ફિલ્મ: પરમાણુ- ધ સ્ટોરી ઓફ પોખરણ

ભાષા: હિંદી

જોનર: એક્શન,ડ્રામા

નિર્દેશક: અભિષેક શર્મા

નિર્માતા : જા એન્ટરટેઈનમેન્ટ, ઝી સ્ટુડીઓ, KYTA પ્રોડક્શન

લેખક : અભિષેક શર્મા, સંયુક્થા ચાવલા શેખ

કલાકારો: જોહન અબ્રાહમ, ડાયના પેન્ટી, બોમન ઈરાની, યોગેન્દ્ર ટીકુ, અનુજા સાઠે

સંગીત: સચિન- જીગર, જીત ગાંગુલી

રીલીઝ ડેટ: 25 મે , 2018

બજેટ: 45 કરોડ (આશરે) [35 કરોડ પ્રોડકશન ખર્ચ તથા 10 કરોડ પ્રિન્ટ-પબ્લિસિટી]

કમાણી : 48 કરોડ (આશરે) (1 જુન સુધી)

સ્ટાર : ૩.0

સ્ટોરી-ઇન-શોર્ટ:

 • પરમાણુ- ધ સ્ટોરી ઓફ પોખરણ ફિલ્મ વર્ષ 1998માં રાજસ્થાનના ‘પોખરણ’માં થયેલા પરમાણુ પરિક્ષણ પોખરણ-2 પર આધારિત સત્યધટના છે.
 • અશ્વત રૈના (જોહન અબ્રાહમ) તેની ટીમ સાથે મળીને દેશની જનતા તથા વિદેશી દેશોથી બચીને ભારતને અણુશક્તિ યુક્ત દેશ બનાવવા પાછળના મિશન પર લાગી જાય છે.

નિર્દેશન:

 • ફિલ્મનું નિર્દેશન તેરે બિન લાદેન ફેમ નિર્દેશક અભિષેક શર્માએ કર્યુ છે.
 • નિર્દેશન ‘ટુ ધ પોઈન્ટ’ છે પરંતુ ઘણી જગ્યાએ થોડો વધારે ડ્રામા દર્શાવવામાં આવ્યો છે.વધારે પડતી હકીકત દેખાડવાના પ્રયાસમાં ફિલ્મમાં કન્ટેન્ટની ઓરીજીનાલિટી પર અસર પડી છે, એવું લાગે છે કે દર્શકો ડોકયુમેન્ટરી ફિલ્મ જોઈ રહ્યા છે.

અભિનય:  

 • મુખ્ય કલાકારો જોહન અબ્રાહમ અને ડાયના પેન્ટી ઉપરાંત સહ કલાકારો બોમન ઈરાની, યોગેન્દ્ર ટીકુ, અનુજા સાઠે તથા વિકાસ કુમારનો અભિનય ખુબ સરસ છે.
 • ફિલ્મની સ્ટોરીમાં મુખ્ય પાત્ર એક જ છે અને જોહન અબ્રાહમે તેને બખૂબી નિભાવ્યું છે. બાકીના દરેક કલાકારોને તેઓને મળેલા નાના પાત્રોને બરોબર નિભાવ્યા છે.

સંગીત:

 • આ ફિલ્મમાં 6 ગીતો છે.
 • ફિલ્મનું સંગીત એટલું હીટ થયું નથી. ફિલ્મમાં ગીતો અને તેના શબ્દો ફિલ્મની પરિસ્થિતિને અનુરૂપ રાખવામાં આવ્યા છે.
 • સચિન-જીગરે ખુબ જ ઉમદા અને પ્રભાવશાળી સંગીત આપ્યું છે, પરંતુ દર્શકોને યાદ રહી જાય એવી અસર છોડવામાં ફિલ્મનું સંગીત નિષ્ફળ નીવડ્યું છે.

પ્લસ પોઈન્ટ્સ:

 • અભિનય
 • એડીટીંગ ( રામેશ્વર એસ. ભગત )

માઈનસ પોઈન્ટ્સ:

 • ડ્રામા સાથેનો બીજો અંતરાલ
 • નબળી સ્ટોરીલાઈન
 • નિર્દેશન

ક્વિક રીવ્યુ:

 • ‘પરમાણુ- ધ સ્ટોરી ઓફ પોખરણ’ દેશભક્તિની ભાવનાનું પ્રતિનિધિત્વ કરતી ફિલ્મ છે, માટે આ ફિલ્મ એક મસ્ટ વોચ ફિલ્મ છે.
 • અભિનય, નિર્દેશન અને ટેકનોલોજીની દ્રષ્ટીએ આ ફિલ્મ ખુબ સારી છે.

જો વિકેન્ડમાં એક એક્શન પ્લસ સાઇન્સનું મિશ્રણ જોવું હોય તો આ ફિલ્મ બેસ્ટ વિકલ્પ છે.

 

By Vrunda Buch

[email protected]