અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલ સ્પંદન નામનું એનજીઓ જે સમાજસેવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ એનજીઓ ની સ્થાપના ૧૯૯૮ મા થઈ હતી.  જે એન જીઓ દ્વારા ગરીબ બાળકો માટે સ્કોલરશીપ, આંખોના દર્દીઓ માટે ફ્રી સ્પેકસ સેવા ,તેમજ ફાઇનાન્સિયલ રીતે તે એનજીઓ મદદ આપી રહી છે. આ એનજીઓમાં 10 લોકો એકસાથે  આ સેવા આપી રહ્યા છે. જેમાં તે લોકો સેવા માટેનું ફંડ પોતાની ઇન્કમના 10 ટકાથી ૨૦ ટકા જેટલી રકમ આ એનજીઓને આપી અને કરે છે. ક્યારેક વધુ ફંડની જરૂરિયાત બને તો અન્ય કોઈ કંપની દ્વારા સ્પોન્સર બની રહે છે જેમાં આઠ ટ્રસ્ટી મુખ્ય ભાગ ભજવે છે અને તેમના દ્વારા જ તે ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે.

આ એનજીઓ દ્વારા એવા ઘણા મોટા પાયાના કાર્યો થયા છે. જેમ કે ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન સેવાને આગળ ધપાવવાનું કાર્ય આ એનજીઓ દ્વારા કરવામાં આવેલ છે. જેની શરૂઆત આ એનજીઓ દ્વારા 2010 માં થઈ હતી. આ એનજીઓ દ્વારા ઘણા બધા પ્રોજેક્ટ ખૂબ સારી રીતે સફળ થયેલ છે. જે બાળકોની આર્થિક પરિસ્થિતિ નબળી હોય પરંતુ તે અભ્યાસમાં ખૂબ જ સ્માર્ટ અને હોશિયાર હોય છે, એવા બાળકોને સરકાર તરફથી મળતી સ્કોલરશીપ હોવા છતાં તેની જરૂરિયાત સંપૂર્ણ પણે પૂર્ણ ન થતી હોય તેવા વિદ્યાર્થીઓને પણ આ એનજીઓ દ્વારા મદદ કરવામાં આવી રહી છે.

આ એનજીઓ ને એક વર્ષ દરમિયાન પાંચથી સાત લાખ રૂપિયાના ફંડની જરૂરિયાત હોય છે. તે ઉપરાંત જીપીએસસી અને યુપીએસસીની તૈયારી માટેના ટ્યુશન ક્લાસીસ માટે સ્લમ એરિયાના બાળકો પાસે ટ્યુશન ક્લાસીસ ફી જે ૩૦ થી ૪૦ હજાર રૂપિયા હોય છે, તેવા બાળકોને આ એનજીઓ દ્વારા ફ્રી ક્લાસીસ પણ આપવામાં આવે છે.

By Nitin Vaghela

vrusvikvaghela611@gmail.com