ફિલ્મ:  શરતો લાગુ

ભાષા:  ગુજરાતી

જોનર:  કૉમેડી-રોમાંસ

નિર્દેશક:  નીરજ જોશી

નિર્માતા:  યુકીત્ત વોરા

લેખક:  નેહલ બક્ષી, મિતઈ શુકલા

કલાકારો:  મલ્હાર ઠાકર , દિક્ષા જોશી, પ્રશાંત બારોટ, હેમંત ઝા, છાયા વોરા, અલ્પના બુચ

સંગીત:  પાર્થ ભરત ઠક્કર

રિલીઝ ડેટ:  25 ઓક્ટોબર, 2018

સ્ટાર: 3.5

 

સ્ટોરીલાઇન:

 • સત્યવ્રત (મલ્હાર ઠાકર) અને સાવિત્રી (દિક્ષા જોશી) બંને એકબીજાથી એકદમ વિરુદ્ધ સ્વભાવના છે. બંનેના માતા- પિતા તેઓને લગ્ન કરવાના હેતુસર એકબીજાસાથે મુલાકાત કરાવે છે પરંતુ બંને નક્કી કરે છે કે લગ્ન પહેલા તેઓ એક મહિનો સાથે વિતાવશે. હવે આ પ્રાયોગિક સમય બંનેને પાસે લાવે છે કે દૂર લઇ જાય છે એ ફિલ્મ’શરતો લાગુ’ ની સ્ટોરી છે.
 • મરાઠી ફિલ્મ ‘ચી વા ચી સૌ કા’ થી પ્રેરિત આ ફિલ્મનું લેખન સફળ ગુજરાતી ફિલ્મ ‘લવ ની ભવાઈ’ ના લેખકો નેહલ બક્ષી અને મિતઈ શુક્લાએ કર્યુ છે. ફિલ્મનીસ્ટોરી યુનિક છે પરંતુ તેની ટ્રીટમેન્ટ સામાન્ય છે. સ્ટોરીલાઈનમાં કૉમેડી તથા રોમાંસ બંનેનું મિશ્રણ તથા ટાઈમીંગ યોગ્ય છે.

નિર્દેશન:

 • મલ્હાર ઠાકર અભિનીત ફિલ્મ ‘કેશ ઓન ડિલિવરી’ ના નિર્દેશક નીરજ જોશી એ આ ફિલ્મનું નિર્દેશન કર્યુ છે. ફિલ્મનું નિર્દેશન પ્રભાવિત છે પરંતુ સ્ટોરીની લંબાઈખુબ વધારે હોવાથી ફિલ્મ થોડી સ્લો અને ઓછી રસપ્રદ બનતી જાય છે જેના ઉપર નિર્દેશક તરીકે નીરજ જોશી ધ્યાન આપી શક્યા હોત, પરંતુ તેઓ સ્ટોરીને રસપ્રદરીતે પડદા પર ઉતારવામાં મહદ અંશે નિષ્ફળ નીવડે છે.

અભિનય:

 • ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરે સત્યવ્રતના પાત્રને ખુબ સારી રીતે નિભાવ્યું છે. સત્યવ્રતનું પાત્ર તેણે ભજવેલા તમામ પાત્રો કરતા અલગ છે  આફિલ્મમાં તેના અભિનયની પરિપક્વતા દેખાય છે જે દર્શકોને આકર્ષે છે. ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ ફેમ અભિનેત્રી દિક્ષા જોશીની સ્ક્રીન પર હાજરી મંત્રમુગ્ધ કરે છે. તેનેસાવિત્રીનું પાત્ર ખુબ સારી રીતે નિભાવ્યું છે.
 • સહકલાકારોમાં સત્યવ્રત અને સાવિત્રીના માતા-પિતા તરીકે હેમંત ઝા,અલ્પના બુચ તથા છાયા વોરા અને પ્રશાંત બારોટે ખુબ સારો અભિનય કર્યો છે. તેઓનાપાત્રો અને સંવાદો ફિલ્મને મનોરંજક અને હાસ્યપ્રદ બનાવે છે.

સંવાદો અને સંગીત:

 • ફિલ્મના સંવાદો નેહલ બક્ષી તથા મિતઈ શુકલાએ લખ્યા છે. સંવાદો કોમેડી, ઈમોશન, પ્રેરણાદાયક તથા રોમાંસનું મિશ્રણ છે.
 • ફિલ્મનું સંગીત ખુબ સફળ ગુજરાતી સંગીતકાર પાર્થ ભરત ઠક્કરે આપ્યું છે. ફિલ્મમાં 4 ગીતો છે પરંતુ ‘પંખી રે..’ તથા ‘મન મેળો.’ આ બંને ગીતો કર્ણપ્રિય અનેદર્શકોને પ્રભાવિત કરી રહ્યા છે. સંગીત ખુબ ઉમદા છે.

પ્લસ પોઈન્ટ્સ:

 1. અભિનય
 2. સંવાદો
 3. સંગીત
 4. સિનેમેટોગ્રાફી

માઇનસ પોઈન્ટ્સ:

 1. લાંબી સ્ટોરીલાઇન (બીજા અંતરાલમાં સ્લો)
 2. નિર્દેશન
 3. સ્ક્રીનપ્લે

કિવક રિવ્યૂ:

 • મલ્હાર ઠાકરના પ્રસંશકોને આ ફિલ્મ ખુબ ગમશે તથા યુવાવર્ગને આ ફિલ્મ વધારે અપીલ કરશે.
 • એવા દર્શકો જેઓને ગુજરાતી ફિલ્મોમાં કોઈક નવા કન્ટેન્ટની શોધ હોય તેઓએ આ ફિલ્મ જોવી જોઈએ.
 • જો વિકેન્ડ માં કોઈ મનોરંજક અને સારી ફિલ્મ જોવી હોય તો ગુજરાતી દર્શકો માટે શરતો લાગુ બેસ્ટ વિકલ્પ છે.

By Vrunda Buch

[email protected]