ફિલ્મ: સત્યમેવ જયતે

ભાષા: હિન્દી

જોનર: એક્શન-થ્રિલર

સેન્સર સર્ટિફિકેટ્: A

નિર્દેશક: મિલાપ મિલન ઝવેરી

નિર્માતા: ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, નિખિલ અડવાણી, મોનીશા અડવાણી, મધુ ભોજવાણી

લેખક: મિલાપ મિલન ઝવેરી

કલાકારો: જ્હોન અબ્રાહમ, મનોજ બાજપેયી, આયેશા શર્મા, અમૃતા ખાન્વીલકર

સંગીત: સાજીદ-વાજીદ, રોચક કોહલી, આર્કો પ્રાવો મુખર્જી, તનિષ્ક બાગ્ચી

રિલીઝ ડેટ: 15 ઓગસ્ટ, 2018

બજેટ:  50 કરોડ (આશરે) [ 40 કરોડ પ્રોડકશન ખર્ચ તથા 10  કરોડ પ્રિન્ટ-પબ્લિસિટી]  

કમાણી: 26.45 કરોડ (આશરે) (16 ઓગસ્ટ સુધી)

સ્ટાર :  ૩.0

 

સ્ટોરી-ઇન-શોર્ટ:

 • ફિલ્મની સ્ટોરી એક દીકરા દ્વારા પોતાના પિતા (જે વફાદાર પોલીસ કર્મચારી હોય છે.) પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપરૂપી કલંકને દુર કરવા પર નિર્મિત છે. જેમાં વીર રાઠોડ (જ્હોન અબ્રાહમ) બધા ભ્રષ્ટાચારી પોલીસકર્મીઓને સિસ્ટમથી વિરુદ્ધ જઈને અલગ-અલગ જગ્યાએ જીવતા બાળી નાખે છે.
 • વીરને પકડવા માટે ડી.સી.પી. શિવાંશ રાઠોડ(મનોજ બાજપેયી) ખુબ પ્રયત્નો કરે છે.
 • સ્ટોરીમાં ટર્ન અને ટ્વિસ્ટ પણ છે, જે ખુબ મજેદાર છે. આ ઉપરાંત ફિલ્મમાં સ્ટોરીને જો કોઈ જકડી રાખતું હોય તો એ ભરપુર એક્શન તથા સંવાદો છે.

નિર્દેશન:

 • ફિલ્મનું નિર્દેશન નબળું છે. સ્ટોરીમાં કોઈ નવીનતા નથી એટલે નિર્દેશન દ્વારા તેની ભરપાઈ કરવામાં નિર્દેશક નિષ્ફળ રહ્યા છે. શરૂઆતમાં ફિલ્મ ખુબ સારી રીતે આગળ વધે છે પરંતુ બીજા અંતરાલમાં સ્ટોરીમાં ખુબ ડ્રામા દેખાડવામાં આવ્યો છે.
 • ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીન્પ્લે બંને નિર્દેશક મિલાપ મિલન ઝવેરીએ લખ્યું છે.

અભિનય:

 • આ ફિલ્મ જ્હોન અબ્રાહમના ફેન્સ માટે આઝાદીના પર્વ નિમિતે બેસ્ટ ગિફ્ટ છે. તેના શાનદાર એક્શન સીન્સ તથા દમદાર સંવાદો ફિલ્મને મનોરંજક બનાવે છે.
 • જયારે મનોજ બાજપેયીનાં અભિનયની વાત કરીએ તો પોલીસ ઓફીસરના પાત્રમાં તેઓ એકદમ ફિટ બેસે છે અને તેનો સહજ અભિનય ફિલ્મને રસપ્રદ બનાવે છે.
 • નવોદિત અભિનેત્રી આયેશા શર્માને એટલી સ્ક્રીનસ્પેસ મળી નથી પરંતુ જેટલી સ્ક્રીનસ્પેસ મળી છે એમાં તેણે સારો અભિનય કર્યો છે.

સંગીત:

 • ફિલ્મમાં 4 ગીતો છે જેમાં સંગીત અલગ-અલગ સંગીતકારો જેવા કે સાજીદ-વાજીદ, રોચક કોહલી, આર્કો પ્રાવો મુખર્જી તથા તનિષ્ક બાગ્ચી વગેરેએ આપ્યું છે.
 • 4 ગીતોમાંથી નોરા ફ્તેહી ફીલ્મિત આઈટમ ગીત ‘દિલબર’ તથા આતિફ અસલમે ગયેલું ગીત ‘પાનીઓસા’ ને દર્શકો દ્વારા સારો પ્રતિભાવ મળી રહ્યો છે અને આ ગીતો તેમને પસંદ પડી રહ્યા છે.

પ્લસ પોઈન્ટ્સ:

 1. એક્શન સીન્સ
 2. સંવાદો
 3. અભિનય
 4. એડિટિંગ (માહિર ઝવેરી)

માઈનસ પોઈન્ટ્સ:

 1. સ્ટોરી
 2. સ્ક્રીનપ્લે
 3. સ્લો સ્ટોરીલાઈન (બીજા અંતરાલમાં)

ક્વિક રિવ્યૂ:

 • આ ફિલ્મ જ્હોન અબ્રાહમનાં ચાહકો માટે ‘વન ટાઇમ વોચ’ ફિલ્મ છે.
 • જો દર્શકોને એક્શન અને થ્રિલર ફિલ્મો જોવાનો શોખ હોય તો તેઓને અચૂકપણે આ ફિલ્મ પસંદ પડશે.
 • ફિલ્મની સ્પર્ધા અક્ષય કુમાર અભિનીત ફિલ્મ ‘ગોલ્ડ’ છે, જે 15 ઓગસ્ટનાં રોજ રિલીઝ થઇ ચુકી છે. આથી ‘સત્યમેવ જયતે’ ફિલ્મને બોક્સ ઓફીસમાં ટકવા માટે થોડો પ્રયત્ન કરવો પડશે.
 • કુલ મળીને આ ફિલ્મ માટે સ્પેશલ ટાઇમ અને પૈસા ખર્ચવા પહેલા એકવાર વિચારવું દર્શકો માટે સલાહભર્યુ છે.

By Vrunda Buch

[email protected]