ફિલ્મ: રાઝી 

ભાષા: હિંદી 

પ્રકાર: જાસુસ-થ્રીલર (સસ્પેન્સ) 

નિર્દેશક: મેઘના ગુલઝાર 

નિર્માતા : વિનીત જૈન, કરણ જોહર, હીરુ યશ જોહર, અપૂર્વા મહેતા 

લેખક : મેઘના ગુલઝાર (અડોપ્શન), હરિન્દર સિક્કા (ઓરીજીનલ) 

કલાકારો: આલિયા ભટ્ટ, વિકી કૌશલ 

સંગીત: શંકર-અહેસાન-લોય 

રીલીઝ ડેટ: 11 મે , 2018

બજેટ:  40  કરોડ (આશરે) [30 કરોડ પ્રોડકશન ખર્ચ તથા 10 કરોડ પ્રિન્ટ-પબ્લિસિટી]   

કમાણી : 53.98 કરોડ (આશરે) (14 તારીખ સુધી)

સ્ટાર : ૩.0 

સ્ટોરી-ઇન-શોર્ટ:

  • ફિલ્મની સ્ટોરી હરિન્દર સિક્કાએ લખેલી નોવેલ ‘કોલિંગ સેહમત’ પર આધારિત છે જેમાં વર્ષ 1971 માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન થયેલી સત્યધટનાનું વર્ણન છે.
  • સેહમત ખાન (આલિયા ભટ્ટ)તેના પિતાના આદેશ મુજબ પાકિસ્તાનની જાસુસી કરવા માટે પાકિસ્તાની ફૌજી (વિકી કૌશલ) સાથે લગ્ન કરે છે અને તેના મિશનને ૩ મહિનાની તાલીમ પછી પાકિસ્તાન જઈને પૂરું કરવાનો પ્રયત્ન કરે છે.

નિર્દેશન:

  • મેઘના ગુલઝારની અગાઉની ફિલ્મો ‘દસ કહાનિયા’, ‘જસ્ટ મેરીડ’ તથા ‘તલવાર’ છે જે બોક્સ ઓફીસ પર નિષ્ફળ રહી પરંતુ તેના વિષયવસ્તુના હંમેશા વખાણ થયા છે.
  • આ વખતે પણ તેઓ ‘રાઝી’ ફિલ્મથી સાબિત કરે છે કે તેને નિર્દેશનનો ખુબ સરસ અભ્યાસ છે.

અભિનય: 

  • આલિયા ભટ્ટનો દમદાર અભિનય ફિલ્મને વધારે મજબુત બનાવે છે. તેણે સેહમત ખાનના પાત્ર માટે ખુબ મહેનત કરી છે તે પડદા પર તેના અભિનય પરથી સ્પષ્ટ થાય છે.
  • વિકી કૌશલે પણ આલિયા ભટ્ટનો ખુબ સારો સહકાર આપ્યો છે તથા અન્ય સહ કલાકારોનો સહજ અભિનય ફિલ્મમાં વધારે સસ્પેન્સ ઊભું કરે છે.

સંગીત:

  • આ ફિલ્મમાં 4 ગીતો છે.
  • ગીતોમાં શબ્દો ગુલઝારના છે તથા સ્વર અરિજિત સિંહ, સુનિધિ ચૌહાણ, હર્ષદીપ કૌર તથા શંકર મહાદેવનએ આપ્યો છે.
  • ગીત ‘દીલબરો’ તથા ‘એ વતન’ લોકોને પસંદ પડી રહ્યા છે.
  • શંકર-અહેસાન-લોય બે વર્ષ પછી રાઝી ફિલ્મ સાથે સંગીતમાં કમબેક કરી રહ્યા છે.(2016માં રોકઓન 2), એવામાં ફિલ્મનું સંગીત ખુબ ઉમદા તથા પ્રફુલ્લિત છે.

પ્લસ પોઈન્ટ્સ:

  1. આલિયા ભટ્ટનો અભિનય
  2. સ્ક્રીનપ્લે (ભાવિની અય્યર અને મેઘના ગુલઝાર)
  3. સંગીત

માઈનસ પોઈન્ટ્સ:

  1. એડીટીંગ (નીતિન બીડ)    
  2. ફિલ્મનું ક્લાયમેક્સ

ક્વિક રીવ્યુ:

  • આલિયા ભટ્ટના પ્રશંસકો માટે ‘મસ્ટ વોચ’ ફિલ્મ છે.
  • સસ્પેન્સ લવર દર્શકોને આ ફિલ્મ ખુબ ગમશે.
  • આ ફિલ્મ સત્ય ધટના પર આધારિત છે સાથોસાથ પ્રેરણાદાયક પણ છે જે યુવાવર્ગને બહુ પસંદ પડશે.
  • આ ફિલ્મની હરીફાઇમાં ઓપનીંગ વિકેન્ડમાં કોઈ મોટી ફિલ્મો નથી એટલે તેનો આ ફિલ્મને ફાયદો મળશે તો વિકેન્ડમાં એક દમદાર અભિનયયુક્ત તથા જબરજસ્ત સસ્પેન્સ ફિલ્મ નિહાળવી હોય તો ‘રાઝી’ બેસ્ટ વિકલ્પ છે.

By Vrunda Buch

vrundabuch96@gmail.com