છે મંદિર આ મારું

ના કોઈનું પણ નાનું મોટું

છે આ મનનું કામણ ગારું 

 

પરીવારનું આ સોહામણું

આપે હૃદયને વાતાવરણ શાંતિવાળું

દુનિયાનો છેડો છે ઘર મારું 

 

સહુ પાસે હોય તો કેવું સારું

પણ છેડો નથી એ છોડનારું

ચાલને બનાવીએ આપણે પણ એક ઘર નાનું 

 

જેમાં રહે બેઘરના દયાળું

માને એ સહુ એને પોતાનું

કહે એ પણ દુનિયાનો છેડો છે ઘર મારું 

 

ના કંકાસ બસ ખુશીઓની સોગાદવાળું

બાળ ને વૃદ્ધના ખીલખીલટવાળું

બને એક મોટા આનંદિત પરિવારનું 

 

મન મને એવું તે થયું

ના રહે કોઈ અંધકારમાં શાણું

કહે તું પણ છે દુનિયાનો છેડો ઘર મારું