ફિલ્મ: વીરે દી વેડિંગ

ભાષા: હિંદી

જોનર: કોમેડી

સેન્સર સર્ટીફીકેટ : A

નિર્દેશક: શશાંક ઘોષ

નિર્માતા : અનીલ કપૂર, એકતા કપૂર, નિખિલ દ્વિવેદી

લેખક : નિધિ મહેરા, મેહુલ સુરી

કલાકારો: કરીના કપૂર ખાન, સોનમ કપૂર અહુજા, સ્વરા ભાસ્કર, શિખા તલસાનિયા, સુમિત વ્યાસ

સંગીત: શાશ્વત સચદેવ, વિશાલ મિશ્રા,

રીલીઝ ડેટ: 1 જુન, 2018

બજેટ: 46  કરોડ (આશરે) [36 કરોડ પ્રોડકશન ખર્ચ તથા 10 કરોડ પ્રિન્ટ-પબ્લિસિટી]

કમાણી : 51.13 કરોડ (આશરે) (4 તારીખ સુધી)

સ્ટાર :  2.5

સ્ટોરી-ઇન-શોર્ટ:

 • ફિલ્મની સ્ટોરી ચાર બાળપણથી સાથે રહેતી સહેલીઓની છે. જેમાં એક સહેલીએ ભાગીને લગ્ન કર્યા હોય છે. એકના તલાક થવાના હોય છે, એક પોતાના લગ્ન તોડવા માંગે છે તથા એકને તેના લાયક છોકરો મળતો નથી.
 • આ બધી પરિસ્થિતિમાં થોડા અશ્લીલ દ્રશ્યો તથા ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
 • આ ફિલ્મની સ્ટોરીમાં સમાજ પર ક્યાંક-ક્યાંક કટાક્ષ કરવામાં આવ્યો છે. આ ફિલ્મની ટાર્ગેટ ઓડીયન્સ યુવાવર્ગ છે.

નિર્દેશન:

 • ફિલ્મનું નિર્દેશન ખુબ નબળું છે. ફિલ્મમાં ગ્લેમર છે, મસ્ત લોકેશન્સ છે. પરંતુ કોઈ ફીલ નથી, કારણ કે ફિલ્મમાં ગ્લેમરનો વસ્તુ તરીકે ઉપયોગ કરાયો છે.
 • ફિલ્મની સ્ટોરી ખુબ નબળી છે અને તેને પડદા પર પ્રસ્તુત કરવામાં પણ નિર્દેશક નિષ્ફળ ગયા છે.

અભિનય:

 • અભિનયમાં કરીના કપૂર ખાન તથા સોનમ કપૂરના પાત્રને વધારે ગ્લેમરયુક્ત બનાવવામાં આવ્યું છે. શિખા તલસાનિયાએ પોતાનું પાત્ર ખુબ સારી રીતે નિભાવ્યું છે. ફિલ્મમાં સ્વરા ભાસ્કરને પોતાનો અભિનય દર્શાવવાની પર્યાપ્ત સ્ક્રીનપ્લેસ નથી મળી.
 • સહકલાકાર તરીકે સુમિત વ્યાસે સારો અભિનય કર્યો છે.

સંગીત:

 • ફિલ્મનાં આલ્બમમાં કુલ 8 ગીતો છે.
 • જેમાંથી બાદશાહનું ગીત ‘તારીફે’ ગીત ખૂબ જ લોકપ્રિય બન્યું છે તથા લોકોને “વિરે” ગીત પણ પસંદ આવી રહ્યું છે.
 • સંગીત ઉમદા નથી પરંતુ સારું કહી શકાય.

પ્લસ પોઈન્ટ્સ:

 • અભિનય
 • સીનેમેટોગ્રાફી (સુધાકર રેડી)
 • સંવાદો

માઈનસ પોઈન્ટ્સ:

 • સ્ટોરીલાઈન (બીજા અંતરાલમાં ખુબ જ નબળી જણાય છે)
 • નિર્દેશન
 • સ્ક્રીનપ્લે

 

ક્વિક રીવ્યુ:

 • યુવાવર્ગ- ખાસ કરીને જે ઓપન-માઇન્ડેડ છે તેવા લોકોને આ ફિલ્મ ખુબ પસંદ પડશે.
 • આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં દરેક કલાકારનો અલગ ફેન-વર્ગ હોય તેથી ફેન્સને આ ફિલ્મ ખુબ ગમશે.
 • આ ફિલ્મ વન ટાઇમ વોચ કહી શકાય એ પણ ટાઇમ હોય તો જ જોવા જવું સલાહભર્યુ છે.
 • આ ફિલ્મની હરીફાઈમાં હર્ષવર્ધન કપૂર અભિનીત ફિલ્મ ‘ભાવેશ જોષી-ધ સુપર હીરો’ રિલીઝ થઇ છે. જે બોક્સઓફીસ પર એટલી સફળ નથી નિવડી. તો દર્શકોને વિકેન્ડમાં નિહાળવા માટે  ‘વીરે દી વેડિંગ’ બેસ્ટ વિકલ્પ છે.

By Vrunda Buch

[email protected]