આજે તેને વ્હાલ કરવામાં કેમ વિચારવા લાગ્યો….

તેનાથી ખબર નહીં કેમ અચાનક દુર ભાગવા લાગ્યો..

લાગે છે કદાચ મારા અંતરનો અહમ જાગ્યો..

ત્યારે જ તો પ્રિય જીવને એને પળવારમાં ત્યાગ્યો..

મેં તો બસ તેની પાસે એટલો જ જવાબ માંગ્યો..

“શું હું તારા અરમાનોને વિખેરીને તો નથી ભાગ્યો..?”

 

તેણીએ સુંદર જવાબ આપ્યો,

તારા અંતરનો અહમ જાગવા દેને..

મન તારું ભાગતું હોય ત્યાં ભાગવા દેને..

આપણી વચ્ચેનું વધતું અંતર એ મનનું અંતર ક્યાં છે..

કારણ કે કાયમ મનથી તો હું ત્યાં જ છું, જ્યાં તું છે…

ચાલ બન્ને થોડો સમય સમયને આપીએ,

સબંધની આ પાનખર ઋતુને ધીરજથી કાપીએ..

પાનખર પછી પ્રેમ અને સમજણની નવી કુંપળો ફૂટશે..

વિશ્વાસ રાખજે, આ જીવ તારા સિવાય બીજે ક્યાં જશે…!!

 

By Hardik Gajjar

hardikgajjar3151@gmail.com