સપ્ટેમ્બરના મહિનામાં Suicide Prevention Week વિશ્વમાં ઘણી બધી જગ્યાએ આયોજીત કરવામાં આવે છે. જે જીવન ટૂંકાવવાનું વિચારતા લોકોએ રોકવામાં મદદ કરે છે. આ વખતે નેશનલ ઇન્સટિટ્યુટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનાં વિદ્યાર્થીઓ દ્વારા Suicide Prevention Week નું આયોજન કરવામાં આવ્યું જતું. Suicide Prevention Week ની શરૂઆત 13 સપ્ટેમ્બરે થઇ અને 18 સપ્ટેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. બધાં કાર્યક્રમોમાં કૉલેજના પ્રોફેસરો તથા મેન્ટર્સની દેખરેખમાં કરવામાં આવ્યા હતો. જેમાં વિદ્યાર્થીઓને શિક્ષકોનું માર્ગદર્શન સોયદોરાની સમાન સાથે હતું.

Suicide Prevention Weekની શરૂઆત 13 સપ્ટેમ્બરના રોજ થઇ હતી. શરૂઆતી દિવસોમાં (13 સપ્ટેમ્બર અને 14 સપ્ટેમ્બર) વિદ્યાર્થીઓ દ્વારા આ જ કેમ્પસના બીજા વિધાર્થીઓને સજાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા જ તૈયાર કરવામાં આવેલ પોસ્ટર્સ અને સુવાક્યો નોટિસ બોર્ડ પર લગાડવામાં આવ્યાં હતા, જેમાં સૌથી મહત્વનું સૂત્ર હતું, #wearehere એટલે કે “અમે અહીં છીએ”. બધાંની મદદ માટે, જે કોઈને કહી નથી શકતું, તેમને સાંભળવા માટે અમે છીએ.

15 સપ્ટેમ્બર બરનાં રોજ “IT BOX” કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થી હાલ કોઈ પણ પરિસ્થિતિમાંથી પસાર થાય છે કે થયા હોય જેના વિશે કેહવા માટે તેઓ પેપરમાં એ વાતને લખીને બોક્સમાં નાખી શકે. તેમણે લખેલી વાત સંપૂર્ણ રીતે ગોપનીય રાખવામાં આવી હતી. આની સાથે જે કોઈ પણ કોઈ માનસિક બિમારી સાથે ઝઝૂમી રહ્યા હોય તેમના માટે નોટિસ બોર્ડ પર મનોચિકિત્સકોનાં (psychiatrist) ફોન નંબર લખેલા હતા, જેથી કરીને તેઓ મનોચિકિત્સકને સંપર્ક કરી તેમનાં મસ્તિષ્કમાં ચાલી રહેલી અસમંજસ વિશે વાત કરી શકે અને સારવાર લઈ શકે.

16 સપ્ટેમ્બરનાં રોજ “BEAT IT BOX” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કરવા પાછળનું ખાસ કારણ હતું કે જે થયું એ થયું હવે બસ! આ બધી માનસિક સમસ્યાઓને હવે માત આપવી છે અને જીવનની મજા માણવી છે. ખુશ રહેતા શીખવું છે અને બીજાને ખુશ કરતાં શીખવું છે. તેની સાથે-સાથે ફૂડ થેરાપી પણ આયોજિત કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે ચલો યાર, ભૂલો બધું અને સહુ ખુશ રહો. ફૂડ થેરાપી દ્વારા માણસ કેવી રીતે જીવનને બદલી શકે છે તથા પૌષ્ટિક ખોરાક કેવી રીતે હર્દયને અને મનને પ્રફુલ્લિત કરી શકે છે તે વાત દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ” જેવો આહાર, તેવો વિચાર” સૂત્રથી પ્રેરિત આ થેરાપી ઘણી લાભદાયક નીવડે છે.

17 સપ્ટેમ્બરે પેઇન્ટ થેરાપી, બલૂન ડાર્ટસ, રાઈટીંગ થેરાપી, પંચીંગ બેગ જેવાં કાર્યક્રમો શામેલ હતાં. જે વિદ્યાર્થીને પોતાની ભાવનાઓને જે કોઈ આકારમાં, શબ્દોની શૃંખલામાં, ફૂગ્ગાઓને ફોડીને, કે પછી પંચીંગ બેગ પર તેમની વ્યથા લખીને પંચ કરવું તે ગમે તે રીતે કરી શકે. આ આયોજનમાં વિદ્યાર્થીઓએ રસપ્રદ રીતે ભાગ લીધો હતો. પેન્ટિંગસ, આર્ટ રાઈટીંગ, વગેરે દ્વારા ખૂબ જ સુંદર રીતે આત્મહત્યા ના કરવાના સંદેશ આપવામાં આવ્યા હતા.

નેશનલ ઇન્સટિટ્યુટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનાં વિદ્યાર્થીઓ દ્વારા Suicide Prevention Week નાં અંતિમ દિવસે એટલે કે 18 સપ્ટેમ્બરના રોજ મિસ. પૂજા શર્મા નાથજીને આંમત્રિત કરવામાં આવ્યાં હતાં. પૂજાજી નેશનલ ઇન્સટિટ્યુટ ઓફ ફોરેન્સીકસાયન્સ, ગાંધીનગરમાં ક્લિનિકલ સાયકોલોજીના સહાયક પ્રોફેસર છે. સન્માન- સત્કાર વિધિ બાદ તેમણે વિદ્યાર્થીઓ સમક્ષ માનસિક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વિશે રજૂઆત કરી. જેમાં ડિપ્રેશન શું છે, કેવી રીતે તે શરીર પર હાવી થાય છે, કેમ થાય છે અને કેવી રીતે આપણે લોકોની મદદ કરી, માત્ર તેમને સાંભળી તેમનું જીવન બચાવી શકીએ છીએ જેવી વાતો વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી હતી. તેમને જણાવ્યું હતું કે તમે તમારી આસપાસના જેની જોડે જડાયેલા છો તેમનામાં મોટો બદલાવ જોવ છો તો તેમને કદી એકલાના મુકશો સંભવિત છે તેઓ ખુદને હાનિ પહોંચાડી શકે છે જેટલું બને એટલું તમે તેમની સાથે રહો, તેમને સાંભળો અને તેમના જીવનમાંથી કાળાશ દૂર કરી પ્રકાશ પાથરો. આ સેમિનાર વિદ્યાર્થીઓ માટે ખુબ જ મહત્વપૂર્ણ રહ્યો હતો.