શબ્દ જો તને સમજાય તો કહું,

સામી નજર તારી મને વર્તાય તો કહું.

મારે કહેવું નથી એવું નથી,

પણ તું હજુ થોડીક નજીક આવે તો કહું.

ઋતુની મ્હેક ભલે બદલાય,

પરંતુ તારાથી હું સર્વત્ર મહેકું તો કહું.

સજ્જડ કોઈ કારણ નહીં,

પણ વગર કારણે તું પુછીલે તો કહું.

હોઠો પરની ચુપકીદીને,

હસીને થોડું તું ખળભળાવે તો કહું.

Aditya Raval
Twitter Handle: @imadityaraval