“અમારે તો એના પપ્પાને જરાય આરામ જ નહિ બોલો. આખો દિવસ કામ કામ ને કામ.. બિચારા રાત્રે 
આવે ત્યારે એવા નંખાઈ ગયા હોય કે વાત ના પૂછો…!! ખરેખર મને તો એવી દયા આવે ને આ બધાય પુ
રુષોની કે વાત ના પૂછો..!!”
તે દિવસે સવાર સવારમાં શોભનાબહેન, આરતીબહેન, રીટાબહેન ને આશાબહેનની ઓટલા પરિષદ જા
મી હતી. ચારેય પાછી પટલાણી એટલે દસ વાગ્યામાં તો બધું 
કામકરીને નવરા થઇ જ જાય.. ઘર એવા ચોખ્ખાચણાક હોય કે વાત ના પૂછો. પાંચ વાગ્યામાં જાગીને કપ
ડાને ધોકા મારતી એ બધી સ્ત્રીઓના ઘરમાં દસ વાગ્યે તો કૂકરનીસીટી વાગતી હોય.. મોટેભાગે બધા પુરુ
ષોને કારખાના જ હોય એટલે એ તો સવારમાં આઠ વાગ્યામાં જ નીકળી જાય.. કોઈ ટિફિન લઈને જાય 
તો કોઈ વળી કારખાનામાં જ જમી લે.. પંદરવીસ કિલોમીટર દૂર આવેલા કારખાનેથી કઈ બપોરે જમવા 
તો નથી અવાતું ને ભાઈ..!! 
પુરુષો જાય એટલે આ બધી સ્ત્રીઓ ઓટલા પરિષદ ભરીને બેસે. દેશ-
વિદેશની, સાડીસૂટની, ફેશન ને ફૂડની, છોકરાઓના ભણતર ને ઘરડાઓના ઉપદ્રવની, રાજકારણની ને ર
મતની।..!! બધી વાતો ભેગી કરીને એક્સપર્ટ ઓપિનિયન અપાય રહ્યા હોય..!! પરંતુ આજે આ બધાથી 
કંઈક જુદો જ ટોપિક હતો..!! 
આજે વાતો ચાલી રહી હતી પુરુષોના બલિદાનની ને બિચારાપણાની।.!! 
શોભનાબહેનની વાતનું અનુસંધાન કરતા જ રીટાબહેન બોલ્યા,
“અરે મારા મુન્નાના પપ્પાની તો વાત ના પૂછો. તમારે તો બધાયને ઘરના કારખાના છે પણ અમારે તો 
એ જ્યારથી આ મોટા સાહેબની ખાંડની દુકાને લાગ્યા છે ત્યારથી રાતના દસ-
દસ વાગ્યે ઘરે આવે.. બિચારા…!!”
આરતીબહેનેય વાતમાં ટાપસી પુરાવતા કહ્યું,
“ભૈસાબ અમારે તો કારખાને આટઆટલા માણસો ને મશીન છે તોય મારે એના પપ્પાને એટલો ઉપાડો 
હોય કે સવારમાં સાત વાગ્યમાંય ધંધાના કામના ફોન આવતા હોય.. મને તો ઘડી-
બેઘડી એમની સાથે વાત કરવાનોય ટાઈમ ના મળે..!”
આશાબહેન થોડી બાકી રહી જાય..
“અરે મેં તો મારા સાસુ-
સસરાને ચોખ્ખું કહી દીધું છે કે રાત્રે ઈ આવે ને પછી એને વતાવાના નહિ..! છોકરાઓને પણ સ્ટ્રીક્ટ ઇન્

