અમદાવાદના જયે એશિયા યુથ ઈન્ટરનેશનલ મોડલ યુનાઇટેડ નેશન્સમાં રેફયુજીના મુદ્દે અમેરિકા, રશિયા, ચીનને સાથે લાવ્યો

(પેટા) સમગ્ર વિશ્વમાં 36 હજારથી પણ વધુ અરજદારોમાંથી અમદાવાદના યુવાની પસંદગી કરવામાં આવી હતી; તે 272 પ્રતિનિધિઓમાંના એક છે જેઓ AYIMUN કોન્ફરન્સમાં ભાગ લેશે.

મલેશિયામાં એશિયા યુથ ઈન્ટરનેશનલ મોડલ યુનાઇટેડ નેશન્સનું આયોજન કરાયું હતું. જેમાં વિશ્વમાંથી 36 હજારથી પણ વધુ અરજદારોએ અરજીઓ કરી હતી. તેમાંથી 272 ડેલિગેટ્સની પસંદગી થઇ હતી. ગુજરાતમાંથી દ્વારકાનો કુશળ ઠક્કર, મૂળ રાજકોટની પણ પુણેમાં ભણતી અર્ચના ઝાલા અને અમદાવાદના જય જાની એમ ત્રણ લોકોની પસંદગી થઇ હતી. આમાં યુવા લીડર્સને ડિપ્લોમેન્ટ બનવાનો મોકો મળ્યો હતો. વિશેષ વાત એ હતી કે પરેડ ઓફ નેશનમાં 272 ડિપ્લોમેન્ટ્સમાંથી માત્ર 10 જ દેશને પોતાના દેશને રિપ્રેસન્ટ કરવાનો મોકો મળ્યો હતો. તેમાંથી ભારત તરફથી જય જાનીએ ભારતને રિપ્રેસન્ટ કર્યું હતું. એમ્યુનનો વિષય રાજયવિહીનતાઆઓને સંઘર્ષ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં વિસ્થાપિત કરવું એટલે કે રેફયુજીનો હતો. જયએ નોર્વેને રિપ્રેસન્ટ કરતો હતો. હાલની સ્થિતિને જોઈને એવું પહેલી વખત બન્યું હશે કે અમેરિકા, રશિયા, ચીન કોઈ રિસોલ્યૂશન માટે સાથે આવે. એક ડ્રાફ્ટ રિસોલ્યૂશનમાં નોર્વે તરફથી જયે અમેરિકા, ચીન, રશિયા, નોર્ધન આયર્લેન્ડ, તાન્ઝાનિયાને સાથે લઈને રજુ કર્યું હતું. આ રિસોલ્યૂશનને સૌથી વધુ વોટ મળ્યા હતા. તેથી આ રિસોલ્યૂશનને યુનાઇટેડ નેશનમાં પણ રજુ કરશે. આ રિસોલ્યૂશનમાં દેશોએ 1961નું કન્વેન્સશન જે રેફયુજીનું છે તેમાં ફોકસ કરીને આગળ વધવું, દેશો વચ્ચે મ્યુચ્યલ યુનિટી, દેશો વચ્ચે અલગ અલગ કાયદાઓ છે તેના વિશે અને રેફયુજીઓ એ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓછા થાય. તેના વિશે રિસોલ્યૂશન રજુ કરાયું હતું. આ રિસોલ્યૂશનમાં જયે મહત્વની ભૂમિકા ભજવી હતી.

મને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને અને ભારતના લોકોને રિપ્રેસન્ટ કરવું એ એક સન્માનની વાત હતી. આંતરરાષ્ટ્રીય સ્ટાર પર ભારતની છબી ખુબ જ સારી છે. હું આના માટે મારા પિતા શંકર જાનીનો ખુબ આભાર માંનુ છે કે તેવો દરેક સમયે મારા પાછળ જ રહ્યા.
– જય જાની