“કોમ્યુનીકેશન” માધ્યમ છે એકબીજા સાથે જોડાવવાનું અને આ દુનિયાને જીવંત રાખવાનું. અસરકારક સંવાદ ઘણી સમસ્યાઓનું સમાધાન લાવી શકે છે, પછી એ સંવાદ શબ્દો થકી હોય કે પછી બીજા કોઈ  માધ્યમ દ્વારા. પણ આ અસરકારક સંવાદ કરવો કેવી રીતે, તેની જાણ હોવી જરૂરી છે.અને આવા જ અગત્યના વિષય પર નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ માસ કોમ્યુનીકેશન એન્ડ જર્નાલિઝમના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે “Accendo” નું આયોજન કરવામાં આવે છે. જેમાં કોમ્યુનીકેશનને લગતા મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડી તેના પર ચર્ચા કરવામાં આવે છે તેમજ કોમ્યુનીકેશનને વિવિધ માધ્યમોનો ઉપયોગ કરી વધારે કેવી રીતે બહેતર બનાવી શકાય તેના પર ચર્ચા કરવા મીડિયા ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોને આમંત્રિત કરવામાં આવે છે. “Accendo” મીડિયા સ્ટુડન્ટ અને નિષ્ણાતો વચ્ચે એક સેતુ સમાન કાર્ય કરે છે. જેમાં ચર્ચા ઉપરાંત વિવિધ વર્કશોપનું આયોજન કરવામાં આવે છે, જે મીડિયા સ્ટુડન્ટની કાર્યશૈલીમાં વધારો કરે છે.   

 

“Accendo” ની શરૂઆત ૨૦૧૬માં કરવામાં આવી હતી. આ સફળ શ્રેણીને આગળ વધારતા ૨૦૧૮માં પણ “Accendo 2k18” નું આયોજન NIMCJ માં  કરવામાં આવ્યું છે. “Communicating The Arts” થીમ પર તારીખ 28 માર્ચ ૨૦૧૮ના રોજ આયોજિત અસેન્ડોમાં આ વખતે સાહિત્યનો કોમ્યુનીકેશન સાથે કેવો તાલમેલ છે તેમજ કેવી રીતે બ્રાન્ડ્સ સ્ટોરીઝનો ઉપયોગ કમ્યુનિકેશનમાં કરી માર્કેટમાં વર્ચસ્વ મેળવે છે જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત “8 Second Creativity Test” વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે.            

કોમ્યુનીકેશન ક્ષેત્રના નિષ્ણાતો સાથે વિચાર વિમર્શ કરવાની આ એક અમુલ્ય તક દરેક મીડિયા સ્ટુડન્ટે ઝડપી લેવી જોઈએ.

For Registration Call on : 97 26 09 83 98