સ્ટ્રક્શન જ હો..!! એના પપ્પાને અમારે પાછો બીપીનો પ્રોબ્લેમ…! એટલે હું તો એમને જરાય પરેશાન 
જ ના કરું..!!
બિચારા આ બધાય પુરુષો આખો દિવસ કમાય ને ઢસરડા કરે ત્યારે આપણે આ બધું માણી શકીએ છીએ.
.! 
એમના પર થોડીક તો આપણેય દયા રાખવી જોઈએ ને..!!”
ચારેય સ્ત્રીઓ પોતપોતાના પતિઓના બિચારાપણાને બિરદાવી રહી હતી.. જાણે ડાહી પત્નીઓ બની
ગઈ હતી એ અમુક કલાકો માટે..! એ દિવસ એ જ વાતોમાં પૂરો થઇ ગયો ને સાંજ પડી ગઈ..
એ દિવસે રાત્રે શોભનાબહેને તેમના પતિ રાજેશભાઈની થાળી કરી અને પોતે તેમની બાજુમાં ડાઈનીંગ
ટેબલ પર બેઠા.. રાજેશભાઈને નવાઈ લાગી કે કોઈ દિવસ બાજુમાં ના બેસનારી તેમની પત્ની આજે
આટલા પ્રેમથી બાજુમાં કેમ બેઠી હશે..!! પ્રશ્નાર્થસૂચક નજરે તેની સામે જોઇને રાજેશભાઈએ કહ્યું,

“શું કામ હતું શોભના?? પૈસા જોઈએ છે? છોકરાઓ કઈ વાત માનતા નથી?? કે પછી તારે પિયર જવું
છે??”

શોભનાબહેને સહેજ મુસ્કાન સાથે કહ્યું..

“શું તમેય સાવ.. મારે કામ હોય તો જ તમારી બાજુમાં બેસું એવું કઈ નાં હોય હો.. મારે મન તમારી બહુ
કિંમત..!!”

રાજેશભાઈને નવાઈ લાગી છતાય તેની પત્નીની વાતનો જવાબ આપી બોલ્યા,

“હે.. સરસ લ્યો.. થેંક્યું હો શોભના.. આજે મને બહુ ખુશી થઇ આ જાણીને..!!”

શોભનાબહેન સહેજ મર્માળુ હસ્યા અને બોલ્યા,

“અરે હા એક વાત તો કરવાની જ રહી ગઈ.. આ તમારા મમી-પપ્પાની તબિયત હમણાં બહુ ખરાબ રહે
છે ને.. તો હું વિચારતી હતી કે આપણે એમની વ્યવસ્થિત દેખભાળ થઇ શકે એવું કંઇક કરીએ..!!”

રાજેશભાઈ તો આ સાંભળી વધારે ખુશ થયા.. લગ્નના વીસ વર્ષમાં આજ સુધી પત્નીએ ક્યારેય આટલો
પ્રેમ નોહ્તો જતાવ્યો.. રોજ રાત્રે આવે તો કઈ ને કઈ માથાકૂટ લઈને જ શોભનાબહેન તૈયાર હોય..
આજે આ પત્નીની ગાડી પુરપાટ ઝડપે આવીને ક્યાં સ્ટેશન પર ઉભી રહી ગઈ તે રાજેશભાઈને સમજાતું
નહોતું..! થોડી ખુશી અને વધારે અચંબા સાથે રાજેશભાઈ બોલ્યા,

“હા તો બોલ ને શું કહેતી હતી તું..!!”

“મારા મોટા મામા છે ને એમની ઓળખાણમાં એક “આશરો” કરીને સંસ્થા છે.. ત્યાં બધા મમી-પપ્પાની
ઉમરના લોકો રહે અને તેમનું ધ્યાન પણ રાખવામાં આવે.. તેમની બધી જરૂરિયાતો પણ ત્યાં પૂરી થશે..
અને મહિનાના એ બંનેના થઈને ફક્ત બે જ હજાર ભરવાના..

આપણા બંને દીકરાઓ હવે અઢાર ને સોળ વર્ષના થયા.. બંને મને રોજ ફરિયાદ કરે છે કે એમને પ્રાઈવસી
જોઈએ છે. મમી-પપ્પાની રોજ કઈ ને કઈ ફરિયાદો ચાલુ જ હોય.. એ બંનેને ઘડી ઘડી બોલાવતા રહે..
ને ડીસ્ટર્બ કરતા રહે.. તો મેં વિચાર્યું છે કે “આશરો” માં પૂછી જોઈએ.. ત્યાં જગ્યા હોય તો….”

