ફિલ્મ: મુલ્ક (mulk)

ભાષા: હિંદી

જોનર: ડ્રામા-થ્રીલર

સેન્સર સર્ટીફીકેટ : U/A

નિર્દેશક: અનુભવ સિન્હા

નિર્માતા:  અનુભવ સિન્હા, દીપક મુકુટ

લેખક: અનુભવ સિન્હા

કલાકારો: રિશી કપૂર, તાપસી પન્નુ, રજત કપૂર, પ્રતિક બબ્બર, આશુતોષ રાણા, મનોજ પાહ્વા, નીના ગુપ્તા, પ્રાચી શાહ પંડ્યા, ઇન્દ્રનીલ સેનગુપ્તા.

સંગીત: પ્રસાદ સાષ્ટે, અનુરાગ, મંગેશ ધાકડે

રીલીઝ ડેટ: 3 ઓગસ્ટ, 2018

બજેટ:  18 કરોડ (આશરે) [ 12 કરોડ પ્રોડકશન ખર્ચ તથા 6  કરોડ પ્રિન્ટ-પબ્લિસિટી]  

કમાણી: 8.16 કરોડ (આશરે) (6 ઓગસ્ટ સુધી)

સ્ટાર :  3.5

સ્ટોરીઇનશોર્ટ:

 • ફિલ્મની સ્ટોરી લખનૌમાં સ્થિત એક મુસ્લિમ પરિવારની છે જેના પર આતંકવાદી અને દેશદ્રોહી હોવાનો આરોપ મુકવામાં આવે છે.
 • આ પરિવાર કઈ રીતે આવા સંગીન આરોપોમાંથી બહાર નીકળે છે અને ખોવાયેલી આબરૂને ફરી મેળવે છે એ વિશે ફિલ્મમાં વાત કરવામાં આવી છે.
 • સ્ટોરીમાં ડ્રામા અને ઈમોશન સાથે સસ્પેન્સ તથા થ્રીલરનું મિશ્રણ કરીને આખી ફિલ્મ દરમિયાન દર્શકોનું ધ્યાન ખેચવામાં આવ્યું છે.
 • સ્ટોરીની સાદગી તથા તથ્યો ફિલ્મને મનોરંજક બનાવે છે.

નિર્દેશન:

 • તુમ બિન, તુમ બિન 2 તથા રા.વન જેવી ફિલ્મોનું નિર્દેશન કરનાર અનુભવ સિન્હાએ આ ફિલ્મનું નિર્દેશન કરેલું છે.
 • નિર્દેશન ઉમદા પ્રકારનું છે તથા કોઈપણ જગ્યાએ વધારે ડ્રામા કે વધારે પડતું થ્રીલર દેખાડવામાં આવ્યું નથી જે સ્ટોરીને સરળ તથા દર્શકોને સમજવામાં સહજતા પુરી પડે છે.
 • સ્ટોરી મુસ્લિમ પરિવાર તથા કોમ પર આધારિત છે અને કોઈ ધર્મ કે સંગઠનો ઉપર ફિલ્મ બનાવતી વખતે ખાસ એ બાબતનું ઘ્યાન રાખવું પડતું હોય છે કે ફિલ્મને ધાર્મિક પરીગ્રહોથી દુર રાખવામાં આવે અને કોઈ ધર્મને હાની પહોચે નહિ અને આ ફિલ્મમાં આ વસ્તુને સ્ટોરીનો હિસ્સો બનાવીને મનોરંજક રીતે ફિલ્મનું નિર્દેશન કરાયું છે.

અભિનય:

 • ફિલ્મમાં મુખ્ય પાત્રો છે, રિશી કપૂર અને તાપસી પન્નુ. જે ફિલ્મમાં બે પિલ્લર સ્વરૂપે જોવા મળે છે.
 • તાપસી પન્નુએ હિંદી ફિલ્મોમાં ‘પિંક’ ફિલ્મ પછી તેની કરિયરનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે જયારે રિશી કપૂરે ખુબ સરસ રીતે તેના પાત્રને ભજવ્યું છે.
 • આ ફિલ્મમાં ઘણા બધા કલાકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમકે રજત કપૂર, આશુતોષ રાણા, મનોજ પાહ્વા, નીના ગુપ્તાએ સહકલાકારની ભૂમિકા નિભાવી છે જયારે પ્રતિક બબ્બર, પ્રાચી શાહ પંડ્યા તથા ઇન્દ્રનીલ સેનગુપ્તાએ મહેમાન ભૂમિકા નિભાવી છે.
 • અભિનયની દ્રષ્ટિએ આ ફિલ્મ ખુબ ખુબ ઉમદા છે

સંગીત:

 • ફિલ્મમાં ૩ ગીતો છે પરંતુ સંગીત એટલું અસરકારક નથી જે દર્શકોને ગમે અને યાદ રહી જાય. બધા જ ગીતો સ્ટોરીલાઈનને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યા છે.
 • આમ જોઈએ તો ફિલ્માં કોઈ ગીતોની જરૂરિયાત નથી કેમકે પટકથા ડ્રામેટીકલ થ્રીલર છે.
 • ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર મંગેશ ધાકડેએ આપ્યો છે જે સારો છે.

પ્લસ પોઈન્ટ્સ:

 • અભિનય
 • સરળ અને સાહજિક સ્ટોરી
 • સિનેમેટોગ્રાફી (એવન મુલ્લીગન)
 • સંવાદો

માઈનસ પોઈન્ટ્સ:

 • એડીટીંગ
 • સંગીત

ક્વીક રીવ્યુ:

 • ફિલ્મની ટાર્ગેટ જનતા યુવાવર્ગ તેમજ પ્રૌઢ લોકો છે.
 • મલ્ટીસ્ટારર આ ફિલ્મમાં દરેક કલાકારનો અલગ ફેન-વર્ગ હોય તેથી ફેન્સને આ ફિલ્મ ખુબ ગમશે.
 • સસ્પેન્સથ્રીલર લવરને આ ફિલ્મ ગમશે તથા જે લોકોને સામાજિક ફિલ્મો પસંદ હોય તેને પણ આ ફિલ્મ ગમશે.
 • આ ફિલ્મ વધારે પડતું વર્ડ ઓફ માઉથ મુજબ જ વધારે ચાલશે કેમકે નિસંદેહ ટ્રેલર આકર્ષિત છે છતા કોઈ રજાઓ ના હોવાથી લોકોનું થીએટર સુધી જવું મુશ્કેલ છે.
 • ઉપરાંત ફિલ્મની હરીફાઇ ઈરફાન ખાન અભિનીત ‘કારવાં’ તથા ‘ફન્ની ખાન’ છે એટલે ફિલ્મના બિઝનેસ પર તેની અસર જોવા મળશે.
 • પરંતુ આ ફિલ્મ ‘મસ્ટ વોચ ફિલ્મ છે. જે જોઇને દર્શકોને એક પરફેક્ટ ફિલ્મ જોયાનો આનંદ મળશે.

By Vrunda Buch

[email protected]