સુરતના ઉઘોગપતીએ માતાના મૃત્યુને જીવનપર્યાપ્ત યાદગાર બનાવવાની સાથે સમાજને નવી રાહ ચીંધી છે. માતાની સ્મૃતીમાં એક લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો છે. પોતાના વતન ઘાવા ગીરમાં માતાના અસ્થી સાથે ૧૦૧ વૃક્ષ વાવી કરી શુભ શરૂઆત કરી છે.

સામાન્ય રીતે માતા પિતાના મૃત્યુ બાદ તેમના અસ્થીને હરીદ્વાર જેવા ઘાર્મીક સ્થળે પઘરાવામાં આવે છે. પરંતુ સુરતના ઉઘોગપતીએ તેમના માતાના મૃત્યુને કંઈક અલગ અને સમાજને માટે પ્રેરક બની રહે તેવું યાદગાર બનાવ્યુ છે.

ગીર સોમનાથ જિલ્લા સ્થિત તાલાલાના ઘાવા ગીર ગામના વતની અને હાલ સુરત નિવાસી પરીવારનાં માતાનું ચારેક માસ પહેલા મૃત્યુ થયેલ હતુ. માતાના અસ્થીને હરીદ્વાર લઇ જવા પરીવારમાં વિચાર વિમર્શ ચાલી રહેલા હતા ત્યારે જે.બી. બવાસીયાને એક અનોખો વિચાર આવ્યો કે અસ્થીને હરીદ્વાર લઇ જઇએ પધરાવવામાં આવે તેની જગ્યાએ આપણા વતનમાં જ વ્રુક્ષારોપણ કરી સાથે અસ્થી પધરાવીએ. જેથી કરી આજીવન આપણી માનાં જીવંતપર્યાત દર્શન થશે અને પર્યાવરણનું પણ જતન થાય તેવા શુભ આશયથી એક લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે. જેમા આજ રોજ પોતાના વતન એવા ધાવા ગીર ગામ સહીત પાંચ ગામોમાં 100 વૃક્ષો વાવી આ શુભકામનો પ્રારંભ કર્યો છે.

જ્યારે આ મુદ્દે સુરતના ઉધ્યોગપતિ જે.બી.બવાસીયાએ જણાવ્યું હતું કે,

“મારા માતુશ્રી એપ્રિલ મહિનામાં જયારે પરલોકવાસી થયા ત્યારે અમે ફૂલ પધરાવવા માટે હરિદ્વાર જવાના હતા, પરંતુ મને એક વિચાર આવ્યો કે હરિદ્વાર જવાની જગ્યાએ આપણે ઘર આંગણાના ગામોમાં જ ફૂલ પધરાવી પરિવારજનોને યાદ રહે અને પર્યાવરણને પણ લાભ મળે એ માટે વૃક્ષારોપણ કરીએ, અને આજ રોજ અમે 100 વૃક્ષો વાવીને  તે શુભકામ શરુ કર્યું છે.

સુરતના ઉઘોગપતી પરીવારની પ્રેરક પહેલના પગલે પર્યાવરણનું જતન થનાર હોય જેને કારણે ઘાવા ગામના લોકો બાવસીયા પરીવારના આ અનોખા સંકલ્પમાં ઉમળકાભેર મદદરૂપ બની રહયા છે. એટલું જ નહીં પણ બાવસીયા પરીવાર દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોના જતન માટે પણ આગળ આવ્યા છે.

બવાસીયા પરીવારના આ નિર્ણયને ધાવા ગીર ગામના અને તાલાળા તાલુકાના દરેક સમાજના લોકોએ આવકારેલ છે અને સૌ સાથે મળી જે વૃક્ષો રોપવામાં આવશે તેની પુરેપુરી કાળજી રાખી અને તેનુ જતન કરીશુ.

જયારે સ્થાનિક બીજેપી આગેવાન  પ્રવીણભાઇ વાદીએ આ કામની સરાહના કરી જણાવ્યું હતું કે,

“બાવાસીયા પરિવાર દ્વારા લેવામાં આવેલું આ સોપાન સર્વે લોકો માટે પ્રેરણા દાયક છે. આજ રોજ તાલાળા સહીત પાંચ ગામોમાં વૃક્ષારોપાં કરવામાં આવ્યું છે. માત્ર વૃક્ષો વાવવાનો દેખાડો નહિ પરંતુ તેના પર પીંજરું રાખી તેનું જન કરવામાં આવ્યું છે.”

 

P.S. Original story published on Mantavya News

By Samir Parmar

[email protected]