’53મુ પાનું’ની સ્ટાર કાસ્ટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કૉમ્યુનિકેશન એન્ડ જર્નાલિસમ(NIMCJ)ના વિદ્યાર્થીઓ સાથે ઈન્ટીરેક્શન કરી હતી .જેમાં તેમને ફિલ્મના વિવિધ પાસાઓ વિષે ચર્ચા કરી.તેમના સાથેની અંતઃકરણની વિશેષ વાતચીતના અંશો.

1.અહીં આવીને તમારો અનુભવ કેવો રહ્યો? આ મૂવી માં સ્ટિંગ ઓપરેશન ની વાત કરવામાં આવી છે, ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમની વાત કરવામાં આવી છે તો આ એક જર્નાલિઝમની કોલેજમાં સ્ટુડન્ટ્સ સાથે ઇન્ટરેક્શન કેવું રહ્યું?

જ – બહુ મજા આવી. સ્ટુડન્ટસની ઇન્ટરેક્શનની શૈલી ખૂબ સરસ હતી. સ્ટુડન્ટ્સ પ્રશ્નો તૈયાર કરીને આવ્યા હતા. જે અમારે માહિતી આપવાની હતી એ ખુદ પ્રશ્નોમાં જ અમને પૂછવામાં આવી હતી જે ખૂબ સરસ રહ્યું. કોલેજમાં સારો માહોલ છે. ખૂબ સરસ આ કોલેજ માટે કેવી છે કે આવનાર ગુજરાતી મૂવી વિશે વિદ્યાર્થીઓ અપડેટ છે. હોમવર્ક ઘણું સારું છે જે કમેંડેબલ છે.

2.મૂવીમાં ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમની વાત છે તો આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે તો તમે કોઈના સોશિયલ મીડિયા હેન્ડલ ને stalk કર્યું છે?
એવા ઇન્વેસ્ટિગેશન સુધી તો નથી પહોંચ્યાં.

જ – જર્નાલિઝમ એ લોકશાહીનો ચોથો સ્તંભ છે તો એક મહત્ત્વની જવાબદારી હતી.?

3.એક રોલમાથી બીજા રોલમાં કઈ ચેલેંજ આવતા હોય છે તો આના માટે શું ખાસ એફર્ટ લીધા હતા? શું એકસ્ટ્રા ચેલેંજ આવ્યા હતું?
કિંજલ :રુતુ મહેતા જે મૂવીના પ્રોમોમાં જોવા મળે છે એ સ્ટિંગ ઓપરેશન કરતી રહે છે અને સાથે નવા નવા કિરદાર કરવાના હતા. એકમાંથી બીજા કિરદારમાં આવવાં ખૂબ જ ચેલેંજ આવ્યા હતા કારણકે એક સાથે 4-5 પાત્રો હતાં જેમાં સરળ ટ્રાન્ઝીકશન જોઈતા હતા જે રોચક પણ હતું અને હું રુતુ મહેતાના કિરદારથી ઘણું બધું શીખી છું.

આજૅવ: કબીર શાસ્ત્રીને એક એક ખાસ એટિટયુડ લઈને સાથે ચાલવાનું હતું. હું બેકડોપ તૈયાર કરું છું કબીર એક વકીલની ભૂમિકામાં છે જેથી ઘણા વકીલ મિત્રો સાથે ખાસ માહિતી મેળવી શીખ્યું હતું અને કેવી રીતે કામ થાય એ જાણ્યું હતું.

4.આ રોલ તમારી પાસે આવ્યો ત્યારે તમે પહેલાં શું વિચાર્યું હતું કે હા મારે આ કરવું છે? કેવી રીતે તમે રોલ ને કનેકટ કરી શક્યા? શા માટે આ રોલને પસંદ કર્યો?

કિજલ: મેં કરેલા કેરેક્ટરમમાંથી એક નવું હતું. નવો શેડ હતો તેથી મેં તરત જ હા પાડી હતી. રુતુ  મહેતા મારી પર્સનાલિટીને અનુરૂપ પણ છે જેમ સોસાયટીમાં કઈ ખોટું થતું હોય અથવા ક્યાંય પણ સ્ટેન્ડ લેવાની વાત આવે તો હું એ વાતને રિલેટ કરી શકું છું.

આજૅવ: કોઈ પણ હોય આ સ્ક્રિપ્ટ વાંચી અને જાણીને હા જ કેત કારણકે આ ખૂબ અલગ વાર્તા છે અને એકદમ ધારદાર પણ. એક અલગ જ વસ્તુ ગુજરાતી મૂવીમાં આવી રહી છે.