જિંદગી…
દૂર થઈને ય પાસે છે આ જિંદગી
મારીને તારી વાતો છે આ જિંદગી
દિલના ધબકારમાં પડે છે આ જિંદગી
ડગલાંને પગલામાં ખોવાય છે આ જિંદગી
મારા હોઠના સ્મિત પર હસે છે આ જિંદગી
વાતોથી દૂર મસ્ત ગગનમાં વિસરે છે આ જિંદગી
એક દુઃખ આપી ઘણું હસાવી જાય છે આ જિંદગી
સ્વપન સજાવી એને મેળવવા લઈ જાય છે જિંદગી
ના સહન થતાંય સાંત્વના આપી જાય છે આ જિંદગી
થોડી વારમાં અનંત સફર કરાવી જાય છે આ જિંદગી
અંધારાનો પ્રકાશ છે તો છાયાની માયા છે આ જિંદગી
જીવનનું દર્પણ છે અને દરિયાનું ઝરણું પણ છે આ જિંદગી
મધુર સવારની કલરવને સમી સાંજની પગરવ છે આ જિંદગી
હું રુઠું તું મનાવે, તું રુઠે હું મનાવુ, વાત તો આપણી છે આ જિંદગી
જિંદગી…
ચાલ ને થોડું હસીને જીવી લઈએ ને થોડું હસતા-હસતા રડી લઈએ…
ચાલ જિંદગી જીવી લઈએ!