અમદાવાદની શોભામાં અભિવૃદ્ધિ કરનારી મેટ્રો હવે શહેરમાં દોડશે અને એ સાથે જ અમદાવાદ મેટ્રો ટ્રેન ધરાવતું દેશનું દસમું શહેર બન્યું. આમ તો  ૨૦૦૫માં જ મેટ્રોનુ કામકાજ શરૂ થઈ ગયું હોત, પરંતુ તત્કાલીન કેન્દ્ર સરકારે રાજનૈતિક કારણોસર મેટ્રો રેલ માટે પરવાનગી નહોતી આપી. આખરે વર્ષોના વિલંબ અને આટલાં ઉતાર-ચઢાવ બાદ અમદાવાદવાસીઓનું મેટ્રો ટ્રેનનું સપનું સાકાર થયું.

૪ માર્ચ, ૨૦૧૯નો દિવસ અમદાવાદીઓ માટે ઐતિહાસિક દિવસ ગણાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૧ના ઈસ્ટ-વેસ્ટ કોરીડોરમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધીનાં ૬.૫ કિલોમીટરનાં રૂટ પર લીલીઝંડી બતાવી મેટ્રો ટ્રેનની શરુઆત કરાવી. સાથે જ પ્રધાનમંત્રીએ વસ્ત્રાલથી નિરાંત ક્રોસ રોડ સ્ટેશન સુધી મેટ્રોની સફર પણ કરી હતી. તેમની સાથે રાજ્યપાલ શ્રી ઓ પી કોહલી, મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ અને કેંદ્રીય રાજ્ય મંત્રી હરદિપસિંહ પણ મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી.

પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં રૂ. ૧૦,૭૭૩ કરોડનો ખર્ચ થયો છે, જેના માટે જાપાને તેની ભંડોળ એજન્સી જે.આઈ.સી.એ. (જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી) દ્વારા ભારત સરકારને રૂ .6,066 કરોડની સોફ્ટ લોન આપી છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંને રૂ. 1,990 કરોડનું યોગદાન આપશે.

શુ હશે મેટ્રો ટ્રેનમા સુવિધાઓ:-

  • અમદાવાદની મેટ્રો વિશ્વની આધુનિક સુવિધા ધરાવતી ટ્રેન
  •  ‘ઓટોમેટિક ફેર કલેક્શન ગેટ’ ધ્વારા ટિકિટ લઈને જ સ્ટેશનમાં પ્રવેશ કરી શકાશે
  • ટિકિટ સ્કેન કર્યા બાદ જ બહાર નીકળી શકાશે
  • સંપૂર્ણપણે સ્વ-સંચાલિત ટ્રેન
  • ડિજિટલ પેમેન્ટ અને સ્માર્ટ કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરાશે.
  • સંપુર્ણ પણે એસી ટ્રેન હોવાથી ગરમીમાં મુસાફરોને રાહત મળશે.
  • એક કોચમાં ૨૮૦ થી ૩૦૦ લોકો મુસાફરી કરી શકશે.
  • લિફ્ટની અને દિવ્યાંગો માટે વ્હીલચૅરની સુવિધા
  • ભાડું શું રહેશે!!!

શરૂઆતનાં તબક્કે ૨.૫ કિલોમીટર સુધીનું ભાડું ૫ રૂપિયા, ૨.૫ થી ૭.૫ કિલોમીટર સુધીનું ભાડું ૧૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. વસ્ત્રાલ થી થલતેજ સુધી મેટ્રો શરૂ થશે ત્યારે તેનું ભાડું ૨૫ રૂપિયા વસૂલવામાં આવશે

પ્રધાનમંત્રીએ આજ કાર્યક્રમમાં  મેટ્રો ફેઝ-૧ નું ઉદ્ઘાટનની સાથે , મેટ્રો ફેઝ-૨ નું પણ શરુઆત કારવી હતી જેમાં મોટેરા સ્ટેડિયમ થી ગાંધીનગર ના મહાત્મા મંદિર સુધીનો મેટ્રોનો રૂટ હશે.

-Vikas Leuva