ફિલ્મ: નટસમ્રાટ

ભાષા: ગુજરાતી 

જોનર: ડ્રામા

નિર્દેશક: જયંત ગીલાટર 

નિર્માતા: રાહુલ સુગંદ, જુગલ સુગંદ, અજય બગઇ, રવીન્દ્ર તેંદુલકર

લેખક: પ્રવીણ સોલંકી

કલાકારો: સિદ્ધાર્થ રાંદેરીયા, દીપિકા ચીખલીયા ટોપીવાલા, મનોજ જોષી, તસ્લીમ શેખ, હેમાંગ શાહ

સંગીત: આલાપ દેસાઈ

રીલીઝ ડેટ: 30 ઓગસ્ટ, 2018

સ્ટાર : 3.5

સ્ટોરીલાઈન:

 આ ફિલ્મ સિદ્ધાર્થ રાંદેરીયા અભિનીત ગુજરાતી નાટક ‘તમારી દુનિયા અમારી દુનિયા’ તથા સુપ્રસિદ્ધ મરાઠી ફિલ્મ (નાના પાટેકર અભિનીત) ‘નટસમ્રાટ’ ની રિમેક છે. ફિલ્મમાં હરીન્દ્ર પાઠક (સિદ્ધાર્થ રાંદેરીયા) નાટ્યમંચ પર પ્રસિદ્ધિની ટોચ પર હોય છે જેમાં તેમના ખાસ મિત્ર માધવ (મનોજ જોષી) નો બહુ મોટો હાથ હોય છે. હવે આ નટસમ્રાટ તેના અભિનયમાંથી નિવૃત્તિ લીધા પછી તેની પત્ની મંગળા (દીપિકા ચીખલીયા) અને તેના પરિવાર સાથે આનંદથી દિવસો વિતાવવાનું પસંદ કરે છે. પરંતુ તેને પોતાના જ દીકરા અને દિકરી તરછોડે છે ત્યારે આ નટસમ્રાટ પરિસ્થિતિથી વિવશ થઈને ફૂટપાથ પર આવી જાય છે.

            આ ફિલ્મ રિમેક હોવાથી સ્ટોરીમાં વાસ્તવિક્તા નથી પરંતુ સંબંધોની માયાજાળ તથા સ્વાર્થીભાવને સંવાદો દ્વારા ખુબ સારી રીતે પડદા પર ઉતારવામાં આવ્યું છે.

 નિર્દેશન:

             આ ફિલ્મનું નિર્દેશન હિંદી ફિલ્મ ‘ચોક એન્ડ ડસ્ટર’ ના નિર્દેશક જયંત ગીલાટરે કર્યુ છે. ફિલ્મનું નિર્દેશન ખુબ સારું છે. ફિલ્મમાં નિર્દેશકે ગુજરાતના દર્શકોને ધ્યાનમાં રાખીને નાની નાની વાતોનું ખુબ ધ્યાન રાખ્યું છે જેમકે ગુજરાતી પરિવારશૈલી, ગુજરાતના લોકેશન વગેરે જે દર્શકોને પોતાપણાની લાગણી અનુભવવા મજબુર કરશે. આ સિવાય નિર્દેશકે ફિલ્મમાં બધા પાત્રોને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. 

અભિનય:

           નટસમ્રાટ ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરીયાની ‘ગુજ્જુભાઈ’ સિરીઝ પછી ત્રીજી ફિલ્મ છે અને આ ફિલ્મમાં તેઓ અલગ ભૂમિકા નિભાવી રહ્યા છે. તેમનો સહજ અભિનય દર્શકોને ફિલ્મ નહિ પરંતુ તે રંગમંચ પર અભિનય આપી રહ્યા હોય એવો અનુભવ કરાવે છે. સિદ્ધાર્થ રાંદેરીયાએ આ ફિલ્મ દ્વારા સાબિત કર્યુ છે કે તેઓ ખરા અર્થમાં અભિનયના ‘નટસમ્રાટ’ છે. નટસમ્રાટની પત્નીના પાત્રમાં દીપિકા ચીખલીયા ટોપીવાલાએ ૨૫ વર્ષ બાદ ફિલ્મોમાં પુનરાગમન કરીને દર્શકોને ખુબ મોટી ભેટ આપી છે. ફિલ્મમાં તેનું પાત્ર તેઓની છબીને સારો ન્યાય આપે છે. મનોજ જોષીની ફિલ્મમાં હાજરી માત્ર દર્શકોને મનોરંજન આપે છે. તે સહજ અભિનય થકી દર્શકોનું દિલ જીતે છે. આ ઉપરાંત કલાકારોમાં હેમાંગ શાહ, તસ્લીમ શેખ તથા સ્મિત પંડ્યાએ પોતાના પાત્રને ઉતમ ન્યાય આપ્યો છે.

સંવાદો અને સંગીત:

          ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરીયા પછી જો કોઈની મુખ્ય ભૂમિકા છે તો અ છે સંવાદોની. ફિલ્મમાં સંવાદો ખુબ સારા, અર્થયુક્ત તથા માર્મિક છે. સંવાદો ફિલ્મની સ્ટોરીલાઈન તથા અભિનયને મજબુત બનાવે છે.

            આ ફિલ્મમાં 2 ગીતો છે જેમાંથી એક ગીતમાં સ્વર ગાયિકા શ્રેયા ઘોષાલે આપ્યો છે. સંગીત સ્ટોરીને જકડી રાખે છે અને બેક ગ્રોઉન્ડ સ્કોર સ્ટોરીને ડ્રામેટીક તથા ઇમોશનલ બનાવે છે.

પ્લસ પોઈન્ટ્સ:

  • અભિનય
  • સંવાદો
  • સ્ક્રીનપ્લે

માઈનસ પોઈન્ટ્સ:

  • સ્લો સ્ટોરીલાઈન ( પહેલા અંતરાલમાં)
  • સંગીત અને મહદઅંશે બેકગ્રોઉન્ડ સ્કોર

ક્વિક રીવ્યુ:

  • ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરીયાના પ્રસંશકો માટે આ ફિલ્મ ખુબ સારી ભેટ છે.
  • આ ફિલ્મ ફેમિલી ડ્રામા છે એટલે ફેમિલીના દરેક સભ્યો સ્ટોરીમાનું કોઈક એક પાત્રને પોતાની સાથે સરખાવી શકશે અને ફિલ્મના સંવાદો તેને વધુ મનોરંજક બનાવે છે.
  • આ ફિલ્મ ગુજરાત ફિલ્મોને એક નવો ઓપ આપે છે જેમાં બદલાતા સંબધોનું સહજ વર્ણન કરવામાં આવ્યું છે.
  • આ ફિલ્મ પુરા પરીવાર સાથે જઈને માંણી શકાય એવી અદભૂત ફિલ્મ છે જેને એક જોવી પણ લાહવો ગણી શકાય.

By Vrunda Buch

[email protected]