ફિલ્મ: પિહુ 

ભાષા: હિન્દી

જોનર: થ્રિલર

નિર્દેશક: વિનોદ કપરી

નિર્માતા: રોની સ્ક્રુવાલા, સિદ્ધાર્થ રોય કપૂર, શિલ્પા જિંદાલ

લેખક: વિનોદ કપરી

કલાકારો: માયરા વિશ્વકર્મા, પ્રેરણા શર્મા

રિલીઝ ડેટ: 16 નવેમ્બર, 2018

સ્ટાર: 3.5

સ્ટોરીલાઇન:

                   2 વર્ષની છોકરી પિહુ (માયરા વિશ્વકર્મા)  ઘરમાં આખા દિવસ દરમિયાન એકલી હોય છે. કેમ કે તેના મમ્મી (પ્રેરણા શર્મા) એ ઊંઘની દવાનો ઓવરડૉઝ લઇ લીધો હોય છે અને તેના પપ્પા મિટિંગ માટે કલકતા ગયા હોય છે. સ્ટોરી એક સાચા બનેલા બનાવ પર આધારિત છે અને એટલે જ સ્ટોરીમાં રિયાલિસ્ટિક ઝલક જોવા મળે છે. આ ફિલ્મ મેઈનસ્ટ્રીમ સિનેમા નથી પરંતુ એક ઇમોશનલ ટચ સાથેની યુનિક ફિલ્મ છે.

નિર્દેશન:

            એક જ લોકેશન, માર્યાદિત પાત્રો તેમજ એક સાચો બનાવ. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને છતાં દર્શકોને કંટાળો ના આવે આવી ફિલ્મ બનાવવી ખરા અર્થમાં સરસ વાત છે. નિર્દેશક વિનોદ કપરીએ ફિલ્મમાં બધી જ નાની-નાની વસ્તુઓનું ધ્યાન રાખું છે. એ પછી નાની  2 વર્ષની પિહુનો અભિનય, તેના સંવાદો હોય કે પાત્રોની પરોક્ષ રીતે સ્ક્રિન પર રજુઆત હોય કે પછી સ્ટોરી દરમિયાન ક્રિએટ કરવામાં આવેલું થ્રિલ હોય. નિર્દેશકે તેની ભૂમિકા ખુબ સારી રીતે નિભાવી છે.

અભિનય:

             આ ફિલ્મમાં મુખ્ય કલાકાર એટલે કે બાળ કલાકાર છે માયરા વિશ્વકર્મા. જેણે આખી ફિલ્મને જકડી રાખી છે. તેણીનો અભિનય ખરેખર ખુબ જ સુંદર છે. બાકી આ ફિલ્મમાં તેના મમ્મી એટલે કે પ્રેરણા શર્માના ભાગે કઈ આવ્યું નથી કેમકે તેનું પાત્ર માર્યાદિત છે. બાકી બધા જુદા જુદા પાત્રો પરોક્ષ રીતે એટલે કે માત્ર સંવાદો સાંભળવા મળે છે. જે અસરકારક રીતે પડદા પર જોવા મળે છે.

પ્લસ પોઈન્ટ્સ:

(1) માયરા વિશ્વકર્માનો અભિનય

(2) નિર્દેશન અને લેખન

(3) સ્ક્રિનપ્લે

માઇનસ પોઈન્ટ્સ:

(1) સ્લો સ્ટોરી (રિપીટેટીવ અને સ્લો બીજા અંતરાલમાં)

ક્વિક રિવ્યૂ:

– જે દર્શકોને થ્રિલર ફિલ્મો પસંદ હોય તેઓને આ ફિલ્મ ખુબ ગમશે કેમકે આ ફિલ્મમાં થ્રિલરની સાથે સાથે એક ઇમોશનલ ટચ પણ બતાવવામાં આવ્યો છે.

– ફિલ્મની લંબાઈ 1 કલાક અને 30 મિનિટ છે છતાં બીજા અંતરાલમાં એવું લાગે છે કે ફિલ્મને થોડી ખેંચવામાં આવી છે પરંતુ જબરજસ્ત કલાયમેક્સ સાથેની આ ફિલ્મને એક વાર તો થિએટરમાં જઈને માણવી જોઈએ.

– જે દર્શકોને ઇમોશનલ ફિલ્મો તથા ડર-થ્રિલર વાળા જોનાર પસંદ નથી આ લોકોને આ ફિલ્મ નિરાશ કરશે, પરંતુ માયરા વિશ્વકર્માનો અભિનય અને તેની નિખાલસતા પડદા પર એક વાર નિહાળવી યોગ્ય છે.

– પિહુ ફિલ્મ સાથે સન્ની દેઓલ અને સાક્ષી તન્વરની ‘મહોલ્લા અસ્સી’ ફિલ્મ રિલીઝ થઇ છે જે આ ફિલ્મ કરતા જુદા જોનરની છે પરંતુ બીજી કોઈ ખાસ હરીફ ના હોવાથી પિહુ દર્શકો માટે એક સારો વિકલ્પ બની શકે છે.

– વિકેન્ડ એક ઇમોશનલ, સ્વીટ, થ્રિલ અને રિયાલિસ્ટિક બેઇઝડ ફિલ્મ જોવી હોય તો પિહુ બેસ્ટ વિકલ્પ છે. 

By Vrunda Buch

[email protected]