“પ્રેમ એટલે શું?” આ પ્રશ્નએ રાતે ૧:૩૦ વાગે પોતાના રોજ ના અડ્ડા પર બેઠેલા રીકીન, મનીષ અને આકાશ ને મૂંઝવણ માં મૂકી દીધેલા. મનમાં રહેલી આ મૂંઝવણએ વાતાવરણ ને તો તેમના ઘોંઘાટ થી શાંત કરી દીધું પણ ત્રણેય નું મન વિચારોના ઘોંઘાટમાંથી બચી ન શક્યું. રીકીનની વાત વાત માંથી નીકળેલો આ પ્રશ્નએ જાણે ત્રણેય ના મનમાં એક અસમજ્ણ નો તરવળાટ પેદા કરી દીધો હતો. આ પ્રશ્નની મૂંઝવણે રીકીન ને આજે મળેલા પ્રોમોશનનો આનંદ દબાવી દીધો હતો.

“મને ખબર પડી ગયી પ્રેમ એટલે શું?, જાણે ખોદેલી ખાણ માંથી સોનુ મળી ગયું હોય તેવા આનંદ થી મનીષ પોતાની જગ્યાએથી ઉભો થયો અને આકાશ ના ખભા પર હાથી રાખી બોલ્યો “પ્રેમ એટલે એક એવો અનુભવ કે જયારે તમે તમારા પ્રેમ સાથે બેઠા હોવ ને ત્યારે તમને કોઈ દુઃખ યાદ જ ના આવે, તમને પ્રેમ થાય ને ત્યારે તમારા પોકેટમાં એક પણ પૈસો ના હોય તો પણ અમીરી નો અનુભવ કરાવે”  “શું કહેવું આકાશયા આ મનિઓ જે કહે છે એ બરોબર લાગે છે”, રીકીન બોલ્યો. “મને તો એવું લાગે છે કે કોઈક પિક્ચર ની લાઈન બોલી ગયો, મને તો હજી ના સમજાણું પ્રેમ એટલે શું”, આકાશ બોલ્યો.


“તો તું ડોબો છે, અને હા તને ક્યાંથી સમજાય તે ક્યાં હજી કોઈને પ્રેમ કર્યો છે, અને આ રીકીનને પ્રેમ કરવાની તક મળી હતી તો એને કરતા ના આવડ્યો ને પેલી જતી રહી” હસતા હસતા મનીષ બોલ્યો
“અને ઉપર થી ૨૦૦૦૦ નો ખર્ચો કરાઈને ગઈ, નહીં રીકિન્યા ” મનીષ ને તાલિ આપતા આકાશના આ વાક્ય થી મૂંઝવણ માં મુકાયેલું વાતાવરણ થોડું હળવું થયું.

પણ પ્રશ્ન તો હજી ત્યાં જ ઉભો હતો કે “પ્રેમ એટલે શું?”

રાતને ૨:૧૫ વાગ્યા હતા, હવે પ્રેમનો સ્વાદ ચાખેલાં રીકીનના મનમાં વિચારનો નવો ફણગો ફૂટ્યો અને બોલ્યો “પ્રેમ એ લાગણી છે, એવી લાગણી છે જે આનંદ ની પ્રતીતિ પણ કરાવે છે અને ઘણી વાર આંસુઓનો મુકાબલો પણ કરાવે છે”

” જો પ્રેમ લાગણી હોય, તો લાગણીઓ તો હમ્મેશા ટેમ્પરરી હોય તો, કારણકે આપણા મનમાં ઉદભવેલી લાગણીઓ થોડા સમય માટે જ રહે છે” હજી પ્રેમમાં બિનઅનુભવી અને પ્રેકટિકલી વિચારો ધરાવતો આકાશ બોલ્યો

“એ આકષયા, તારી આ વાત જ ખોટી, લાગણીઓ ટેમ્પરરી ના હોય, નહિતર એનો મતલબ તો એવો થાય ને કે હું અને તારી થવાવાળી ભાભી નો પ્રેમ પણ ટેમ્પરરી છે” મનીષ પોતાના પ્રેમ નો બચાવ કરતો હોય તેમ બોલ્યો

રીકીનનો ચેહરો જોતા લાગ્યું કે એ મૂંઝવણ ની ખાઈ માં અંદર જ જઈ રહ્યો હતો.

આકાશે ઉદાહરણ આપતા સમજાવ્યું ” મનિયા, તે પ્રિયંકા સાથે વિતાવેલી અંગત પળો ને યાદ કર અત્યારે, જો તે  યાદ કરતા અત્યારે તને એ જ ફીલિંગ આવે તો એનો મતલબ કે લાગણીઓ પરમનન્ટ છે, અને જો એ એક સરખી સેમ ફીલિંગ ના આવે તો એનો મતલબ કે લાગણીઓ ટેમ્પરરી છે, તે આવે છે અને જાય છે”

આકાશ નો આ જવાબ સાંભળીને જાણે મનીષ એ અંગત પળોને યાદ કરી રહ્યો હોય એવું લાગ્યું

“ના થયી એવી ફીલિંગ” મનીષ નિરાશ થઇને બોલ્યો

“ડેટ્સ ઈટ, તો એનો મતલબ લાગણીઓ ટેમ્પરરી છે”

આકાશની આ વાતે મનીષના મન માં પોતાના પ્રેમ માટે શંકા ઉભી કરી દીધી હતી.

