ભારતમાં લગભગ મોટા ભાગના લોકોને કામ કર્યા પછી પોતાના મનોરંજન માટે કંઇક ને કંઇક જોઈતું હોઈ છે. લોકો પાસે પેહલાના સમયમાં મનોરંજનના હું સાધનો ન હતા. ત્યારે લોકો રેડિયોનો ઉપયોગ કરતાં. એક ગામડા વચ્ચે એક રેડિયો હોઈ અને બધા ચોકમાં સાથે બેસીને સાંભળે. પછી ધીરે ધીરે લોકો પડદા લગાવીને આખું ગામડું મળીને ફિલ્મો જોતા. ત્યારે સમયમાં ગુજરાતી ફિલ્મ જગતમાં ઘણા બધા મહાનાયક/મહનાઈકાઓ હતા જેમકે નરેશ કનોડિયા, અસરાની, સ્નેહલતા. જ્યારે લોકોનો જમાનો ગયો ત્યારે લોકોને ગુજરાતી ફિલ્મ જગતમાંથી પણ રસ ઊડી ગયો હતો. પછી વર્ષો વીતી ગયા ને સમય આવ્યો અર્બન ગુજરાતી ફિલ્મ જગતનો

 

ગુજરાતી ફિલ્મ જગતની ઉત્ક્રાંતિમાં, “છેલ્લો દિવસ” ફિલ્મનો બહુ મોટો હાથ રહ્યો છે. એ ફિલ્મ જોઈને ગુજરાતના યુવાનોમાં ફરી ગુજરાતી ફિલ્મો જોવાનો ઉત્સાહ જાગી ગયો. અર્બન ફિલ્મ જગતમાં બંને અભિનેતાઓ અને અભિનેત્રીઓ સરખી માત્રામાં રાજ કરી રહ્યા છે. કોમેડી, રોમેન્ટિક, કરુણ આવી અવનવી શ્રેણીઓમાં અર્બન ગુજરાતી ફિલ્મો બંને છે. આજે આપણે અર્બન ગુજરાતી ફિલ્મ જગતની એક એવી અભિનેત્રીની વાત કરશું જેણે તેના અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે અને અભિનેત્રી છે દીક્ષા જોષી.

 

દીક્ષા જોષીનો જન્મ ઉત્તર પ્રદશ જિલ્લાના લખનઉ શેહર માં ડિસેમ્બર, ૧૯૯૨ ના રોજ થયો હતો. તેમની માતાનું નામ રશ્મિ જોષી અને પિતાનું નામ હેમ જોષી છે. તેમને પોતાનો શાળાનો અભ્યાસ એકલવ્ય સ્કૂલ, અમદાવાદમાં કરેલો છે અને અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં કરેલો છે.

 

દીક્ષા જોષી એક ગુજરાતી સિનેમાની અદાકારા છે અને તેને પોતાની અદાકારીની શરૂઆત વર્ષ ૨૦૧૭માં ફિલ્મ, “શુભારંભદ્વારા કરેલી. તે ફિલ્મનું દિગ્દર્શન અમિત બારોટ કરેલું. તે વર્ષમાં તેની બીજી બે ફિલ્મો જેમ કેકરસનદાસપે એન્ડ યુઝ” અનેકલરબાઝરિલીઝ થઇ. “કરસનદાસપે એન્ડ યુઝને આપણે દીક્ષા જોષીની પ્રથમ સફળ ફિલ્મ કહી શકાય. તે ફિલ્મ માટે તેને ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ અભનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ દીક્ષા જોષી ૨૦૧૮માં શરતો લાગુ ફિલ્મ દ્વારા મલ્હાર ઠાકર સાથે જોડી જમાવી અને ફિલ્મ ને પણ ખૂબ પ્રેમ મળ્યો હતો. શરતો લાગુ ફિલ્મમાં દીક્ષાના પાત્રને GIFA “શ્રેષ્ઠ અભનેત્રીનોએવોર્ડ મળ્યો હતો. ફિલ્મ દ્વારા તેની અદાકારીને ખૂબ પ્રશંસા મળી હતી.

 

શરતો લાગુ બાદ ૨૦૧૯માં દીક્ષા જોષીએધુણકીનામની ફિલ્મમાં પ્રતિક ગાંધી સાથે કામ કર્યું હતું અને ફિલ્મ પણ તેની સફળ ફિલ્મો માંથી એક છે. ફિલ્મનું દિગ્દર્શન અનિશ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ માટે દીક્ષા જોષીને “Critics choice film award” માં શ્રેષ્ઠ અભનેત્રી (ગુજરાતી)નો એવોર્ડ મળ્યો હતો. છેલ્લે વર્ષ ૨૦૨૦માં દીક્ષા જોષીની ફિલ્મલવની લવ સ્ટોરીઝરિલીઝ થઇ જેમાં તેણે પ્રતિક ગાંધી સાથે કામ કર્યું અને ફિલ્મનું દિગ્દર્શન દુર્ગેશ તન્ના દ્વારા કરવામાં આવ્યું છે.

 

આગામી વર્ષમાં દીક્ષા જોષીજયેશ ભાઈ જોરદારનામની ફિલ્મ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કરવાની છે જેમાં તે રણવીર સિંહ સાથે જોવા મળશે અને ફિલ્મનું દિગ્દર્શન દિવ્યાંગ ઠક્કર દ્વારા કરવામાં આવશે.

આજકાલ લોકો એવું માનીને હાર માની લેતા હોય છે કે કોઈ માણસે MBA કર્યું હોય તો એને આગળ જીવનમાં એને લગતું કામ કરવું પડશે, પણ એવું નથી, આપણા મનમાં એક દ્રઢ નિશ્ચય હોય તો આપડે જે ધારીએ તે  શ્રેણીમાં આગળ વધી શકીએ છીએ. અને આપણને દીક્ષા જોષીના જીવન પરથી વાત શીખવા મળે છે.