જેમ નદી છે નાની,

પણ દરિયા સાથેના મિલનની ઇચ્છા છે મોટી,

એમજ જીવન છે બહુ જ નાનું,

પણ જીવન જીવવાનું લક્ષ્ય છે બહુ જ મોટું.

 

આજના યુગમાં કદાચ પૈસા કમાવવું છે સહેલું,

તો આ જ યુગમાં કોઈનું વિશ્વાસ જીતવું છે અઘરું,

દુનિયા અને દુનિયાના લોકોને બાજુમાં રાખો,

આજે લોહીના સંબંધોમાં પણ વિશ્વાસને લઈને નમ છે આંખો.

 

આ નવા યુગની નવી વાતો,

જ્યાં સંબંધ ફ્ક્ત “ટાઇમ પાસ” છે,

જ્યાં સંબંધ ફક્ત “પર્સનલ સેટિસફેશન” છે,

જ્યાં સંબંધ ફક્ત “યુઝ એન્‍ડ થ્રો” છે.

 

સંબંધમાં સૌ પ્રથમ “સાચા પ્રેમની” છે જરૂર,

સંબંધને સાચવવા માટે “સમજણની” છે જરૂર,

સંબંધમાં એક-બીજાની “ઢાલ” બનવાની છે જરૂર,

સંબંધ કોઈ પણ કેમ ના હોય એમાં “વિશ્વાસની” છે જરૂર.

 

આજનાં લગ્નજીવનોમાં વિશ્વાસની છે અછત,

એક-બીજાને સમજવાની છે અછત,

સાત-વચનોને યાદ રાખવાની છે અછત,

એક-બીજાને સાથ-સહકાર આપવાની છે અછત.

 

જીવનમાં કોઈને પ્રેમ કરો તો વિશ્વાસ ન તોડતા,

કોઈની લાગણી જોડે કદી ન રમતા,

કોઈને કોઈ ખોટા સપનાની દુનિયામાં ન ફસાવતા,

કોઈની જીંદગીને રમકડાંની પસ્તી ન બનાવતા.

 

લગ્ન ‘લવ હોય કે અરેન્‍જ’,

એ કોઈ રમત નથી,

જો આની સાથે કોઈ રમત છે વિચારી,

તો સમજો જીંદગીની બાજી છે હારી.

 

આ પવિત્ર સંબંધને આવો જ રહેવા દો,

કોઈની સાથે અન્યાય ન થવા દો,

કોઈના જીવને નિર્જીવ ન થવા દો,

કોઈના વિશ્વાસનો ઘાત ન થવા દો.

 

સંબંધમાં નાના-મોટા ઝઘડા ચાલે,

પણ ‘અહં’ એ ન ચાલે,

સંબંધમાં અત્યંત વિશ્વાસ ચાલે,

પણ ‘વિશ્વાસઘાત’ એ ન ચાલે.

 

સંબંધમાં નિ:સ્વાર્થ પ્રેમ ચાલે,

પણ ‘સ્વાર્થી પ્રેમ’ એ ન ચાલે,

સંબંધમાં અમે છીએ એવું ચાલે,

પણ ‘હું જ છું’ એ ન ચાલે.