સત્તાની લાલચમાં પહેલા પણ માતૃભૂમિ ઘવાઈ હતી ,
તો સત્તાની લાલચમાં આજે પણ માતૃભૂમિ ઘવાઈ રહી છે
સત્તાની લાલચમાં પહેલા પણ લોકોનો ફાયદો ઉઠાવતા,
તો સત્તાની લાલચમાં આજે પણ ભાઈચારાના નામે લોકો ફાયદો ઉઠાવી રહ્યા છે
સત્તાની લાલચમાં પહેલા પણ પ્રજાની બલી ચડતી હતી,
તો સત્તાની લાલચમાં આજે પણ પ્રજા જ બલિદાન આપી રહી છે
પહેલા પણ આપણો દેશ અંગ્રેજોનો ગુલામ હતો,
તો આજે દેશ સત્તાધારીઓની ગુલામી કરી રહ્યો છે
પહેલાના ગુલામ દેશ અને આજના સ્વતંત્ર ભારતમાં….
ફરક માત્ર એટલો જ છે,
કે પહેલા લડત હતી સ્વરાજની જે આજે માત્ર રહી ગઈ છે કેટલાક લોકોના સ્વમાનની
ખેર….
સત્તાની લાલચમાં પહેલાં પણ માતૃભૂમિ ઘવાઈ હતી
તો સત્તાની લાલચમાં આજે પણ માતૃભૂમિ ઘવાઈ રહી છે…
-Shraddha Shah