાય નહીં. જોકે એની પણ અલગ મજા છે ક્યાં જવું છે, ક્યાં રહેવાનું, શું ખાવાનું? આ દરેક ચિંતા આપણે સંચાલક પણ મૂકી ને શાંતિથી ફરવાનું પણ એ અમારા માટે ન હતું. દરેક વખતની જેમ અમે અમારા આત્મનિર્ભર પ્રવાસ માટે તૈયાર હતા.

શુક્રવારે રાત્રીના ૯:૧૦ વાગ્યા હતા, ત્યાં જ ટ્રેનની સીટી કાને રણકી ને જોયું તો ટ્રેન પ્લૅટફૉર્મ પર આવી ગઈ. એક વર્ષથી જોયેલી રાહ હવે પૂરી થતી જોઈને એક અલગ જ ઉત્સાહ આવી ગયો હતો.૯:૪૦ એ  અમારી ગુવાહાટી એક્સ્પ્રેસ કાળુપુર સ્ટેશનથી ઊપડી. રસ્તો બે દિવસનો હોવાથી અમે અગાઉથી જ બે કટકા માં ટિકિટ કરાવી હતી. અમારી પહેલી ટિકિટ વારાણસી સુધીની હતી. દોઢ દિવસ પછી રવિવારે સવારે ૫:૪૦ એ અમે વારાણસી પહોંચી ગયા. 

આમ તો વારાણસી ક્યારે પણ આવવાનું બનતું ન હતું. એટલે જ સફરની શરૂઆત કાશી-વિશ્વનાથના આશીર્વાદ સાથે કરવી હતી. વારાણસી ફક્ત એક જ દિવસનું રોકાણ હોવાથી ઝડપથી રૂમ પર જઇને તૈયાર થઈ ગયા. જોકે થાક બહુ જ હતો. રૂમની બહાર નીકળતા જ મંદિર સુધીની રિક્ષા મળી ગઈ હતી. અમારા નસીબ પણ સારા હતા કે બહુ ભીડ ના મળી અમને દર્શન પણ ખૂબ જ સુંદર થી થઇ યા. થોડી વાર મંદિરના પ્રાંગણમાં બેસીને અલગ જ શાંતિ મળી હતી. કાશી-વિશ્વનાથ મંદિરની આજુ બાજુ પણ ઘણા મંદિર હતા એના પણ દર્શન કર્યા. સાંજે ફરી મંદિર સંધ્યા આરતીના દર્શન કરી અમે રૂમમાં પરત ફર્યા. બીજે દિવસે સવારે જલપાઈગુડીની અમારી ટ્રેન હોવાથી વહેલા સુવાનું પણ હતું.    

પરીક્ષામાં વહેલા ઊઠવું સહેજ પણ નહોતું ગમતું પણ ફરવા માટે સવારના ૪ વાગે ઊઠીને સૌની પહેલા બેસી ગઈ હતી. ૫ વાગે અમે સ્ટેશન માટે નીકળી ગયા હતા. ૫:૩૦ આ સ્ટેશન પહોંચવાની સાથે જ ઝડપથી પ્લૅટફૉર્મ પર પહોચ્ચાં અમારી ટ્રેન ૬.૦૦ વાગે આવીને ૬:૦૫ ઊપડી ગઈ. બસ ૧ દિવસ પછી સિક્કિમના પર્વતો પર ફરવા મળવાનું છે આ વિચારથી જ ટ્રેન નો એક દિવસ ક્યાં પૂરો થઈ ગયો ખબર જ ના પડી. સવારના ૪:૩૦ના ધુમ્મસમાં ટ્રેન જલપાઈગુડી સ્ટેશન પર પહોંચી. આમ તો બહારની ઠંડીનો એસી ડબ્બામાં ખ્યાલ નહોતો આવ્યો, પણ સ્ટેશન પર પગ નીચે મૂક્યો ત્યાં જ ખબર પડી ગઈ હતી કે ગરમ કપડાં તો પહેરી જ લેવા પડશે. સિક્કિમ સુધી કોઈ ટ્રેન માર્ગ ન હોવાથી બાકીના રસ્તા માટે ત્યાં સ્ટેશન બહારથી જ ટૅક્સી મળી ગઈ હતી. જ્યારે કોઈ જગ્યા પર પહોંચવા જ આવો ત્યારે મન કેવું ચંચળ બની જતું હોય છે. એ અનુભવ્યું હતું મે ત્યારે, લગભગ સાડા ચાર કલાક પછી  ડેઓરલી પહોચ્ચાં.

