સમગ્ર દેશ માં અત્યારે ચૂંટણી નો માહોલ છે. દરેક વ્યક્તિ એક જ ચર્ચા કરી રહ્યો છે કે આ વખત ની ચૂંટણી કોણ જીતશે આ ચૂંટણી ના માહોલ માં NIMCJ  દ્વારા IMP ના 45th એપિસોડ માં એક મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા નું આયોજન રાખવામાં આવ્યું હતું જે વિષય મુદ્દા નું નામ (ONE NATION ONE ELECTION) હતું અર્થાત દેશ માં લોકસભા અને વિધાનસભા ની ચૂંટણી એક સાથે થવી જોઈએ કે નહિ…? જેમાં બંને મુખ્ય પક્ષ ના પ્રવક્તા ને બોલાવવામાં આવ્યા હતા કોંગ્રેસ તરફ થી બિપિનભાઈ ગઢવી અને તેમની સાથે વિદ્યાર્થી સમીર પરમાર ઉપસ્થિત હતા જે (ONE NATION ONE ELECTION) ના વિરોધપક્ષ માં હતા અને સામે પક્ષે બીજેપી તરફ થી શ્રદ્ધા રાજપૂત અને તેમની સાથે વિદ્યાર્થી દર્શ શાહ હાજર હતા જે (ONE NATION ONE ELECTION) દેશ માં થવું જોઈએ તેના મૂળભૂત પાસા જણાવ્યા હતા કે જેથી દેશ માં કરોડો રૂપિયા નો ખર્ચ બચી શકે શંસાધન ની બચત થાય સમય બચે જેવા વગેરે ફાયદા તેમને જણાવ્યા હતા સામે વિરોધપક્ષે પણ (ONE NATION ONE ELECTION) વિષે ના ગેરફાયદા જણાવ્યા હતા કે આ પદ્ધતિ થકી દેશ ના સંવિધાન માં બદલાવ કરવા પડે અને કોઈ પણ વિધાનસભા તેના સમય પેહલા ભંગ થઇ જાય તેવા સંજોગો માં કેવી રીતના દેશ માં એક સાથે વિધાનસભા અને લોકસભા ની ચૂંટણી થઇ શકે…..? આ બધા ની વચ્ચે રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર અલ્કેશ પટેલ પણ માર્ગદર્શન આપવા માટે જોડાયા હતા. અને આ સમગ્ર આયોજન નું સંચાલન મિતેષ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું। અમે આશા રાખીયે છીએ દેશ માં બેઠેલા વિદ્વાન લોકો બુધ્ધજીવી લોકો રાજકીય પાર્ટી ના લોકો અને ઇલેકશન કમિશન આવા ગંભીર વિષય વિશે ચર્ચા વિચારણા કરશે કે દેશ માં એક સાથે વિધાનસભા અને લોકસભા ની ચૂંટણી થવી જોઈએ કે નહિ…?

-Mitesh Parmar