આપણે કાળા આકાશમાં ટમટમતા સફેદ તારલાઓ જોયા છે પરંતુ એક વ્યક્તિત્વ એવું હતું જે આ બધામાં પોતાની દુનિયા જ જોઈ અને બધાને ખરી દુનિયા દેખાડી પણ ગયા તેમનું નામ વિજ્ઞાન જગતમાં સુવર્ણ અક્ષરે લખાશે તે છે મહાન ખગોળ વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગ. સ્ટીફન હૉકિંગ આપણી રહ્યા નથી ત્યારે દુનિયાની IQ ઓછી થઈ ગઈ હોય તેવું જણાય છે. વિજ્ઞાન પ્રત્યે મહારત મેળવનાર વ્યક્તિને ગુમાવવાનું દુઃખ આજ પૂરી દુનિયાને છે. કારણ કે દુનિયાએ એક મહાન સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી, કોસ્મોલોજિસ્ટ વૈજ્ઞાનિક ગુમાવ્યો છે. તેમણે બ્રહ્માંડને જ પોતાની દુનિયા બનાવી દીધી હતી, બધી વાતોમાં તેઓ બ્રહ્માંડને જ જોડી આપતા હતા, તેમના વિચારોમાં જ બ્રહ્માંડ વસતું હતું એવું કહેવું અતિશયોક્તિ નથી એવું જણાય છે. તેમના જીવનની શરૂઆત અને અંત એક ચમત્કારથી થયા તેવું માની શકાય કારણ કે સ્ટીફન્સના જન્મદિવસની તારીખે જ મહાન ખગોળશાસ્ત્રી ગેલેલીયોનું અવસાન થયું હતુ અને આલ્બર્ટ આઇન્સ્ટાઇનના જન્મદિવસની તારીખે જ સ્ટીફન્સનું મૃત્યુ થયું હતું.

દિવસ-રાત પોતાને તારાઓ અને બ્રહ્માંડની સુંદરતા સાથે એટલું જોડાણ અનુભવતા જાણે કોઈ માછલીનું નીર સાથે હોય છે. સ્ટીફન્સ યુવાનીના સાધારણ જીવનમાં હર સમય, હર ક્ષણ, હર પળ બ્રહ્માંડના વિચારો જ કરતા રહેતા હતા. યુવાનીના સમયમાં તેઓ સામાન્ય સ્થિતિમાં જ હતા પરંતુ 23 વર્ષની નાની ઉંમરે તેમને MOTOR NEURONE  DISEASE નામની એક ભયાનક બિમારીએ ઘેરી લીધા અને તેમના સામાન્ય જીવનને અસ્ત-વ્યસ્ત કરી નાખ્યું. પરંતુ કહેવાય છે ને કે “માણસ તનથી નબળું થઇ શકે છે પરંતુ મનથી નહીં” એમ હૉકિંગને તે બીમારી શરીરને જ નબળું કરી શકી પરંતુ તેમની મનોસ્થિતિને નબળું કરી શકી નહોતી, માનો તેમના ઈચ્છાશક્તિઓને જાણે મૃત્યુંજય મળેલું હતું. હૉકિંગ બાળપણથી જ ખુબ તેજસ્વી હતા તેમના કોલેજના સમયમાં તેમના મિત્રો તેમને “આઇન્સ્ટાઇન” કહીને સંબોધતા હતા. કોઈને તેમના મૃત્યુના સમાચાર મળે તો તેમના પર કેવી ગુજરે? જયારે પહેલી વાર હૉકિંગને અશક્તિ આવી હતી અને તેઓ ઢળી પડ્યા હતા ત્યારે તેમને ડોક્ટરની પાસે લઇ જવાયા હતા; ત્યારે હૉકિંગને પોતાની બિમારી વિશે ખબર પડી હતી. ડોક્ટરએ તેમને સમાચાર આપ્યા હતા કે તેમની બિમારી એવી છે જેમાં તેઓ 2 વર્ષથી વધારે નહીં જીવી શકે, ધીમે ધીમે તેમના મગજની કોશિકાઓ તેમના શરીરના માંસપેશીઓને આદેશ આપવાનું બંધ કરી દેશે અને શ્વાસનળી દબાતા તેમની મૃત્યુ થાય જશે. પરંતુ પોતાની બીમારીને પણ તેમણે વરદાન સ્વરૂપે સ્વીકાર્યું હતું. આ સમએ તેમની ઉંમર માત્ર 23 વર્ષ જ હતી અને તેઓ પોતાના Ph.D ડીગ્રી માટે થેસીસના વિષયની શોધમાં હતા. અંતે તેમને શિક્ષક મળે છે અને પોતાના જીવનની કપરી પરિસ્થિતિઓથી લડી તેઓ ખુબ મહેનત કરી પોતાની Ph.D ડીગ્રી PROPERTIES OF EXPANDING UNIVERSE પર સંપૂર્ણ કરે છે. આ કામ તેમણે એવી પરિસ્થિતિમાં કર્યું હતું જયારે તેમના હાથ-પગ વગેરે અંગો ધીરે-ધીરે કામ કરવાનું બંધ કરવા લાગ્યા હતા. એક સમાન્ય પેન પકડવા માટે પણ તેમને બંને હાથનો ઉપયોગ કરવો પડતો હતો કારણ કે મગજ પેન ઉપાડવાના સંદેશાઓ તો શરીરને આપી શકતુ હતું પરંતુ ન્યુરોન નબળી પડી જવાના કારણે સંદેશાઓ સ્નાયુ સુધી પહોંચી શકતા નહોતા. આવી વસમી પરિસ્થિતિઓમાં પણ તેઓ પુસ્તકો અને વિજ્ઞાનથી ઘેરાયેલા રહેતા હતા. કોઈ સામાન્ય વ્યક્તિ હાર મણિ જ જાય પરંતુ સ્ટીફન્સે આવી પરિસ્થિતિમાં પણ હાર માની ન હતી.