ત્યાં ચેકિંગ પછી જલપાઈગુડીની ટેક્સીએ અમને ડેઓરલી પાર્કિંગમાં ઉતારી દીધા. કારણ કે સિક્કિમની અંદર કોઈ પણ બીજા રાજ્યની ટૅક્સી ને પરવાનગી નથી મળતી. ત્યાંથી ગંગટોક (સિક્કિમની રાજધાની)અમારી હોટેલ સુધીની બીજી ટૅક્સી મળી ગઈ હતી. ૩૫ મિનિટમાં અમે હોટેલ પહોંચી ગયા. જ્યારે રૂમમાં પહોંચી ને રૂમ હીટરની હુફમાં હાથના મોજાં કાઢવાની હિમ્મત આવી. બધા જ ખૂબ થાકેલા હતા પણ દરેક દિવસ મહત્વનો હતો, નક્કી કર્યું કે આજે એમ.જી.રોડની પ્રખ્યાત માર્કેટમાં ફરીએ. અમારી હોટેલ થી ૧૦ મિનિટ ચાલવાની સાથે જ અમે પહોંચી ગયા. હિલ સ્ટેશનમાં બધી જ દુકાનો પણ જલ્દી બંધ થઈ જતી હોય છે. એમ. જી .રોડ પર રાત્રે ૯ વાગે બધુ જ બંધ થઈ જાય છે. મેં જેટલું પણ જોયું ત્યાં એ તેના ઓરિજનલ કિમત કરતા થોડું મોંઘું હતું કારણ કે ત્યાંની વસ્તુઓ તેમણે બહારથી મંગાવી પડતી હોય છે. સિક્કિમ આવોને મોમો ન ખાએવું તો કઈ રીતે બને ! તો મોમોઅને તેની અનોખી ચટણીની મહેફિલ માણીને અમે રૂમ પર પરત ફર્યા. 

આજે એક જ દિવસમાં એટલો તો ખ્યાલ આવી ગયો હતો કે સિક્કિમ જેટલું ચોખ્ખું ને ચુસ્ત નિયમનું પાલન કરનારું રાજ્ય ભારતમાં બીજું કોઈ જ નથી. અહીં  ફૂટપાટનો ઉપયોગ ફક્ત લોકોને ચાલવા માટે જ થાય છે. રોડ પર કોઈ પણ માણસ ચાલતું ના દેખાઈ.  બધી જ વસ્તુ ખૂબ જ શિસ્તબંધ હતી.

બીજા દિવસે નાસ્તો કરીને અમે નોર્થ(ઉત્તર) સિક્કિમ(લાચુંગ અને લાચેન ટૂર) જવા નીકળી ગયા હતા. સવારે ૧૧.૦૦ વાગે નીકળીને સાંજે ૬.૦૦ વાગે અમે ચ્ંગ્થંગ પહોંચી ગયા હતા, ત્યાં ચા અને મોમોઝનો નાસ્તો કર્યો. આગળના બે રસ્તા માંથી અમે પહેલા લાચેન અને પછી લાચુંગ જવાનું નક્કી કર્યું. સાંજના ૭:૩૦ વાગે અમે લાચેન પહોંચ્યા, ત્યારે ટેમ્પરેચર -૧૦ ડિગ્રી હતું. 

 

નોંધ: 

૧) અમદાવાદ થી બાગડોગરા ની ફ્લાઇટ થી પણ સિલિગુડી/જલપાઈગુડી  જઈ શકાય છે. 

૨) જલપાઈગુડી સ્ટેશન બહારથી પ્રાઇવેટ કાર ના ૧૫૦૦ થી ૪૦૦૦ અને શેર જીપમાં ૨૦૦ પ્રતિ વ્યક્તિ રૂપિયા કિંમત હતી (૨૦૧૭ પ્રમાણે).

૨) નોર્થ(ઉત્તર) સિક્કિમ ટૂર ખૂબ જ થાક લાગી શકે એમ છે .૧૭,૧૦૦ ફૂટની ઊંચાઇ ઉપર જવા માટે જો તમારી સાથે કોઈ ઉમર લાયક વ્યક્તિ કે જેમને શ્વાસની તકલીફ હોય તો ત્યાં લઈ જવાનું ટાળજો. 

 

(વધુ આવતા અંકમાં)