બહુ યાદ આવે છે…

રોજ સવારે બસ સ્ટોપ પર મળવાની મજા,

બહુ યાદ આવે છે,

બસ સ્ટોપથી કોલેજ સુધીનાં રસ્તાની એ    મસ્તી,

બહુ યાદ આવે છે,

લેક્ચર ચાલુ થયા પેલા ચા અને કોફી      પીવાની મજા,

બહુ યાદ આવે છે,

ચાલુ લેક્ચરે ખવાતી ચોકોલેટ અને કાચી      કેરીની એ મજા,

બહુ યાદ આવે છે,

લંચ શેર કરવાની એ મજા,

બહુ યાદ આવે છે,

મિત્રો અને ગિટાર સાથે કોલેજની કૅન્ટીનમા ઉજવાયેલાં જન્મદિવસ,

આજે બહુ યાદ આવે છે,

મિડ સેમેસ્ટર માટે લાઇબ્રેરીમા સાથે બેસીને ભણવની મજા,

બહુ યાદ આવે છે,

સબમિશન પહેલા અસાઇમેન્ટ અને પ્રોજેક્ટ પુરા કરવાની મજા,

બહુ યાદ આવે છે,

કોલેજનાં ક્લચર ફેસ્ટિવલની તૈયારી કરવાની મજા,

બહુ યાદ આવે છે,

પર્ફૉર્મન્સ પહેલા અને પછીની એ બેક સ્ટેજની મસ્તી,

આજે બહુ યાદ આવે છે,

વાઇવા સમય કરાતી મસ્તી,

બહુ યાદ આવે છે,

ફાઇનલ એક્ઝામ પછી નવા સેમેસ્ટરનું વેકેશન ખુલવાની રાહ,

બહુ યાદ આવે છે,

સીનિઅર્સને ફેરવેલ આપતા આપતા ક્યારે પોતાનુ ફેરવેલ આવી ગયુ,

એની ખબર જ ના પડી,

અને આજે એન્જીયરીંગ લાઇફના એ દિવસોની મજા,

બહુ યાદ આવે છે…

Rikita Sonpal

[email protected]