માતા-પિતા હૉકિંગ માટે ખુબ ચિંતિત રહેતા હતા પરંતુ બિમારી જ એવી હતી કે તેઓ પ્રાર્થના સિવાય અન્ય કંઈ પણ કરી શકે તેમ નહોતા. પિતા તેમના પુત્રની(સ્ટીફન્સની) થેસીસ પૂરી થઈ શકે એ માટે તેમના શિક્ષકને પણ આજીજી કરવા પહોંચી ગયા હતા કે મારો પુત્ર હવે થોડા દિવસનો જ મહેમાન છે, આથી બને શકે તો તમે(સ્ટીફન્સના સાહેબ) સ્ટીફન્સને થેસીસ માટે કોઈ સરળ વિષય આપો. આમ કરવું સ્ટીફન્સના સાહેબની નીતિ બહાર હોવાથી તેમણે સ્ટીફન્સના પિતાને મનાઈ કરી હતી. કોઈ માણસને કોઈ કેટલા સમય સુધી મદદ કરી શકે? આ વાત હોંશિયાર સ્ટીફન્સ ભલીભાંતિ જાણતા અને સમજતા હતા આથી તેમણે સ્વયં જ પોતાના માટે ટેકનોલોજીથી સજ્જ બેસવાની ખુરશી બનાવી લીધી હતી.

કહેવાય છે એક સફળ વ્યક્તિની પાછળ હંમેશા એક નારીની ભૂમિકા હોય છે ઠીક તેમજ સ્ટીફન્સના જીવનમાં પણ તેમના પત્નીની ખૂબ આગવી અને મહત્વપૂર્ણ ભૂમિકા હતી. સ્ટીફન્સ જયારે બીમારીથી ગ્રસ્ત થઇ ચુક્યા હતા ત્યારે તેવા આકરા સમયમાં પણ તેમણે સ્ટીફન્સ સાથે લગ્ન કર્યા અને આજીવન ખુબ જ પ્રેમ કરતા રહ્યા. લગ્ન પછી તેમનું હલન-ચલન સંપૂર્ણપણે બંધ થઇ જાય છે પરંતુ આવી વિષમ પરિસ્થિતિ પણ પત્નીના પ્રેમને પડકાર આપી શકતી નથી અને પત્નીનો પ્રેમ નિરંતર મળતો જ રહે છે. તેમના કહેવા પ્રમાણે પત્ની સાથે પણ સંવાદથી વધારે સાયન્સની વાતો થતી હતી. અંદરની વાત કરીએ તો સ્ટીફન્સે પોતાની બીમારીની તકલીફ વિશે અને તેમના પત્ની સાથેના સંબંધો વિશે બહુ જ ઓછી વાતો વ્યક્ત કરી છે. પત્નીના મદદથી તેઓ ત્રણ બાળકોના પિતા બન્યા હતા જેમકે બાળકોનો જન્મ કેમ થયો છે તે અંદરની વાતો તેમણે અને તેમની પત્નીએ એક ગોપનીય બાબત રાખી છે. સ્ટીફન્સએ આ વિષય પર ક્યારેય પણ ચર્ચા નથી કરી.

સ્ટીફન્સએ પોતાની થીયરી જીવનમાં ઘટેલા એક પ્રસંગની મદદથી ઉકેલી હતી. સાયન્સ પ્રમાણે બ્રહ્માંડના નષ્ટ થયા પછી બધું સમાપ્ત થઇ જાય છે પરંતુ જયારે સ્ટીફન્સ અને તેમના સાહેબ એક વાર સંગીત સંભાળતા હતા ત્યારે અચાનક અવાજ બંધ થઇ જાય છે. અવાજ બંધ થયા પછી પણ ઘડિયાળના કાંટાનો અવાજ આવતો હોય છે આથી તેમને સમજાય છે કે બ્રહ્માંડનો અંત ભલે થઇ જાય પરંતુ અમુક ગતિવિધિ એ બાદ પણ શરુ રહે છે અને સમય પોતાનું કામ કરતો રહે છે.

અંતે તેમણે ડોક્ટરેટ થેસીસનો ફોર્મ્યુલા પોતાના અશક્તિના કારણે ગડબડીયા અક્ષરો સાથે લખી સંપૂર્ણ કરી અને પબ્લિશ કર્યો હતો. આઇન્સ્ટાઇન જે વાત કરતા વળી ગયા હતા એ સ્ટીફન્સે અંતે સાબિત કરી દીધી હતી અને આમ સ્ટીફન્સએ “આઇન્સ્ટાઇનને બ્યુટીફૂલ” બનાવ્યા છે એમ કહી શકાય. ત્યાર બાદ બ્લેકહોલ, હોકિન્સ રેડીયેશન જેવી અનેક નવી થીયરીઓ તેમણે વિજ્ઞાન જગતને આપી હતી. તેમના વિજ્ઞાન પ્રત્યેના સઘળા ફાળાના કારણે તેમને અનેક એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. સ્ટીફન્સએ ઘણી પુસ્તકો પણ લખી છે જેમાંથી  “અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઇમ” અને “થિયરી ઓફ એવરીથિંગ” ખુબ પ્રચલિત થયેલી પુસ્તકો છે. તેમને ત્રણ દાયકા સુધી કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી છે. વિજ્ઞાનજગત સ્ટીફન્સ હૉકિંગના સઘળા ફાળાને અને તેમને હંમેશા યાદ રાખશે.

 

-By Samir Parmar

samirparmar62@gmail.com