ને શોભના બહેને તેમની વાત અધુરી મૂકી દીધી.. રાજેશભાઈના ચહેરા પર ગુસ્સો છવાઈ ગયો હતો.
લગ્નજીવનના વીસ વર્ષમાં ક્યારેય ઊંચા અવાજે ના બોલનારા રાજેશભાઈ એ દિવસે શોભનાબહેન પર
બહુ ભડક્યા.. અને કેમ ના ભડકે..!! તેમના માતા-પિતાને વૃધાશ્રમમાં મુકવાની વાત જ તેમને ગુસ્સો
અપાવે તેવી હતી..!! તેમનો હાથ જેવો શોભનાબહેનને મારવા ઉઠ્યો કે અચાનક ભાન આવતા તેઓએ
પાછો ખેચી લીધો..

ને શોભનાબહેન વાતનું વતેસર કરી એ રાત્રે રડતા રડતા બાજુવાળા રીટાબહેનને ત્યાં સુવા ચાલ્યા ગયા..

બીજા જ દિવસે બધી બાઈઓને ભેગી કરી આ વાત જણાવી.. બધી “હોશિયાર ને સમજદાર” સ્ત્રીઓએ
તેમને ઘર છોડીને જતા રહેવાની સલાહ આપી.. ને લગ્નના વીસ વર્ષ બાદ શોભનાબહેન પોતાના પતિનું
ઘર છોડીં ચાલ્યા ગયા પોતાના પિયરે..!!

એ પછી “બિચારા” રાજેશભાઈ સાથે બહુ ખરાબ થયું. કિશોર વયના બંને દીકરાઓ પણ પપ્પાથી રિસાઈ
ગયેલા. તેમના સગા માં-બાપ પણ વહુ ઘર છોડીને જતી રહી તેના માટે પોતાના દીકરાને ભાંડતા રહ્યા..
હવે એમને શું કહે રાજેશભાઈ કે એમના માટે થઈને જ શોભનાબહેન ઘર છોડીને ગયા છે.. સમાજમાં ,
સગાઓમાં, સંબંધીઓમાં, ઓફીસના કાર્યકરોમાં એવી વાત ફેલાઈ ગઈ કે રાજેશભાઈએ પોતાની પત્નીને
વીસ વર્ષે કાઢી મૂકી..

આખરે એક મહિનાથી રીસામણે ગયેલી પત્નીને મનાવવા રાજેશભાઈ તેમના સાસરે ગયા..
શોભનાબહેન તોબરો ચડાવીને બેઠા હતા.. બુકે લઈને ગયેલા રાજેશભાઈ શોભનાબહેન પાસે ગયા અને
તેમને સંબોધીને બોલ્યા,

“શોભના ઘરે પાછી આવી જા.. તું કહીશ એમ જ કરીશ બસ.. એવું હશે તો મમી-પપ્પાને અલગ ફ્લેટ
લઇ આપીશ.. ને ચોવીસ કલાક કામવાળા રાખી આપીશ.. બસ તું પાછી આવી જા.. પ્લીઝ.. તને હાથ
જોડું છું.. આ ઉમરે મને આટલી બદનામી નહિ પચે..!!”

હાથ જોડીને ઉભેલા પતિને જોઈ શોભનાબહેને સહેજ મૂછમાં મુસ્કાન કરી અને પોતાના પતિ સાથે ઘરે
જવા નીકળ્યા.. “ટર્મ્સ અને કન્ડીશન્સ” સાથે જ તો…!!!!!

વિલાયેલા મો સાથે પત્નીને ઘરે પાછા લઈને આવેલા રાજેશભાઈને અને વિજયી મુસ્કાન સાથે તેમની
સાથે આવેલા શોભનાબહેનને દરવાજા પર જોઈ એ સવારે ઓટલા પરિષદ ભરીને બેઠેલા રીટાબહેન,
આશાબહેન ને આરતીબહેન એકસાથે બોલ્યા…

“બિચારો….!!”
ને અચાનક પાછળથી કોઈ બોલ્યું “પુરુષ” !!!

-Ayushi Selani