તાજેતરમાં સિંધુ જળ સમજૂતીને 58 વર્ષ પૂર્ણ થયા.

ભારતની આંતરરાષ્ટ્રીય સંબંધોમાં શાંતિપૂર્ણ અને ઉદારતાવાદી નીતિના કારણે ભારતને મિત્રરાષ્ટ્રો તરફથી મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. આઝાદીથી પાકિસ્તાન નામના દુશ્મનનો જન્મ થયો. ૧૯૬૨ પછી ચીનનો પણ કંઈક અંશે ઉમેરો થયો છે. ચીન પોતાની આર્થિક વિકાસ માટેની રણનીતિ કોઈપણ દેશનાં વિરુદ્ધમાં ઘડી શકે છે. ભૌગોલિક દ્રષ્ટિએ જોતા ઉત્તર ભારતનો મોટો ભાગ આ બંને દેશો વચ્ચે આવેલ છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આ પ્રદેશ હરીતક્રાંતીનો જનક છે. બારેમાસી નદીઓને કારણે બે પાક લઇને દેશની કૃષિ અને અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન પૂરું પાડે છે. ભારતની ઉદારવાદી નીતિ, પાકિસ્તાનની અવળચંડાઈ તથા ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક બાબતોને કારણે ભારતને કૃષિક્ષેત્રે અને અર્થવ્યવસ્થા ભવિષ્યમાં બહુ મોટી ખાદ્ય અનુભવાશે. જેનું મુખ્ય કારણ ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૦ વર્ષ પહેલાં કરેલી સિંધુ જળસંધિ છે. તિબ્બતમાં બખરચું પર્વતશ્રેણીમાંથી નીકળતી સિંધુ નદી તેમજ તેની પાંચ સહાયક નદીઓને બાબતે તત્ત્કાલીન ભારતનાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ અયૂબખાન દ્વારા હસ્તાક્ષર થયાં હતાં. જે મુજબ સિંધુ, જેલમ, ચિનાબ નદીઓનું પાણી પાકિસ્તાન તથા ભારતે મિત્ર રાષ્ટ્રનાં આર્થિક ઉત્ત્થાન માટે જળપ્રબંધન કરવા દસ વર્ષ સુધી રાવી, સતલુજ અને બિયાસનું પાણી પણ પાકિસ્તાનને ઉપયોગ કરવા માટે આપ્યું હતું. જેના પર ભારતે ૩૧ માર્ચ ૧૯૭૦ નાં રોજ અધિકાર મેળવ્યો. આ સંધીનાં કારણે દેશને સામાજિક, કૃષિ અને અર્થતંત્ર જેવા મહત્વનાં ક્ષેત્રોમાં ભારે નુક્શાન વેઠવું પડ્યું છે. હાલ પણ યોગ્ય પગલાં ભરવામાં નહિ આવે તો ભારતને મોટું નુક્શાનની ભરપાઈ કરવાનો વારો આવશે. 

           સંધિમાં માત્ર નદીઓનું જ વિભાજન કરવામાં આવ્યું છે. બે માંથી કયો દેશ નદીઓ પર કેટલા બંધ બનાવશે કે કેટલા ટકા પાણીનો ઉપયોગ કરી શકે કે પછી, હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન સ્થાપી શકશે કે નહીં તેની ચોખવટ કરવામાં આવી નથી. જમ્મુ-કાશ્મીરમાંથી વહેતી નદીઓનું પાણી પાકિસ્તાન વાપરે છે. આ ઉપરાંત અન્ય ત્રણ નદીઓ પણ આગળ જતા પાકિસ્તાનના મિથાનકોટ પાસે સિંધુમાં ભળે છે. આ છ નદીઓનું કુલ ૮૦% પાણીનો ઉપયોગ પાકિસ્તાન કરે છે. માત્ર ૧૯.૪૮% પાણી જ સિંચાઈ માટે ભારતનાં ભાગમાં આવે છે.         

ઉત્તર ભારતનો ૧/૩  ભાગ ચીનમાંથી નીકળતી નદીઓ પર નિર્ભર છે. ચીન પોતાના વિકાસ માટે સતલુજ, સિંધુ, અરુણ, અમુર અને ઇરી જેવી નદીઓ પર આડબંધ બનાવી રહ્યું છે. જેથી ભારતમાં નદીઓનો પ્રવાહ ઘટી રહ્યો છે. આ નદીઓ હિમાલયનાં ગ્લેશિયરમાંથી નીકળતી હોવાથી બારેમાસી છે, છતાં પણ ગ્લોબલ વોર્મિંગ મોટો પ્રશ્ન છે. બરફનું ઝડપી પીગળવાથી ભવિષ્યમાં નદીઓનાં જળસ્તરમાં ઘટાડો જોવા મળશે. જેના કારણે પંજાબ, હરિયાણા, દિલ્લી અને ઉત્તરપ્રદેશ જેવા કૃષિ ઉત્પાદક રાજ્યોમાં સિંચાઈ સંબંધી પ્રશ્નો ઉભા થઇ શકે છે. જે દેશનાં અર્થતંત્રમાં મોટું ગાબડું પાડશે. 

