મહેકી ઉઠ્યું આંગણું મારું,

થયું આગમન જ્યારે તારું.

પ્રેમ પુષ્પો ખીલ્યા ઉરમાં,

આવી રંગત જીવન બાગમાં.

ચોમેર રેલાયું મધુર સંગીત,

પ્રેમની થઈ વાતો આપણી.

પથરાયા પુષ્પો કેડીએ,

ચાલ્યા ઝાલી હાથ હાથમાં.

મહોરી રાતરાણી સોળેકલાએ,

જ્યારે ફેરવ્યો તેં હાથ વાળમાં.

થયો કોલાહલ ડાળે ડાળે,

વીંટળઈ લતા વ્રુક્ષની બાથમાં.

મહેકી ઉઠ્યું આંગણું મારું,

થયું આગમન જ્યારે તારું.

Pooja Bhatt

[email protected]