છેલ્લા એક વર્ષમાં મનોરંજનની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. શુક્રવારે સિનેમામાં ફિલ્મ જોવાની રાહ જોતા લોકોને કોરોનાકાળમાં, .ટી.ટી માધ્યમ પર પોતાના ઘરે મનોરંજન માણતા કરી દીધા છે. આવું એક માધ્યમ લઈને ગુજરાતી સિનેમાના પ્રસિદ્ધ ડિરેક્ટર અભિષેક જૈન, જેમણેકેવી રીતે જઈશ’, ‘બે યાર’, ‘રોંન્ગ સાઈડ રાજુ’, ‘શુભારંભ જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી છે. તેઓએ પોતાના સિનેમેન પ્રોડક્શન અને ખુશી મીડિયા સોલ્યુશન બંને સાથે મળીને આપણા ગુજરાતનું પોતાનું પ્રીમિયમ ગુજરાતી કોન્ટેટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ઉભું કર્યું છે. જેનું નામ છે ઓહો. લોગોને ૧૨ માર્ચના રોજ લોંન્ચ  કરવામાં આવ્યું હતું.

અત્યારે દરેક વ્યક્તિ .ટી.ટી માધ્યમ પર પોતાની મનગમતી વસ્તુ જોઈને પોતાનો સમય પસાર કરતા હશે. આજે Netflix, Amazon Prime, MX Player, Disney+ Hotstar, Altbalaji, YouTube અને બીજા કેટલાય પ્લૅટફૉર્મ આપણી પાસે છે. આપણા લોકો અત્યારે કોરિયન ડ્રામા તો જોઈ શકે છે પણ આપણી માતૃભાષાની કોઈ ફિલ્મના નામ અને વાર્તા વિશે ઘણી ઓછી જાણકારી હોય  છે. જોકે છેલ્લા થોડા વર્ષોથી ગુજરાતી સિનેમા પણ પોતાની અલગ છબી ઊભી કરી રહ્યું છે. જેમાં અભિષેક જૈન નો ફાળો ખૂબ બહોળા પ્રમાણમાં રહ્યો છે. એમની ફિલ્મ બે યાર’ આજે પણ યુવાનો ની મનગમતી ફિલ્મોમાંથી એક છે. ઓહો(Oહો) ઍપ્લિકેશન બનવાનો વિચાર દર્શાવે છે કે તેઓને માતૃભાષા પ્રત્યેનો પ્રેમ અનહદ છે. પ્રેમને અભિષેક જૈન અને ખુશી મીડિયા સોલ્યુશન બંને મળીને  આપણા સુધી ઓહો સાથે પીરસી રહ્યા છે, ને ખુશીની વાત તો   છે કે તેમને પ્રતિસાદ પણ ખૂબ સારા પ્રમાણમાં મળી રહ્યો છે

આજે ઓહો ગુજરાતીની ટેગલાઇન છે ગામડાંથી લઈને ગ્લોબલ સુધીની વાર્તાઑ પ્લૅટફૉર્મ પર જે પણ અપલોડ થશે. ગુજરાતીઓ દ્વારા બનાવેલું અને ગુજરાતીઓ માટે છે. ગુજરાતી ભાષાની દરેક લોકપ્રિય ફિલ્મ જેવી કે લવની ભવાઈ’, બે’ યાર’, રેવા’, વિટામિન શી’, રોંન્ગ સાઈડ રાજુ’, કેવી રીતે જઈશ’, રતનપુર’ બધી ફિલ્મો અને તેમના મ્યુઝિક વિડિયો સાથે ઉપલબ્ધ છે. સિવાય પણ ગુજરાતી સિનેમાના પ્રસિદ્ધ કલાકાર જેવા કે નરેશ કનોડિયા, રમેશ મહેતા, રીટા ભાદુરીની અનેક ફિલ્મોના સમાવેશ કરવામાં આવ્યો છે. લોકપ્રિય વેબસિરિઝ  બસ ચા સુધી’, નોન આલ્કોહોલિક બ્રેક અપ’ને પણ અહીં નિહાળી શકો છો.

સિવાય ઓહો પર પોતાની ઓરિજનલ વેબસિરિઝ પણ જોવા મળશે. પછી માંદીકરી વચ્ચે થતી દુનિયાભરની વાતોને આરતીબેન વ્યાસ પટેલ અને આરોહી પટેલે  કડક મિઠ્ઠી રીતે બતાવ્યું છે.

આપણા સૌના મનપસંદ પ્રતિક ગાંધી જેમણે પોતાની સ્કેમ ૧૯૯૨’ દ્વારા સમગ્ર દુનિયામાં પોતાની ઍક્ટિંગથી લોકોના દિલમાં અલગ જગ્યા બનાવી છે. તેઓ પણ એમની વિઠ્ઠલ તીડી’ સાથે તૈયાર છે, જેમાં અભિષેક જૈને દિગ્દર્શન આપ્યું છે

સાથે ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓનું વાચીકમ સાંભળો છો? ઘણું કર્ણપ્રિય છે સાંભળતા હો તો પ્રયત્ન કરજો લેખકના શબ્દોને સાંભળવાનો.

 આગામી ૧૦ જૂને આવી રહી છે ચસકેલા’. જ્યારે મિત્રો સાથે આપણે  મળીએ ત્યારે કઈ રીતે હળવા થઈ જતાં હોય છે, મિત્રો અને મિત્રોના અંગત જીવનના ઉતારચઢાવને ટ્રેલર  ચસકેલા’માં ખૂબ સુંદર રીતે દર્શાવ્યું  છે.

 જો તમે સાહિત્ય પ્રેમી હોવ તો ગુજરાત સાહિત્ય ઉત્સવના અનેક ભાગ તમે જોઈ શકો છો. જેમ દરેક ભાષાને તેના લોક સંગીત નો અલગ રંગ હોય છે એવા આપણા કેસરિયા રંગને પણ મેઘધનુષે’  ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કર્યું છે.

આજે જ્યારે ગુજરાતી થઈને ગુજરાતી કરતાં બીજી ભાષાઓ બોલવી, સાંભળવી લોકોને વધુ ગમી રહી છે ત્યારે અભિષેક જૈન અને ખુશી મીડિયા સોલ્યુશન, સુંદર પ્રયાસને આપણી સમક્ષ પ્રસ્તુત કર્યો છે. જેને ખૂબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.