વિએના કન્વેનશનનાં અનુચ્છેદ ૬૨ મુજબ ભારત આ સંધિ તોડી શકે છે. પરંતુ ભૂતકાળ વાગોળીયે તો ૧૯૬૫, ૧૯૭૧ અને કારગિલ યુદ્ધ વખતે પણ સંધિ વિચ્છેદ કર્યો નથી. વિચ્છેદથી ભારતને વીજળી ઉત્પાદન, કૃષિ સિંચાઈ, પી.ઓ.કે. જેવા મુદ્દે મોટા પ્રમાણમાં લાભ થઇ શકે છે. પાકિસ્તાનનું અર્થતંત્ર સિંધુ નદી પર નિર્ભર છે. તથા આતંકવાદની કમર તોડવા માટે સિંધુ જળ સંધી  વિચ્છેદ નિશસ્ત્ર  વિકલ્પ છે. 

પાકિસ્તાન હંમેશા આંતરરાષ્ટીય અદાલતમાં આ સંધિને આગળ ધરીને ભારતના વિકાસને અવરોધે છે. ભારતનો વુલરલૅક પરનો તલબૂલ  ઇરીગેશન પ્રોજેક્ટ, ૧૯૯૯નો બગલીહાર પ્રોજેક્ટ તથા તાજેતરમાં કિશનગંગા નદી પર ૩૦૦ મેગાવોટનો હાઇડ્રોઇલેક્ટ્રોનિક પાવર પ્લાન્ટ બાબતે વિરોધ કરે છે. પાકિસ્તાનમાં નિલમ નામે ઓળખાતી કિશનગંગા પર જ પાકિસ્તાને એક હજાર મેગાવોટનો હાઈડ્રોઇલેક્ટ્રોનિક પાવરપ્લાન્ટ તથા ૭૦૦ મેગાવોટનો ભુજ અને ૪૫૦૦ મેગાવોટનો ભાષા ઇલેક્ટ્રોનિક પાવરપ્લાન્ટ સ્થાપીને વીજળી ઉત્પાદન કરી રહ્યું છે. 

આ સંધિથી સૌથી વધુ નુકશાન જમ્મુ અને કાશ્મીરને થાય છે. કારણ કે સિંધુ, જેલમ, અને ચિનાબ ત્યાંથી વહે છે.  જમ્મુ કાશ્મીરમાં વીજળી ઉત્પાદન, કૃષિ પેદાશો અને કેસરની ખેતી બાબતે નુકશાન થઇ રહ્યું છે. વર્ષ ૨૦૦૩માં જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આ સંધિ પુનઃવિચારણા બાબતે વિધેયક રજૂ કરાયું હતું. જે આજદિન સુધી અધ્ધર તાલે છે. પાકિસ્તાન અને ચીનની કૂટનીતિનો ભોગ ભારત બની રહ્યું છે. પાકિસ્તાનમાં સીપીઈસી (ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર) ઉપરાંત ચીન પાકિસ્તાનમાં ૪૫ બિલિયન ડોલરનું નિવેશ કરીને બંધ, બંદર અને ન્યુક્લિયર વેપન્સ માટે મદદ કરી રહ્યું છે.આંતરરાષ્ટ્રીય સ્તરે જોઈએ તો ૨ દેશ વચ્ચે નદીનાં પાણીનું વિભાજન અપસ્ટ્રીમમાંથી ડાઉનસ્ટ્રીમ જતા અપસ્ટ્રીમ દેશને પાણીનો મહત્તમ ઉપયોગ કરવાનો હક છે. 

જેમ કે, અમેરિકાથી મેક્સિકોમાં વહેતી કોલોરાડો અને લિજુઆના નદીઓનું માત્ર ૧૦% પાણી જ અમેરિકા મેક્સિકોને આપે છે. આફ્રિકા અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે વહેતી કોમાંતી નદી પર પણ આવી જ સ્થિતિ છે. જયારે સિંધુ જળસંધિની એક ભૂલને કારણે ભારતને કંઈક અંશે બેરોજગારી, કુપોષણ, આર્થિક અસમાનતા અને આતંકવાદ જેવાં વૈશ્વિક પડકારો ભેટ સ્વરૂપે મળ્યા છે. સત્તવરે આ બાબતે વિચાર નહી થાયતો દેશના પ્રાથમિક બજારોમાં મોટી મંદીના દિવસો વેઠવાનો વારો આવશે.

Jaydip Parmar

[email protected]