સંઘર્ષ સાહસ અને કિસ્મત રંકને રાજા અને રાજાને રંક બનાવી શકે છે. માણસ ધારીલે તો પોતાના પરિવાર માટે કોઈ પણ કાર્ય કરી પણ શકે અને તેને જીતી પણ શકે છે. નેક કાર્ય માટે કરાયેલું ખોટું કર્મ પણ સારું ફળ આપે છે. આવી જ વાત પર આધારિત છે ગુજરાતી વેબ સીરીઝ વિઠ્ઠલ તીડી. 

 

વિઠ્ઠલ તીડી એ એક ગુજરાતી વેબ સિરીઝ  છે.  જેના લેખક ભાર્ગવ પુરોહિત છે અને નિર્દેશિત અભિષેક જૈન છે અને આ સિરીઝના નિર્માતાઓ નયન જૈન,અભિષેક જૈન,અમિત દેશાઈ,સૂર્યદીપ બારૈયા છે તથા આ સિરીઝમાં એડીટર તરીકે હિરેન ચિતરોડા કામ કરેલું છે. આ સિરીઝનું વિતરક ઓહો ગુજરાતી એ કરેલું છે અને આ સિરીઝમાં મુખ્ય ભૂમિકા પ્રતિક ગાંધી નિભાવે છે. 

 

આ સિરીઝની વાત કરીએ તો આ સિરીઝ છ ભાગોમાં વહેંચાયેલી છે જેમાં વિઠ્ઠલના ઘોર સંઘર્ષની વાત કરાય છે જ્યાં વિઠ્ઠલ નાનપણથી પોતાની માતાને ગુમાવી બેસે છે અને ધીમે ધીમે ઘરની બધી જવાબદારી ઘરના નાના છોકરા વિઠ્ઠલ પર આવી જાય અને આ જવાબદારી વિઠ્ઠલ છેલ્લે સુધી પૂરે પૂરી નિભાવે છે અને પોતાની બહેનનના માનને ખાતર એ રમત રમવાનું પણ છોડી દે છે ત્યારે બહેનની વિદાય વેળાએ પિતાનું મૃત્યુ અને બનેવીની બીમારીએ વિઠ્ઠલને પાતાની રમતના મેદાન તરફ ફરી એક વાર ઉતારવા મજબૂર કરી દે છે.

 

પેહલા પ્રકરણનું નામ ‘છોકરમત’ છે. જેમાં વિઠ્ઠલ તીડી એટલેકે વિશાલ ઠક્કરએ નાનપણ માંજ પોતાની માતા ગુમાવાનું દુખ સહન કરવું પડે છે ત્યારે રમતના મેદાન પર મિત્રો દ્વારા ચીડવવાનો ડર વિઠ્ઠલને આપણા હાલના સમાજનો એક નાનો પરચો બતાવી છે. વિઠ્ઠલએ પોતાના જીવનમાં પહેલી વખત રમતના પત્તા જોયા અને વિઠ્ઠલને એવું થયું કે આજ પત્તા સારા જ્યાં ભાગવાનો કે ચીડાવવાનો ડર ના હોય ત્યારે પોતાની એક પરીક્ષામાં તેનું નવું નામ પડ્યું વિઠ્ઠલ તીડી ત્યાર બાદ તેનો ઝગડો નિશાળના સાહેબ સાથે થયો ત્યારે તેના પિતા દુનિયાદારીનો એ પાઠ તેને શીખવ્યો જેમાં તેને સમજાવ્યું કે દુનિયાની ખીર કે ઝેર આપડે હસતા મોઠે પીવું પડે છે એ સમય પર આપણે સમાજના કટુ વચનોને બેધ્યાન કરી પોતાના ભવિષ્ય પર ધ્યાન આપવું જોઈએ.

 

પ્રકરણ બે નું નામ ‘એક રમત’ છે ત્યારથી શરુ થયું વિઠ્ઠલ ત્રિપાઠીમાંથી વિઠ્ઠલ તીડી ની રમત જેમાં વિઠ્ઠલ તીડીએ રમત રમવાનું શરુ કર્યું તું જેમાં એ પોતાની રમવાની આવડતથી કોઈપણ ને હરાવી શકતો હતો. આ પ્રકરણમાં એક વસ્તુ ધ્યાન થી જોઈએ તો વિઠ્ઠલની કામની રીત ખોટી હતી પણ ઈરાદો સારો હતો એટલે કે પોતાના પરિવાર માટે કરેલું ખોટું કર્મ પણ સારું ફળ આપે છે. ત્યારે એક દ્રશ્યમાં  વિઠ્ઠલએ પોતાના જાકીટની જગ્યા પર બહેન માટે ડ્રેસ બનવાનું કહે છે સાથે પરિવારની ખુશી માટેએ પોતાના નાનપણના પ્રેમને પણ ભૂલી જાય છે. અહિથી શીખવા મળે છે કે પોતાના પ્રત્યે પ્રેમ હોય તો ત્યાગની ભાવના તો આપોઆપ આવી જાય છે ત્યાર પછી વિઠ્ઠલના ચડતીના દિવસો શરુ થયા કેમ હવે વિઠ્ઠલ ગામ પૂરતો સીમિત નઈ પણ આસપાસના ગામમાં પણ પોતાની રમતને લઈ જાણીતો થયો.