“બે યાર તો આ પ્રેમ એટલે છે શું?” કંટાળેલો રીકીન જોરથી બૂમ પાડી ઉઠ્યો

“એક કામ કરું, હું ફ્રેશ થઈને આવું થોડો પછી તમને કહું ” વાતાવરણને થોડું હળવું કરવા હસતા હસતા આકાશ બોલ્યો

આકાશ બાઈક ની કિક મારી ને હજી થોડો આગળ જ ગયો હોય છે ત્યાં જ પુરપાટ ઝડપે આવેલી ટ્રકે મનીષ અને રીકીન ની નજર સામે જ આકાશ ની બાઈક ને ટક્કર લગાવી દીધી..ટક્કર લગાવી ને ટ્રક ચાલક તો નાસી છૂટ્યો પણ મનીષ અને રીકીન ના જીગરી ને લોહીલુહાણ કરતો ગયો. મનિઓ દોડતો દોડતો પેલા ડ્રાઈવર ને પકડવા ગયો પણ એ ગલીઓના સહારે ક્યાં ગાયબ થઇ ગયો તે ખબર જ ના પડી.

ગમગીનતાએ તો જાણે આજે આ ત્રણેય સાથે મૈત્રિ કરી લીધી હોય તેમ તેમનો પીછો જ નહોતી છોડતી. જલ્દી થી બાઈક પર આકાશને લઈને હોસ્પિટલ પહોંચ્યા..ડોક્ટરે ઝડપથી ટ્રીટમેન્ટ ચાલુ કરી. આ સાઈડ મનીષ અને રીકીનના ચેહરા પર નો પરસેવો તેમની ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા. ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું “થોડું ક્રિટિકલ છે, લોહી ખાસું એવું વહી ગયું છે એટલે o પોઝિટિવ બ્લડની જરૂર પડશે, જે અત્યરે મળવું મુશ્કેલ છે અને ઓપેરશન નો ખર્ચ પણ વધારે થશે ” પણ ડોક્ટર ને ખ્યાલ ન હતો કે આ મધ્યમવર્ગીય મિત્રો ભલે અલગ અલગ માતાન કુખે જન્મ લીધો હોય પણ ત્રણેય એક જ અમૂલ્યવાન  પ્રેમ ના તાંતણે થી બન્ધાયેલા હતા. નસીબજોગે મનીષ નું બ્લડ ગ્રુપ પણ o પોઝિટિવ હતું એટલે વિલંબ કર્યા વગર ડોક્ટરે એનું બ્લડ લઇ ને ઓપેરશન ની શરૂઆત કરી અને આ સાઈડ રીકીને ૧૫ ૨૦  મિનિટ માં જ ૪ લાખ જેવી મોટી રકમનું ક્યાંક થી આયોજન કરી લીધું .

ઓપરેશન સફળતાપૂર્વક પૂરું થયું..વાતાવરણમાં જાણે ધીરે ધીરે શાંતિ ની સુવાસ ફેલાઈ રહી હોય તેવું લાગ્યું. ડોક્ટરે આકાશને મળવા જવાની પરવાનગી આપી  કે તરત જ મનીષ અને રીકીન દોડતા એની પાસે ગયા અને ભેટી પડ્યા .

“અબે સાલાઓ દુખે છે ધીરે,” એમ કેહતા આકાશ હસી પડ્યો

“પ્રેમ એટલે શું મને ખબર પડી ગયી?” ત્રણેય જણા સંયોગિત રીતે (coincidentally) એક સાથે બોલ્યા ને હસી પડ્યા. (છેલ્લા ૪ ૫ કલાક માં થયેલા અનુભવે ત્રણેય ને પ્રેમ ની પરિભાષા સમજાવી દીધી હતી)

તો પ્રેમ એટલે?
“પ્રેમ એટલે નિસ્વાર્થ ભાવે, લાગણી સાથે આપણી સાથેના લોકો ને ખુશ કરવા માટે નો એક પ્રયત્ન..પ્રેમ કોઈ દિવસ માણસ ને નિરાશ નથી કરતો..પ્રેમ તો હમ્મેશા માણસ ને જીવવાનું શીખવે છે બીજા માટે અને બીજા સાથે  ” હા પણ એ ત્યારે જ શક્ય છે જયારે તમે ખુદ ખુશ હોવ અને પોતાની જાતને પ્રેમ કરતા હોવ.,,તો પ્રેમ વહેચવામાં કચાસ ના રાખશો..મન મૂકી ને પ્રેમને વહેંચો..એ જ ખરો આનંદ છે..

આપણને પ્રેમ જેની સાથે થાય એ દરેક જન આપણું “પ્રિયજન ” બની જાય છે પછી એ આપનો મિત્ર હોય કે આપણું મનપસન્દ  પાત્ર.

મારી સમજણ થી પ્રેમ ની આ પરિભાષા લખાઈ છે..આશા એ જ છે કે આ જેટલું લખ્યું તેના કરતા પણ પ્રેમ વધારે અદભુત હોય.

તમને ખબર પડી પ્રેમ એટલે શું? કે હજી પણ મન મૂંઝવણ માં જ છે..જો તમારો પ્રેમ ને લઈને કોઈ અલગ અભિપ્રાય હોય તો જરૂર થી કોમેન્ટ કરો.

આભાર

P.S. આ લેખ adsartbook.blogspot.com પર પણ હાર્દિક ગજ્જર દ્વારા પ્રસારિત થયેલ છે.

By Hardik Gajjar

hardikgajjar3151@gmail.com