પ્રણય પંથ છે આ કેવો મજાનો

ચાલી નિકળી ઝાલી હાથ તારો,

 ટાઢ પડે તડકો પડે તોય સ્પર્શ નહી

એવો છે પ્રિયતમ આ આશરો તારો,

છોને રહ્યો આ રસ્તો કઠીન

મજબૂત છે આ આધાર તારો,

પડે જો મુશ્કેલી કોઈ અજાણ

કરીશું મુકાબલો સાથે મળી,

જાણું છું છે ઉબડ ખાબડ રસ્તા

પામીશુ મંજીલ બની ટેકો એકબીજાનો,

પંથ લાંબો  છે મંજીલ છે દુર

ચાલતા જઈશું કરતા વાતો મધુર,

પહોંચીશું જ્યારે અંતિમ મુકામે

હશે રેખાઓ સંતોષની ચહેરે,

પ્રણય પંથ છે કેવો મજાનો

ચાલી નિકળી ઝાલી હાથ તારો.

 

 

 

 

Pooja Bhatt