 

પ્રકરણ ત્રણ નું નામ ‘ચાનક’ છે. આ પ્રકરણ મને પસંદ આવાનું કારણ વિઠ્ઠલની ઉદારતા હતી જયાં વિઠ્ઠલને આ દુનિયા નામના સિક્કાની બીજી બાજુ જોવા મળે છે. પોતાના મોટા ભાઈ માટે એક સબંધ જોવા જાય છે ત્યારે વિઠ્ઠલની રમત રમવાની વાત છુપાવી તેની મંદિરના ગોર તરીકે ઓળખાણ આપેછે. ત્યારે વિઠ્ઠલને પોતાની જાતને રમતમાં રમાતા ત્રેપનમાં પાના જેવું હોવા અહેસાસ થાય છે કે જેનું કોઈ અસતીત્વ જ નથી હોતું. કેટલીક વાર અપણો સમાજ લોકોનું મૂલ્યાંકન તરત જ કરી દે છે પણ ક્યારે એ સમાજએ એ કાર્ય પાછળનો ઈરાદો નથી જોતો.

 

પ્રકરણ ચાર નું નામ ‘અચાનક’ છે. આ પ્રકરણમાં વાત કરી છે, માણસના જીવનમાં સારો કે નરસો પ્રસંગ ગમે ત્યારે ગમેતે રૂપમાં આવી શકે આપણે તેના માટે તૈયાર રહેવું પડે છે. જયારે પ્રમોદના લગ્ન થાય બાદ થોડા જ સમયમાં વંદનાનું પણ નક્કી થાય જાય છે અને વિઠ્ઠલ ઉત્ત્સાહ ભેર તેના લગ્નની તૈયારી કરવા લાગે છે અને લગ્નમાં કોઈ કચાસ ના રહે એટલે તે સત્તત ત્રણ દિવસ રમત રમે છે જયારે તે એક મોટી બાજી જીતીને ઘરે પાછો ફરે છે ત્યારે તેને સમજાય છે આ જે મોટી બાજી જીતયો છે એ કોઇક માટે પુરા જીવન નામની રમતની હાર હતી ત્યારે વિઠ્ઠલે જે પરિસ્થિતિનો સામનો કરવાનું નક્કી કર્યું અને તે ભૂલ સુધારી, જીતેલી રકમ પરત કરીને. ત્યારે લગ્નની વિદાય વખતે વંદનાની માંગ પર વિઠ્ઠલ એક જાટકે પોતાના નશો, શોખ, આદત ટૂંકમાં કહીએ તો વિઠ્ઠલ તીડીનું પૂરું જીવન એટલે કે જુગાર છોડી દીધો. આ દ્રશ્યો દરમિયાન સાચા પરિવાર નું મુલ્ય જોવા મળ્યું.

 

પ્રકરણ પાંચ નું નામ ‘નિર્ધાર’ છે. આમ જોવા જઈએ તો આ પ્રકરણમાં આ સિરીઝની પકડ છૂટતી દેખાય પણ જયારે એક પ્રશ્નનો જવાબ આ પ્રકરણમાં જ મળવાનો હતો કે હવે વિઠ્ઠલ તીડી પોતાના પરિવારનું પેટ પાડવા શું કરશે ત્યારે બીજી બાજુ આજ પ્રકરણમાં વિઠ્ઠલને પોતાનો ભૂતકાળ વર્તમાનકાળમાં નડતો દેખાયો જયારે તેને છોકરીવાળાની ના અને આ દુ:ખનો વજન તેના પિતા ગોર મહારાજ ઉઠાવી ના શકયા અને પોતાનો દેહ્ત્યાગી દીધો, ત્યારે વિઠ્ઠલે ફરી એક નવી શરૂઆત કરવાનું વિચારે છે અને ધંધા માટે રૂપિયા જમા કરે છે જે રૂપિયાએ મનોરંજન ના કાર્યક્રમ દરમિયાન બાપુજીના નામે ગૌ સેવા માટે આપતો હતો.

 

પ્રકરણ છ નું નામ ‘અનરાધાર’ છે. જયારે બાપુજીના મૃત્યુના દુ:ખ માંથી બહાર વિઠ્ઠલ આવ્યો નહતો ત્યાં તેને સમાચાર મળે છે કે તેના બનેવી પણ બીમાર છે રુપયાની જરૂર છે ત્યારે વિઠ્ઠલ ફરી એક વાર રમતના મેદાનમાં આવે છે અને હવાનો રસ્તો ફરી એક વાર બદલી નાખે છે.જયારે સામાન્ય માણસ પોતાના પરિવાર માટે પોતાના પર આવી જાય ત્યારે એ સામાન્ય માણસ કોઈ પણ પરીક્ષામાં ખરો ઉતરીને જ પાર કરે છે. આની સાથે વિઠ્ઠલ તીડીના આગામી ભાગ માટે થોડો સસ્પેન્સ મૂકી સિરીઝનો અંત થાય છે.

  આમ જોવા જઈએ તો બધી ફિલ્મો કઈંકને કઈંક બોધ પાઠ આપતી હોય છે પણ જીવનના સંઘર્ષનો બોધ પાઠ સમજવો હોય તો તમે વિઠ્ઠલ તીડી જોઈ શકો છો.