ઉભરો

49
1543

“દૂધનો ઉભરો કેટલો અને કેવો લેવો એ પણ એક કળા છે દીકરી. એ નાનકડી વાતમાંય તારા સંસ્કાર ઉજાગર થશે જોઈ લેજે..” આજે માઁ ની એ વાત યાદ કરતા અન્વિતા રડી પડી.

સવાર સવારમાં આજે તો સાસુએ તેનો ઉધડો લઇ લીધો હતો. રસોડા માં ગેસ પર દૂધની તપેલી ચડાવી અન્વિતા કપડાં સૂકવવા ગઈ, ને ધૂનમાં ને ધૂનમાં ભૂલી જ ગઈ કે ગેસ પર દૂધ મૂક્યું છે. પોતાની મસ્તીમાં મસ્ત અન્વિતાના ધ્યાન બહાર દૂધ “ઉભરાઈ” ગયું. એ તો છેક અડધી મલાઈ વિખાઈ ગઈ ત્યારે અન્વિતાને ખબર પડી દૂધની વાસની..!!! દોડીને ગેસ બંધ કર્યો અને બધી સફાઈ કરી. તપેલી પણ ચોખ્ખી કરી દીધી. સાસુને જાણ ના થાય એ રીતે બધું હતું એમનું એમ કરી દીધું. વિચાર્યું કે સાસુને કહી દેશે, આજે વધારે ચા પીધી છે પોતે એટલે દૂધ વપરાઈ ગયું. અને પોતે બહાર જઈને ચા પી લેશે..

“વહુ દીકરા, જરા અહીં આવો તો. આ ગેસના બર્નરમાં નાનકડો સફેદ ડાઘ છે અને દૂધ પણ ઓછું છે. તપેલીમાં મલાઈ એક બાજુ ઢળેલી છે અને વિખાઈ પણ ગઈ છે. તમારાથી દૂધ ઉભરાઈ ગયું હતું કે શું?”

“હા માઁ. માફ કરજો..” કહેતાંક ને અન્વિતા રૂમમાં ભરાઈ ગઈ. તેનામાં સાસુ ના મીઠા વાકઃબાણો સહન કરવાની શક્તિ નહોતી.. અને માઁએ આપેલી શિખામણને મામૂલી સમજીને જે રીતે ગણકારી નહિ તેનો પસ્તાવો પણ થતો હતો. આટલી નાની વાતમાં પણ આટલું બધું નિરીક્ષણ અને ચોકસાઈ અદભુત હતા. સાસુમાં જાણે “માઁ”ના સ્વરૂપે આવ્યા હોય તેવું તેમની ઝીણવટથી લાગતું હતું..

“વહુ, જરા દરવાજો ખોલજો તો.” સાસુએ બારણું ખટખટાવ્યું ને અન્વિતા ડરી ગઈ. દરવાજો તો ખોલવો જ પડશે વિચારતા ઉભી થઇ ને દરવાજો ખોલ્યો..

“માઁ, આજ પછી ક્યારેય કોઈ કામમાં કચાશ નહિ રહે. માફ કરી દો મને.” બોલતા બોલતા અન્વિતા રડી પડી.

“અરે મારી દીકરી તને ખબર છે, તારી નણંદના લગ્ન થયા ને ત્યારે ચોથા જ દિવસે આ “ઉભરા” ના લીધે તેની સાસુ અને તેના વચ્ચે માથાકૂટ થઇ ગઈ હતી. વાત તો ઘણી નાની પણ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું.. એક માં થી બીજી ને બીજામાંથી ત્રીજી જાણે વાંક શોધવાની સ્પર્ધા ચાલી.. ઉગ્ર બોલાચાલી પછી તારી નણંદ ઘરે આવતી રહી પાછી ને ઘમંડમાં ને ઘમંડમાં પાછી ના ગઈ. મેં બહુ સમજાવી.. પણ એકની બે નાં થઇ. અને તે લોકોને પણ જાણે કોઈ ફરક ના પડ્યો. આખો દિવસ નવરી બેઠી એ બસ દૂધ ના “ઉભરા”ને ફૂટ્યા કરે. રોજ સવારે દૂધ ગરમ કરે અને હાથે કરીને ઉભરાવા દે. મહિનાઓ થયા ને એકલી એકલી એ રૂંધાઇ ગઈ ઘરમાં. પંખે લટકીને જીવ ટૂંકાવી દીધો મારી આરાધનાએ.”

અવાક અન્વિતાને શું બોલવું તે સુજ્યું. થોડી વાર પછી જવાબ આપતા બોલી,

“માઁ મને ઘણું સમજાવતી. પણ હું જ આ ઉભરા ને ના સમજી શકી.”

“બસ હુંય મારી બીજી દીકરીને ઉભરાના કારણે નથી ખોવા માગતી… એટલે જ આજે તારી સાસુમા થઇ તને સમજવું છું.”

અન્વિતાના સાસુએ દૂધના “ઉભરા”ને ઠેલીને પ્રેમનો ઉભરો પોતાની વહુ પર ઠાલવતા કહ્યું..

By Ayushi Selani

[email protected]

 

49 COMMENTS

 1. [url=http://www.cialisnrxch.com/#]cheap cialis online[/url]

  [url=http://www.cialisggnrx.com/#]cheap cialis online[/url]

  [url=http://cialisndbrx.com/#]buy cheap cialis online[/url]

  [url=http://cialisgentrx.com/#]buy generic cialis online[/url]

   
 2. [url=http://www.cialisnorxs.com/#]online cialis[/url]
  generic cialis cialis cialis
  [url=http://cialisnorxs.com/#]http://www.cialisnorxs.com/[/url] – generic cialis australia

   
 3. Cool blog! Is your theme custom made or did you download it from somewhere?
  A design like yours with a few simple adjustements would really make my blog stand out.
  Please let me know where you got your theme. Kudos

   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here